22 વર્ષની ઉંમરમાં IASની મુશ્કેલ પરીક્ષા પાસ કરી રોમન સેની 23 વર્ષની ઉંમરમાં ગવરમેન્ટ ઓફિસર બની ગયા.
IASની નોકરી છોડી કર્યો બિઝનેસ
બન્યા 14000 કરોડના માલિક
16 વર્ષની ઉંમરમાં AIIMSની પરીક્ષા પાસ કરી
Roman Sainiએ કંઈક મોટુ કરવાના સપનાને પુરુ કરવા માટે IASની નોકરી છોડી દીધી. આજથી લગભગ છ વર્ષ પહેલા તેમણે પોતાની જોબ છોડીને પોતાની કંપની એનએકેડમીના પાયા નાખ્યા, ત્યારે લોકો દંગ રહી ગયા હતા.
સફળતા
Roman Sainiએ માત્રા 16 વર્ષની ઉંમરમાં જ સૌથી મુશ્કેલ ગણાતી AIIMS પરીક્ષા પાસ કરી લીધી હતી. રોમન સૈની આજે દેશના ગરીબ બાળકોને સિવિલ સેવા પરિક્ષાની તૈયારી કરાવવામાં ઓનલાઈન મદદ કરે છે. 16 વર્ષની ઉંમરમાં એમ્સની એન્ટ્રેન્સ પરીક્શા પાસ કર્યા બાદ તેમણે આઈએએસ બનીને મા-બાપનું નામ રોશન કર્યું. લગભગ છ વર્ષ પહેલા જ્યારે તેમણે પોતાની જોબ છોડીને પોતાની કંપની અનએકેડમીના પાયા નાખ્યા હતા. ત્યાંરે લોકો દંગ રહી ગયા હતા.
દેશમાં 18મો રેન્ક
પૂર્વ IAS રોમન સેની રાજસ્થાનના કોટપુતલીના રાયકરનપુરના નિવાસી છે. રોમન સેનીના માતા ગૃહિણી અને પિતા એન્જિન્યર છે. એમબીબીએસ પુરુ કર્યા બાદ રોમન સેનીએ એનડીડીટીસીમાં જૂનિયર રેજીડેન્ડનું કામ કર્યું. 22 વર્ષની ઉંમરમાં IASની મુશ્કેલ પરીક્ષા પાસ કરી રોમન સેની 23 વર્ષની ઉંમરમાં ગવરમેન્ટ ઓફિસર બની ગયા. તેમણે IASની પરીક્ષામાં આખા દેશમાં 18મું સ્થાન મેળવ્યું.
કઈ રીતે બન્યે ડોક્ટરથી IAS
રોમન સેનીએ કહ્યું કે, "વર્ષ 2011માં જ્યારે હું એક ડોક્ટરના રૂપમાં અમુક મેડિકલ કેમ્પમાં ગયો હતો તો મને મહેસુસ થયું કે ગરીબી ખૂબ ખતરનાક વસ્તુ છે. લોકોમાં તેમના સ્વાસ્થ્ય, સાફ-સફાઈ અને પાણીની સમસ્યાને લઈને જાગૃતાનો અભાવ હતો. આ મુળ સમસ્યા છે. જેનું નિદાન કરવું જરૂરી છે. એક ડોક્ટર હોવા છતાં હું તેમની સમસ્યા દૂર કરવામાં સમર્થ ન હતો. તે સમયે મેં નિર્ણય કર્યો કે આપણા દેશમાં લોકોનું જીવન સારૂ બનાવવા માટે સિવિલ સેવામાં જવું જોઈએ. "
બાળકોની શિક્ષા જરૂરી
દેશના લાખો લોકોની ડ્રીમ જોબ રોમને મુકી દીધી હતી. તેમણે યુવાનોના સારા અભ્યાસ માટે અનએકેડમી શરૂ કરવાનો નિર્ણય કર્યો. રોમન સેનીની અનએકેડમીનું હેડક્વાર્ટર બેંગ્લુરૂમાં છે. આ સમયે અનએકમીની વલ્યુએશન 14000 કરોડ રૂપિયાથી વધારે છે. અનએકેડમી એક ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ છે. જ્યાં આઈએએસ સહિત 35 અલગ અલગ કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારીઓ કરાવામાં આવે છે. યુ-ટ્યુબ અને એપ અનએકેડમી યુવાઓની વચ્ચે પોપ્યુલર છે.
મિત્રોની સાથે બનાવી કંપની
IAS બન્યા બાદ પણ રોમનનું મન ના લાગ્યું, તેમને લાગ્યું કે દેશમાં અમુક બાળકો એવા છે જે અભ્યાસમાં ખૂબ સારા છે પરંતુ સારૂ માર્ગદર્શન ન મળવાના કારણે તે પ્રતિયોગી પરીક્ષામાં સફળ નથી થઈ શકતા. રોમને નિર્ણય કર્યો કે તે ફ્રી ઓનલાઈન કોચિંગ દ્વારા આવા યુવાઓની મદદ કરશે. તેના માટે Roman Saini એ 'Unacademy'ની શરૂઆત કરી. આ ઓનલાઈન કોચિંગ વેબસાઈટ છે જેમાં તે પોતાના મિત્ર ગૌરવ મુંઝાલની સાથે મળીને તેને ચલાવે છે. Roman હવે એ સ્ટૂડન્ટ્સને ઓનલાઈન ફ્રી કોચિંગ આપે છે જે સિવિલ સેવામાં જવાના ઈચ્છુક છે.
રોમન કરી રહ્યા છે મદદ
રોમને ગરીબ વિદ્યારેથીઓ માટે પોતાના મિત્રોની સાથે મળીને UNACADEMY નામનું એક સંસ્થાન શરૂ કર્યું છે. તેમણે ઓનલાઈન કોચિંગ શરૂ કર્યું અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન કરવાનું શરૂ કર્યું છે. અનએકેડમી વાઈફાઈ, પ્રેપ લેડર, કોડ શેફ, માસ્ટરી જેવી કંપની એક્વોયર કરી ચુકી છે. આ ઉપરાંત અનએકેડમી આઈપીએલની પણ ઓફિશિયલ પાર્ટનર પણ રહી ચુક્યા છે. યુટ્યુબ પર પણ રોમન સેનીના વીડિયો પરથી હજારો વિદ્યાર્થીઓ માર્ગદર્શન લે છે.