બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / rohit sharma was unavailable for photoshoot

IPL 2023 / ધોની, હાર્દિક,રાહુલ... બધા હતા પણ કેપ્ટન ફોટોશૂટમાં રોહિત શર્મા કેમ ન દેખાયો?

Bijal Vyas

Last Updated: 04:41 PM, 31 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023: આઇપીએલ પહેલા જ રોહિત શર્માં ગાયબ છે, જી, હાં કેપ્ટન ફોટોશૂટમાં ના જોવા મળ્યો રોહિત શર્માં...વાંચો શું છે મામલો?

  • રોહિત શર્મા IPL ઇતિહાસમાં સૌથી કામયાબ કેપ્ટન છે
  • રોહિત શર્માની તબિયત સારી નથી 
  • રોહિતની કેપ્ટનશિપમાં મુંબઇ ઇન્ડિયન્સ 5 વખત IPL ખિતાબ જીતી ચૂકી છે

IPL 2023: આજે એટલે કે 31 માર્ચ, શુક્રવારના રોજથી આઇપીએલની શરુઆત થવા જઇ રહી છે. પહેલો મુકાબલો ગુજરાત ટાઇટન્સની સામે ચેન્નઇ સુપર કિંગ્સ સામે થશે. આ મેચના એક દિવસ પહેલા જ દરેક ટીમ્સના કેપ્ટનોને ટ્રોફીની સાથે ફોટોશૂટ કરાવવાનું હતું. જેમાં સૌકોઇ હાજર રહ્યાં હતા, પરંતુ મુંબઇ ઇન્ડિયનના કેપ્ટન રોહિત શર્મા હાજર ના હતો. જેના કારણે અનેક પ્રકારની અટકળો શરુ થઇ ગઇ છે. 

જો કે હવે રોહિત શર્મા આ ફોટોશૂટમાં હાજર કેમ ના હતો, તેનુ એક કારણ સામે આવી ગયુ છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, રોહિત શર્મા બીમાર છે અને આ કારણે તે ફોટોશૂટમાં હાજર રહ્યો ના હતો. 

#ફોટોશૂટમાં કોણ કોણ જોવા મળ્યું?
આ ફોટોશૂટમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની, દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નર, લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલ, ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા, પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવન, કોલકાતાના કેપ્ટન નીતીશ રાણા, રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન અને બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ જોવા મળ્યો હતો.

જ્યારે એડન માર્કરામની ગેરહાજરીમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો ભુવનેશ્વર કુમાર આ ફોટોશૂટમાં જોવા મળ્યો હતો. તે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં એડન માર્કરામની જગ્યાએ ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. જ્યારે માર્કરામ નેધરલેન્ડ સામેની સિરિઝ બાદ 3 એપ્રિલે ટીમ સાથે જોડાશે.

Topic | VTV Gujarati


# Rohit સૌથી સફળ કેપ્ટન 
રોહિત શર્માની વાત કરીએ તો તે IPL ઇતિહાસમાં સૌથી કામયાબ કેપ્ટન છે. તેની કેપ્ટનશિપમાં મુંબઇ ઇન્ડિયન્સ 5 વખત IPL ખિતાબ જીતી ચૂકી છે. રોહિત શર્માની કેપ્ટનશિપમાં મુંબઇએ પહેલી વખત વર્ષ 2013 માં IPL નો ખિતાબ જીત્યો હતો. ત્યાર બાદ રોહિત શર્માની કેપ્ટનશિપમાં મુંબઇ ઇન્ડિયન્સે IPL 2015, IPL 2017, IPL 2019 અને IPL 2020ની ટ્રોફી પોતાને નામે કરી હતી. 

# મુંબઇ ઇન્ડિયન્સની Squad
રોહિત શર્મા (C), આકાશ મધવાલ, કેમેરોન ગ્રીન, પીયૂષ ચાવલા, જેન્સન, ટિમ ડેવિડ, રમનદીપ સિંહ, તિલક વર્મા, કુમાર કાર્તિકેય, ઋત્વિક શોકિન, જેસન બેહરેનડોર્ફ, વિષ્ણુ વિનોદ, શમ્સ મુલાની, નેહલ વાઢેરા, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, ટ્રીસ્ટન સ્ટબ્સ, ડેવાલ્ડ બ્રેવિસ, જોફ્રા આર્ચર, અર્જુન તેંડુલકર, અરશદ ખાન.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ