બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / rohit sharma hardik pandya may lead team india ind vs afg t20 series

ક્રિકેટ / હાર્દિક પંડ્યાના ચાહકો માટે ગુડ ન્યૂઝ! T20 સીરિઝ પહેલા આવ્યા મોટા સમાચાર, રોહિત શર્માના ફેન્સને લાગશે ઝટકો

Manisha Jogi

Last Updated: 10:40 AM, 25 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. 11 જાન્યુઆરીથી અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે T20 સીરિઝ શરૂ થઈ રહી છે. રોહિત શર્માના ફેન્સ ફરી એકવાર નારાજ થઈ શકે છે.

  • રોહિત શર્માના ફેન્સ ફરી એકવાર નારાજ થઈ શકે છે
  • હાર્દિક પંડ્યાને MI ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે
  • 11 જાન્યુઆરીથી T20 સીરિઝ શરૂ થશે

હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર આ વાતનો પ્રખર વિરોધ કરવામાં આવ્યો હતો. ફેન્સે મુંબઈ ઈન્ડિયન્સની જર્સી અને ફ્લેગ પણ સળગાવ્યા હતા. ફરી એકવાર આ પ્રકારનો મામલો સામે આવ્યો છે. 

શું છે સમગ્ર મામલો?
11 જાન્યુઆરીથી અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે T20 સીરિઝ શરૂ થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું હતું કે, રોહિત શર્મા ટીમમાં કેપ્ટન તરીકે વાપસી કરી શકે છે. રોહિતે T20 વર્લ્ડ કપ 2022 પહેલા એક પણ T20 ઈન્ટરનેશનલ મેચ રમી નહોતી. રિપોર્ટ્સ અનુસાર હાર્દિક પંડ્યા આ સીરિઝમાં કેપ્ટન તરીકે વાપસી કરી શકે છે. આ કારણોસર રોહિત શર્માના ફેન્સ નારાજ થઈ શકે છે. અફઘાનિસ્તાન સામેની T20 સીરિઝ પછી ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સીરિઝ શરૂ થશે, ત્યારપછી IPL અને ત્યારપછી T20 વર્લ્ડ કપ રમાશે. 

T20 કેપ્ટનશીપ રેકોર્ડ: હાર્દિક vs રોહિત
રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતે 51 મેચ રમી છે અને તેમાંથી 39 મેચમાં જીત મેળવી છે અને 12 મેચ હારી ગયા છે. T20 ઈન્ટરનેશનલ મેચમાં રોહિત શર્માનો જીતવાનો ચાન્સ 76.7 ટકા રહ્યો છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ભારતે 16 મેચ રમી છે અને તેમાંથી 10 મેચમાં જીત મેળવી છે અને 5 મેચ હારી ગયા છે. T20 ઈન્ટરનેશનલ મેચમાં હાર્દિક પંડ્યાનો જીતવાનો ચાન્સ 65.6 ટકા રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ