બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Rohit Sharma Back As Mumbai Indians Captain?': Internet On Overdrive As Injury May Rule Out Hardik Pandya Of IPL 2024

ક્રિકેટ / રોહિત શર્મા MIના કેપ્ટન તરીકે પાછો આવ્યો? સોશિયલ મીડિયામાં પૂર, હિટમેનને તક આપતું બન્યું

Hiralal

Last Updated: 02:59 PM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈજાને કારણે મુંબઈ ઈન્ડીયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા આઈપીએલમાંથી બહાર થઈ શકે આવા કિસ્સામાં રોહિત શર્મા ફરી કેપ્ટન બની શકે છે.

  • ઈજાને કારણે મુંબઈ ઈન્ડીયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા આઈપીએલમાંથી થઈ શકે બહાર 
  • હાર્દિક પંડ્યાની એક્ઝિટ રોહિત શર્માને ફરી અપાવી શકે કેપ્ટનનો તાજ 
  • હાર્દિક પંડ્યાની ઈજા ઘણી ગંભીર હોવાનો રિપોર્ટ 

ગંભીર ઈજાને કારણે મુંબઈ ઈન્ડીયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા આઈપીએલમાંથી બહાર થઈ શકે છે. જો હાર્દિક બહાર થઈ શકે તો તેવા કિસ્સામાં રોહિત શર્મા ફરી મુંબઈ ઈન્ડીયન્સનો કેપ્ટન બની શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, હાર્દિકને થયેલી ઈજા ઘણી ગંભીર છે અને આવા કિસ્સામાં તે આઈપીએલમાંથી બહાર થઈ શકે છે. એટલે રોહિત શર્માને મુંબઈ ઈન્ડીયન્સના કેપ્ટન બનાવવાનું ચાહકોનું સપનું પુરુ થઈ શકે છે. સૂત્રોએ પુષ્ટિ કરી છે કે હાર્દિક આઈપીએલની સાથે સાથે અફઘાનિસ્તાન સામેની T20I શ્રેણી પણ ચૂકી શકે તેવા સમાચાર છે. મુંબઈ ઈન્ડિયન્સનો નવો કેપ્ટન હાર્દિક આઈપીએલ સુધી ફિટ થઈ શકે તેવી નહિવત શક્યતા છે. જો આવું થાય તો ટીમ ઈન્ડીયા અને MI બંને માટે મોટો ફટકો હોઈ શકે છે. 

ચાહકોનું સપનું પુરુ થાય ખરું
જ્યારથી રોહિત શર્માને મુંબઈ ઈન્ડીયન્સના કેપ્ટન પદેથી હટાવાયો છે ત્યારથી ચાહકો ખૂબ ગુસ્સે છે અને રોહિતને ફરી કેપ્ટન બનાવાય તેવી તેમની પ્રબળ લાગણી છે. પરંતુ હવે ચાહકોનું સપનું પુરુ થાય તેવા સંજોગો બન્યાં છે. 

હાર્દિકની ઈજા ખૂબ ગંભીર
હાર્દિક પંડ્યાને થયેલી ઈજા ઘણી ગંભીર છે અને આવા કિસ્સામાં તે આઈપીએલમાંથી હટી શકે છે. જોકે સત્તાવારા રીતે હજુ કંઈ કહેવાયું નથી પરંતુ આગામી સમયમાં તેની પુષ્ટિ થઈ શકે છે. 

IPL 2024 માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં કોણ કોણ ? 
હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, ડેવાલ્ડ બ્રુઈસ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, તિલક વર્મા, ટિમ ડેવિડ, વિષ્ણુ વિનોદ, અર્જુન તેંડુલકર, શમ્સ મુલાની, નેહલ વાધેરા, જસપ્રિત બુમરાહ, કુમાર કાર્તિકેય, પીઆઈ. ચાવલા, આકાશ મધવાલ, જેસન બેહરનડોર્ફ, હાર્દિક પંડ્યા, રોમારિયો શેફર્ડ, ગેરાલ્ડ કોએત્ઝી, દિલશાન મધુશંકા, શ્રેયસ ગોપાલ, નમન ધીર, અંશુલ કંબોજ, નુવાન તુશારા, મોહમ્મદ નબી, શિવાલિક શર્મા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ