બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ગુજરાત / અમદાવાદ / Robotic Cafe at Vastrapur, Ahmedabad

રોબોટ કાફે / અમદાવાદીઓ રોબોટના હાથે ચા નાસ્તો કરવા થઈ જાઓ તૈયાર, ફુલ્લી ઈનોવેટિવ જગ્યાની મુલાકાત લઈ કહેશો જલસો પડી ગયો

Vishnu

Last Updated: 04:59 PM, 13 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેક ઇન ઈન્ડિયાના ઉદેશ્યથી અમદાવાદના  એન્જિનિયરે ત્રણ વર્ષની મહેનત બાદ વસ્ત્રાપુર ખાતે સપૂર્ણ ફુલ્લી ઓટોમેટિક રોબોટ કાફે બનાવ્યું છે.

  • અમદાવાદમાં વધુ એક રોબોટિક કેફે
  • ગ્રાહકોના ઓર્ડર રોબોટ જ લેશે
  • ઓર્ડર પ્રમાણે સામગ્રી પણ રોબોડ પુરૂ પાડશે

ખાણીપીણીના શોખીન તરીકે ઓળખાતું શહેર એટલે  અમદાવાદ અને હવે અમદાવાદીઓને ખાણીપીણી મોજ કરાવશે રોબોટ. તમે જે વાંચ્યું તે સાચું છે  તમને જણાવી દઈએ કે અમદાવાદમાં રોબોટ કેફે બનાવવામાં આવ્યું છે કદાચ પ્રથમવાર હવે કેફેમાં જાહેર દુકાનોની વચ્ચે આવું ફુલ્લી ટેકનોલોજી ધરાવતું કેફે બન્યું છે કેવું છે આ ફુલ્લી ઓટોમેટીક  કેફેની અનેક વિશેષતાઓ છે.

કયા આવેલી છે ઈનોવેટિવ જગ્યા?
અમદાવાદ ના  વસ્ત્રાપુર લેક પાસે રોબોટ કેફે બનાવવામાં આવ્યું છે  જે  રોબોટ કેફેમાં ઓટોમેટિક ભેલ, પફ, સમોસાં, ચા કોફી અને પાણીપૂરીનું મશીન પણ લગાવવામાં આવ્યું છે. કેફેનું એક કાર્ડ કસ્ટમરને આપવામાં આવશે, જેમાં ઓનલાઇન બેલેન્સ કરાવવાનું રહેશે. કાર્ડ આ મશીન પાસે સ્કેન કરવાથી અથવા કાર્ડ સ્વાઈપ કરાવીને કોઈનના ઉપયોગથી પફ, સમોસાં, ભેલ, પાણીપૂરી મેળવી શકાય છે. પાણીપુરીમાં અલગ અલગ પાણી પણ કોઈના સંપર્ક વિના સેન્સર દ્વારા મળશે. 

ફુલ્લી ઓટોમેટિક કેફમાં ચા નાસ્તો કરાવશે રોબોટ 
આ રોબોટિક કેફેમાં મોટા ભાગની વસ્તુઓ રોબોટ અથવા ઓટોમેટિક મશીનથી બનાવવામાં આવે છે. જેથી કેફેનું નામ રોબોટ કેફે આપવામાં આવ્યું છે. કેફેમાં પ્રવેશતાં જ ટેબલ પર બેસીને કોઈને ઓર્ડર લખવાની જગ્યાએ બાર કોર્ડ સ્કેન કરીને ઓર્ડર આપવાનો રહેશે. ઓર્ડર આપ્યા બાદ રોબોટ સુધી ઓર્ડર પહોંચશે, એ બાદ કેફેમાં રહેલી વ્યક્તિ ઓર્ડર આપેલી વસ્તુઓ મશીન દ્વારા તૈયાર કરશે, એ બાદ રોબોટ એને સર્વ કરશે.

રોબોટ તમારા પ્રશ્નોના જવાબો પણ આપશે
મેરા દેશ બદલ રહા હૈ આગે બઢ રહા હૈ આ જ ઉદ્દેશ્ય સાથે મેક ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટ સાથે અમદાવાદી યુવાન દ્વારા આ સુંદર રોબોટ કેફે  બનાવવામાં આવ્યું છે  અમદાવાદી એન્જિનિયરે પોતાના યુનિક આઈડિયાથી શહેરમાં એક એવી કેફે બનાવી છે જે બહારથી જોતા તો સમાન્ય કેફે જેવી જ છે પરંતુ અંદર પ્રવેશ્તા જ ગ્રાહકોને અલગ જ નજારો જોવા મળશે. આ કેફેમાં માણસો નહીં પણ રોબોટ જ રોબોટ જોવા મળશે. ઓર્ડર લેવાથી લઈને નાસ્તો સર્વ કરવા સુધી માટે અલગ-અલગ રોબોટ છે. મજાની વાત એ પણ છેકે, આ રોબોટ તમારા પ્રશ્નોના જવાબો પણ આપશે.  આ 'રોબોટ કેફે'ની VTVની ટીમે મુલાકાત લીધી હતી અને કેફેના માલિક સાથે ખાસ વાતચીત કરી હતી. 

ત્રણ  વર્ષની મહેનત બાદ અમદાવાદી એન્જિનિયરે જાતે જ બનાવ્યો રોબોટ
આ કેફેમાં આવનાર ગ્રાહકોને કોઈ પણ પ્રકારના વાયરસ કે ગંદકી કે પછી કોઈ પણ પ્રકારના ફૂડ ટેસ્ટનો અલગ અનુભવ ન થાય માટે મશીન જ ફૂડ બનાવશે અને રોબોટ જ સર્વ કરશે ત્યારે ગ્રાહક માટેનો આ પહેલો અનુભવ ખૂબ જ સારો રહ્યો હતો. મેડ ઇન ઇન્ડીયાના ઉદેશ્ય સાથે બનેલું ફુલ્લી ઓટોમેટીક રોબોટ કેફે જે બદલાતા આધુનિક ભારત ની અનુભૂતિ કરાવશે અને આત્મનિર્ભરનો મેસેજ પણ આ કેફે દ્વારા પૂરો પાડવામાં આવી રહ્યો છે  આ અમદાવાદી યુવાની ત્રણ  વર્ષની મહેનત બાદ પોતે જ બનાવેલા રોબોટ એક નવા જ ઉદેશ્ય સાથે નવી સિદ્ધિઓ પાર કરવા જઈ રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ