બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / રાજકોટ / Rivers flowing in Jamnagar villages, water rushing up to 3 feet in markets, these pictures are proof.

મેઘતાંડવ! / જામનગરના ગામડાંઓ નદીઓ વહી, બજારોમાં 3 ફૂટ સુધી ધસમસતા પાણી, આ તસવીરો છે સબૂત

Vishal Khamar

Last Updated: 06:55 PM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે જામનગરમાં છેલ્લા 12 કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબકતા શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારે વરસાદી પાણી લોકોનાં ઘરમાં ઘુસી ગયા હતા.

  • જામનગરમાં છેલ્લા 12 કલાકમાં 11 ઇંચ વરસાદ 
  • 11 ઈંચ વરસાદથી શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ
  • શહેરનાં અનેક વિસ્તારો લોકોનાં ઘરોમાં પામી ઘુસ્યા

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે જામનગરમાં છેલ્લા 12 કલાકમાં 11 ઈંચ વરસાદ નોંધાયો છે.  રાત્રીનાં બે વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ત્યારે 11 ઈંચ વરસાદમાં જ શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસ્યા છે. નવાગામ, ઘેડ, ગોકુલનગર, મોમાઈ નગરમાં પાણી ભરાયા છે. બેડીગેઈટ અને કાલાવડ નાકા બહારનાં વિસ્તારોમાં પાણી ઘુસ્યા છે. ભીમવાસાં ઘરમાં પાણી ભરાવવાની વર્ષોની સમસ્યાનો હજુ પણ ઉકેલ આવ્યો નથી. જેથી લોકોનાં ઘરમાં પાણી ઘુસી ગયા હતા.

એક કિશોરનું પાણીમાં ડૂબી જવાથી મોત 
જામનગરનાં  ગુલાબનગરમાં અખાડા ચોક પાસે બે કિશોર પાણીમાં તણાયા હતા.  જેમાં એક કિશોરનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. યશ વિજય પરમાર નામનાં 11 વર્ષનાં બાળકનું મોત થયું હતું. ગુલાબનગરનાં વાઝાવારામાં રહેતા યશનું મોત થયું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જીજી હોસ્પિટલ લઈ જવાયો હતો.

વરસાદને કારણે આબરા ગામનો સંપર્ક કપાયો
જામનગરમાં ભારે વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે. ત્યારે વરસાદને કારણે આબરા ગામનો સંપર્ક કપાયો છે. તેમજ ઘણાં લાંબા સમયથી પુલની કામગીરી ચાલતી હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં આબરા, જીવાપર, દોઢિયા સહિતનાં ગામોનાં લોકો ફસાયા હતા. પુલની કામગીરીને કારણે 5 ગામનાં લોકો ફસાયા છે. 

ભારે વરસાદને કારણે વાહનો પણ પાણીમાં ગરકાવ
જામનગરનાં ભીમવાસ વિસ્તારમાં બાણી ભરાયા હતા. વોર્ડ નં. 4 નાં કોર્પોરેટર રચનાં નંદાણીયાનાં ઘરમાં પાણી ઘૂસ્યા હતા. ભારે વરસાદને કારણે વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. મનપાની પ્રિ-મોન્સુન કામગીરી સામે સવાલ ઉઠ્યા હતા. 

અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી
જામનગરની સત્યમ કોલોની પાસેનાં અંડરપાસમાં પાણી ભરાયા હતા. પાણી ભરાતા અંડરવાસમાં કાર ફસાઈ હતી. અંડરપાસમાંથી કારને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.  

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ