ઋતુરાજ ગાયકવાડે અમદાવાદમાં રમાયેલી ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્ર સામે 131 બોલમાં સાત ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 108 રનની કેપ્ટનશીપની ઇનિંગ રમી હતી.
ઋતુરાજ ગાયકવાડના બેટમાંથી રન અટકવાના નામ નથી લઈ રહ્યા
વિજય હજારે ટ્રોફીની આ સિઝનમાં ઋતુરાજની આ ચોથી સદી
વિજય હજારે ટ્રોફીમાં અત્યાર સુધી ઋતુરાજની 12મી સદી
વિજય હજારે ટ્રોફીમાં મહારાષ્ટ્રના બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડના બેટમાંથી રન અટકવાના નામ નથી લઈ રહ્યા. ઋતુરાજ ગાયકવાડે અમદાવાદમાં રમાયેલી ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્ર સામે 108 રનની કેપ્ટનશીપની ઇનિંગ રમી હતી અને આ ઇનિંગમાં તેને 131 બોલમાં સાત ચોગ્ગા અને ચાર છગ્ગા પણ ફટકાર્યા હતા.
વિજય હજારે ટ્રોફીની આ સિઝનમાં ઋતુરાજની આ ચોથી સદી
જણાવી દઈએ કે પાંચ મેચ માંથી છેલ્લા ટ્રાન મેચમાં તેને સદી ફટકારી છે. આ પહેલા ઋતુરાજે ક્વાર્ટર ફાઈનલ મેચમાં ઉત્તર પ્રદેશ સામે 220 રનની શાનદાર ઈનિંગ રમી હતી, એ પછી સેમી ફાઈનલ મેચમાં પણ ઋતુરાજે આસામ સામેની સેમીફાઈનલ મેચમાં 168 રન બનાવ્યા હતા. ઋતુરાજે આ સિઝનમાં પાંચ મેચમાં 220ની એવરેજથી કુલ 660 રન બનાવ્યા છે. જો કે ઋતુરાજે પણ ઓપનિંગ મેચમાં રેલવે સામે 124 રનની ઇનિંગ રમી હતી. એટલે કુલ ગણતરી મુજબ વિજય હજારે ટ્રોફીની આ સિઝનમાં ઋતુરાજની આ ચોથી સદી છે.
2⃣2⃣0⃣* in Quarterfinal
1⃣6⃣8⃣ in Semi-final
💯 up & going strong in the #Final
What a sensational run of form this has been for Maharashtra captain @Ruutu1331! 🙌 🙌
વિજય હજારે ટ્રોફીમાં અત્યાર સુધી ઋતુરાજની 12મી સદી
આ પહેલીવાર નથી જ્યારે ઋતુરાજે વિજય હજારે ટ્રોફીની કોઈપણ સિઝનમાં ચાર સદી ફટકારી હોય. ઋતુરાજે છેલ્લી સિઝનમાં પણ આવું પરાક્રમ કર્યું હતું. જણાવી દઈએ કે એક સિઝનમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ નારાયણ જગદીશનના નામે છે, જેમણે વર્તમાન ટૂર્નામેન્ટમાં કુલ પાંચ સદી ફટકારી હતી. જો કે ખાસ ધ્યાન આપવાનું રહ્યું કે વિજય હજારે ટ્રોફીમાં આ તેની 12મી સદી છે. અમદાવાદમાં રમાયેલી ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્ર સામેની આ સદી ફટકારીને ઋતુરાજે વિજય હજારે ટ્રોફીના ઈતિહાસમાં સૌથી વધુ સદી નોંધાવવાનો રેકોર્ડ પણ તોડ્યો છે. જણાવી દઈએ કે અંકિત બાવને અને રોબિન ઉથપ્પાએ 11-11 સદી સાથે અગાઉનો રેકોર્ડ બનાવ્યો હતો.
વિજય હઝારે ટ્રોફીની એક જ સિઝનમાં સૌથી વધુ સદી -
5 નારાયણ જગદીશન (2022)
4 વિરાટ કોહલી (2008-09)
4 પૃથ્વી શો (2020-21)
4 ઋતુરાજ ગાયકવાડ (2022)
4 દેવદત્ત પડીક્કલ (2021)
220*(159) in Quarter-Final
168(126) in Semi-Final
108(131) in final