બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Rickshaw driver's honesty was honored by Vastrapur police

દરિયાદિલી / અમદાવાદના રિક્ષાચાલકની ઈમાનદારી! કર્યું એવું માનવતાભર્યું કામ કે પોલીસે પણ કર્યું સન્માન

Khyati

Last Updated: 10:43 AM, 21 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચારેતરફ નૈતિકતાનું પતન થઇ રહ્યું હોવાના સમાચારો વચ્ચે અમદાવાદમાં એક રિક્ષા ડ્રાઇવરે પ્રામાણિકતાની અનોખી મિસાલ આપી

  • પ્રમાણિક્તાની કુદરત કદર કરે છે
  • અમદાવાદના રિક્ષા ડ્રાઇવરે રજૂ કરી અનોખી મિસાલ
  • પોલીસે શેખ મુઝફ્ફરની પ્રમાણિકતાને બિરદાવી

નૈતિકતા, પ્રમાણિકતા, ઉદારતા, માનવતા, આ બધુ કળિયુગમાં બહુ ઓછુ સાંભળવા મળે. ભ્રષ્ટાચારથી ખદબદતી સિસ્ટમ વચ્ચે આ બધુ ભાગ્યે જ જોવા મળે.  લૂંટ, છેતરપિંડી જેવી અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ વધી ગઇ છે ત્યારે આપણને એવું લાગે કે આ દુનિયામાં માનવતા મરી પરવારી છે. પરંતુ અમદાવાદના એક રિક્ષા ડ્રાઇવરે ખરેખર કાબિલેદાદ કામગીરી કરી છે. 

વિદેશથી આવેલો યુવક રિક્ષામાં ભૂલી ગયો બેગ

શહેરમાં મોટા પ્રમાણમાં લોકો વિદેશમાં અભ્યાસ અને નોકરી કરે છે. અત્યારે કોરોનાના કેસ ઓછા થયા હોવાથી તેઓ પોતાના વતન આવી રહ્યા છે. ત્યારે આવી જ રીતે એક  યુવક પણ દુબઇથી પોતાના ઘરે પરત આવ્યો.. પરંતુ પોતાના સામાનની એક બેગ તે રિક્ષામાં જ ભૂલી ગયો.  આપણા ઘરે આવતા હોઇએ  ત્યારે આપણી પાસે કિમતી સામાન શું ન હોય ? લેપટોપ, ફોન સહિત ઘણી બધી વસ્તુઓ. ત્યારે આવી જ કિંમતી બેગ તે યુવક રિક્ષામાં ભૂલી ગયો અને પછી તો જે જીવ અધ્ધર થઇ ગયો. ટેન્શનનો પાર ન રહ્યો. પરંતુ  અંહી રિક્ષા ચાલકની પ્રમાણિકતાને લીધે યુવકને તેનો કિમતી સામાન પાછો મળી ગયો.

17 ફેબ્રુઆરીએ દુબઇથી આવ્યો હતો યુવક

આ વાત છે અમદાવાદની. અમદાવાદ એરપોર્ટ પરથી સચિન ઠકવાની નામનો યુવક 17 ફેબ્રુઆરીએ દુબઇથી પરત ફર્યો હતો. તે રિક્ષામાં પોતાના ઘરે જઇ રહ્યો હતો.  જો કે એક બેગ તે રિક્ષામાં જ ભૂલી ગયો. પરંતુ ભલુ થાય તે પેલા રિક્ષાવાળાનું. વેજલપુર-જુહાપુરામાં રહેતા અને રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા શેખ મુઝફ્ફરે જોયુ કે બેગ રિક્ષામાં જ રહી ગઇ છે.  

રિક્ષા ચાલકની પ્રમાણિકતાને સલામ 

આ બેગમાં લેપટોપ, મોબાઇલ, કાંડા ઘડિયાળ સહિતનો કિંમતી સામાન હતો. દુબઇમાં નોકરી કરતા સચિન ઠકવાની પોતાનો આ કિંમતી સામાન 17 ફેબ્રુઆરીએ રિક્ષામાં ભૂલી ગયા હતા અને ઘણાં પરેશાન હતાા અને તેમણે વસ્ત્રાપુર પોલિસનો સંપર્ક કર્યો હતો. પોલિસે સીસીટીવી દ્વારા રિક્ષાના નંબરના આધારે શેખ મુઝફ્ફરનો સંપર્ક કર્યો ત્યારે તેણે જણાવ્યું કે એ બેગ તેણે પહેલાં જ સોલા પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દીધી છે

રિક્ષા ચાલકનું કર્યું સન્માન

વસ્ત્રાપુર પોલીસે રવિવારે શેખ મુઝફ્ફરને બોલાવીને તેમના જ હસ્તે સચિનનો સામાન પરત અપાવ્યો હતો. આટલુ જ નહી વસ્ત્રાપુર પોલીસે રિક્ષા ડ્રાઇવરનું સન્માન પણ કર્યું હતું. સચિન ઠકવાની પરિવારે પણ રિક્ષા ડ્રાઇવરની પ્રામાણિકતાની કદર કરીને તેને ઇનામ આપ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ