બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Religious places will be opened in Maharashtra from the 7th

મહારાષ્ટ્ર / ખુશખબર: આ તારીખથી શિરડી અને સિદ્ધિવિનાયક મંદિર ખોલવામાં આવશે, ઉદ્ધવ સરકારે આપ્યું મોટું નિવેદન

Ronak

Last Updated: 04:34 PM, 5 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા 7 તારીખથી શિરડી મંદિર અને સિદ્ધિવિનાયક મંદીર સહીતના બધાજ ધાર્મિક સ્થળો ખોલવામાં આવશે. જેથી ભક્તોમાં આનંદ જોવા મળી રહ્યો છે.

  • મહારાષ્ટ્રમાં 7 તારીખથી ધાર્મિક સ્થળો ખોલવામાં આવશે 
  • શિરડી અને સિદ્ધિવિનાયકનું મંદિર પણ ખોલવામાં આવશે
  • મંદિરો ખુલતા ભક્તોમાં આનંદનો માહોલ 

દેશમાં કોરોના સંક્રમણને કારણે સરકાર દ્વારા ઘણા બધા પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા હતા. જોકે હજુ પણ ઘણા રાજ્યોમાં અમુક પ્રતિબંધો યથાવત રાખવામાં આવ્યા છે. ધીરે ધીરે હવે બજારો, મોલ અને ધાર્મિક સ્તળોને ખોલવામાં આવી રહ્યા છે. ત્યારે હવે મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ મોટા પ્રમાણમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. 

7 ઓક્ટોબરથી ધાર્મિક સ્થળો ખુલશે 

ઉદ્ધવ સરકાર દ્વારા 7 ઓક્ટોબરથી ધાર્મિક સ્થળોને ખોલવાના આદેશ આપવામાં આવ્યા છે. જેથી શ્રદ્ધાળુઓ હવે શિરડી મંદિર, સિદ્ધિવિનાયક મંદિર, મુંબા દેવી મંદિર  વગેરે મદિરોમાં દર્શન કરવા જઈ શકશે. જોકે મંદિરે દર્શન કરવા જાય ત્યારે ભક્તોએ ખાસ કરીને કોરોના પ્રોટોકોલનું પાલન કરવું પડશે. 

મુખ્યમંત્રી કાર્યાલયે આપી મોટી માહિતી 

આ માહિતી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યલાય તરફથી આપવામાં આવી છે. આપને જણાવી દીએ કે ભાજપ દ્વારા લાંબા સમયથી ધાર્મિક સ્થળોને ખોલવાની માગ કરવામાં આવી રહી હતી. સાથેજ તેમણે આ મુ્દ્દે ઉદ્ધવ ઠાકરેની સરકાર સામે પ્રદર્શન પણ કર્યું હતું. 

મહારાષ્ટ્રમાં હવે પ્રતિબંધો હટી રહ્યા છે 

ઉલ્લેખનીય છે કે દેશમાં સૌથી વધારે કોરોના સંક્રમણ મહારાષ્ટ્રમાં ફેલાયું હતું. જેને લઈને શિવસેના સરકાર દ્વારા સંક્રમણને કાબૂમાં રાખવા કડક નિયમો રાખવામાં આવ્યા હતા. જે નિયમો સરકાર હજુ પણ યથાવત રાખ્યા છે. જોકે ધીરે ધીરે સંક્રમણ ઘટના મહારાષ્ટ્ર સરકાર દ્વારા હવે બધા પ્રતિબંધો હટાવામાં આવી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ