બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / religion angarki chaturthi 2021 date importance puja vidhi shubh tithi ganesh chaturthi

પૂજાવિધી / આવતીકાલે વિઘ્નહર્તાની કૃપા મેળવવાનો ખૂબ જ ખાસ દિવસ, આ રીતે કરો પૂજા, આખા વર્ષનું મળશે ફળ

Premal

Last Updated: 06:18 PM, 22 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલે માર્ગશીર્ષ કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ અને મંગળવારનો દિવસ છે. ચતુર્થી તિથિ રાત્રે 12 વાગ્યાને 55 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ પાંચમ થઇ જશે. આ સાથે સંકટ ચતુર્થી શ્રી ગણશે ચતુર્થીનુ વ્રત છે. આ સાથે મંગળવારના દિવસે હોવાથી તેને અંગારકી ચતુર્થી પણ કહેવામાં આવે છે.

  • આવતીકાલે સંકટ ચતુર્થી
  • આ દિવસે ભગવાન ગણેશજીની કરાય છે પૂજા
  • વ્રત રાખવાથી દરેક મનોકામના થાય છે પૂર્ણ

ગણેશજી દેવોમાં પ્રથમ પૂજનીય

આચાર્ય મુજબ, ભગવાન ગણેશ દરેક દેવોમાં પ્રથમ પૂજાય છે અને વિધ્ન નાશક છે. ભગવાન ગણેશને બુદ્ધી, સમૃદ્ધી અને સૌભાગ્યના દેવ તરીકે પૂજવામાં આવે છે. ગણેશજીની ઉપાસના કરવાથી તાત્કાલિક તમારા દુ:ખોનો વિનાશ થાય છે. આ દિવસે વ્રત રાખવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. વ્યક્તિને માનસિક અને શારીરીક કષ્ટોમાંથી છૂટકારો મળે છે.

દેવામાંથી મળશે છૂટકારો

અંગારકી ચતુર્થીનું વ્રત દેવામાંથી છૂટકારો મેળવવા માટે કારગત માનવામાં આવે છે. પછી તે કોઈ પણ પ્રકારનું દેવુ હોય, મકાન, બિઝનેસ સાથે જોડાયેલુ દેવુ કે પછી પર્સનલ લોન. મહત્વનું છે કે, મંગળવારના દિવસે ચતુર્થીનો આ સંયોગ અત્યંત શુભ અને સિદ્ધી પ્રદાન કરનારો માનવામાં આવે છે. 

અંગારકી ગણેશ ચતુર્થીનું શુભ મૂહુર્ત

ચતુર્થી તિથિ આરંભ- 22 નવેમ્બર રાત્રે 10 વાગ્યેને 27 મિનિટથી શરૂ
ચતુર્થી તિથિ સમાપ્ત- 23 નવેમ્બર 2021ને રાત્રે 12 વાગ્યેને 55 મિનિટ સુધી
ચંદ્રોદયનો સમય છે- રાત્રે 8 વાગ્યેને 11 મિનિટે

ગણેશ ચતુર્થીની પૂજાવિધિ

આ દિવસે ભગવાન ગણેશનું વ્રત કરીને વિધિવત રીતે પૂજા કરવાથી આખા વર્ષની ચતુર્થીનું મળતુ ફળ આ ચતુર્થીમાં મળે છે. એટલેકે જે જાતક આખુ વર્ષ ચતુર્થીનું વ્રત ના કરે તેણે આ વિશેષ સંયોગનો લાભ લેવો જોઈએ. જેનાથી તમારા જીવનમાં ક્યારેય કોઈ દુ:ખ અથવા અવરોધ આવશે નહીં.

ભગવાન ગણેશનું ધ્યાન ધરો

બહ્મ મૂહુર્તમાં ઉઠીને દરેક કામ પતાવીને સ્નાન કરો. ત્યારબાદ ગણપતિનું ધ્યાન ધરો. ત્યારબાદ એક બાજોટ પર સ્વચ્છ પીળા રંગનું કપડું પાથરો. આ કપડાં પર ભગવાન ગણેશજીની મૂર્તિ રાખો. હવે ગંગાજળ છાંટો અને આખા સ્થાનને પવિત્ર કરો. ત્યારબાદ ગણપતિને ફૂલની મદદથી જળ અર્પણ કરો. ત્યારબાદ રોલી, કંકુ અને હળદરમાં ભેળવેલા ચોખા (અક્ષત) અને ચાંદીનું વર્ક લગાવો. ત્યારબાદ લાલ રંગનું પુષ્પ, જનોઈ, પાનમાં સોપારી, લવિંગ ઈલાયચી અને કોઈ મિઠાઈ રાખીને ચઢાવો. બાદમાં નારીયેળ અને પ્રસાદમાં લાડું અર્પણ કરો. ગણેશજીને દક્ષિણા અર્પણ કરી તેમને 21 લાડુંનો ભોગ અર્પણ કરો. બધી સામગ્રી ચઢાવ્યાં બાદ ધૂપ, દીવો અને અગરબતી પ્રગટાવી ભગવાન ગણેશની આરતી કરો. ત્યારબાદ આ મંત્રનો જાપ કરો.

વક્રતુન્ડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ |
નિર્વિધ્નં કુરૂ મે દેવ સર્વેકાર્યેષુ સર્વદા ||

અથવા પછી ઓમ શ્રી ગં ગણપતયે નમ:નો જાપ કરો

છેલ્લે ચંદ્રને જોઈને મૂહુર્તમાં પ્રાર્થના કરને પોતાનું વ્રત પૂર્ણ કરો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ