બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Relief from demonetisation flour will be cheaper government will sell wheat in the open market

નિર્ણય / મોધવારીમાંથી રાહત, સસ્તો થશે લોટ, સરકાર ખુલ્લા બજારમાં વેચશે ઘઉં

Kishor

Last Updated: 11:32 PM, 26 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે ઘઉં અને લોટના ભાવમાં ઘટાડો લાવવા માટે 30 લાખ ટન ઘઉ ખુલ્લા બજારમાં વેચવાનું નક્કી કર્યું છે. જેને લઈને ભાવ ઘટી શકે છે.

  • ઘઉ અને લોટના ભાવમાં ઘટાડો થવાની શકયતા 
  • સરકાર દ્વારા 30 લાખ ટન ઘઉ ખુલ્લા બજારમાં વેચવા નિર્ણય

હાલ તમામ વસ્તુઓના ભાવ આભને આંબતા હોવાથી મોંઘવારી બોકાસો બોલાવી રહી છે ત્યારે આવી સ્થિતિ વચ્ચે રાહત રૂપ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં લોટના ભાવમાં ઘટાડો થવાની શકયતા સેવાઇ રહી છે. ફ્લોર મિલ્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, ખુલ્લા બજારમાં 30 લાખ ટન ઘઉં વેચવાના સરકારના નિર્ણયને પરિણામે ઘઉં અને લોટના ભાવમાં પ્રતિ કિલો 5 થી 6 રૂપિયાનો ઘટાડો કરવામાં આવી શકે છે.

Topic | VTV Gujarati


30 લાખ ટન ઘઉંનું ખુલ્લા બજારમાં વેચાણ થશે

ઘઉં અને ઘઉંના લોટના વધતા ભાવને લઈ કેન્દ્ર સરકારે તેના બફર સ્ટોકમાંથી 30 લાખ ટન ઘઉંનું ખુલ્લા બજારમાં વેચાણ અંગે જાહેરાત કરી હતી. ખાદ્ય નિગમ દ્વારા FCI મકરફતે બે મહિનામાં ઘઉંનું વેચાણ થશે. જ્યારે ઘઉં ઈ-ઓક્શન દ્વારા જથ્થાબંધ વેપારીઓને જેમ કે લોટ મિલના માલિકોને પણ વેચવામાં આવી શકે છે. FCI ઘઉં જાહેર ક્ષેત્રના એકમો, સહકારી સંસ્થાને વેચવામા આવશે. તેને દળીને લોટ બનાવ્યા બાદ જે રૂ. 29.50માં ગ્રાહક સુધી પહોંચવો જોઈએ. ખાદ્ય નિગર ભંડારNCCF,NAFEDને રૂ.23.50 પ્રતિ કિલોના દરે વેચશે.

કોરોનાકાળમાં ઈમ્યુનિટી વધારવા માટે કયો લોટ ખાવો યોગ્ય રહેશે જાણો | Find out  which flour should be eaten to boost immunity

રોલર ફ્લોર મિલર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ આ નિર્ણય આવકાર્યો

આ મામલે રોલર ફ્લોર મિલર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (RFMFI)ના પ્રમુખ પ્રમોદ કુમારે કહ્યું હતું કે, સરકારના આ પગલાને અમે આવકારીએ છીએ. આ નિર્ણય એક મહિના પહેલા જ લેવાની આવશક્યતા હતી. જેને લઈને જથ્થાબંધ અને છૂટક કિંમતો ટૂંક સમયમાં ભાવ ઘટી શકે છે. સરકારી આંકડામાં જણાવ્યા અનુસાર, મોટા શહેરોમાં અગાઉ ઘઉંની સરેરાશ કિંમત રૂ. 33.43  કિલો રાખવામાં આવી હતી. વધુમાં ગયા વર્ષે આ સમયે રૂ. 28.24 પ્રતિ કરાઈ હતી. ત્યારબાદ ઘઉંના લોટની સરેરાશ કિંમત 37.95 રૂપિયા પ્રતિ કિલો જણાઈ હતી, જે ગયા વર્ષે સમાન સમયે 31.41 રૂપિયા પ્રતિ કિલો એ પહોંચી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ