બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Recruitment will be done for the vacancies of Secondary Service Selection Board in the state

જાણવું જરૂરી / સરકારી ભરતીની તૈયારી ચાલુ જ રાખજો, ગૌણ સેવામાં આ મોટી ભરતીઓનો સળવળાટ, ખાલી જગ્યાઓ માટે 15 મે ડેડલાઇન

Dinesh

Last Updated: 10:02 PM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળની ખાલી જગ્યા જેવી કે, સિનિયર ક્લાર્ક, ક્લાર્ક, જુનિયર ક્લાર્કની 5 હજાર 400થી વધુ જગ્યા પર ભરતી કરવામાં આવશે

  • ખાલી જગ્યા માટે ભરતી કરાશે
  • 5 હજાર 400થી વધુ જગ્યા પર ભરતી
  • વિવિધ વિભાગો પાસે વિગતો મંગાવી


કમ્પેરેટીવ એક્ઝામની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ ખાલી જગ્યા માટે ભરતી કરવામાં આવશે જેમાં સિનિયર ક્લાર્ક, ક્લાર્ક, જુનિયર ક્લાર્કની 5 હજાર 400થી વધુ જગ્યા પર ભરતી કરવામાં આવશે.

ખાલી જગ્યાઓની વિગતો 15 મે સુધી આપવાની તાકીદ
ગૌણ સેવા પસંદગી મંડળે વિવિધ વિભાગો પાસે ખાલી જગ્યાની વિગતો મંગાવી છે. ખાલી જગ્યાઓની વિગતો 15 મે સુધી આપવાની તાકીદ કરવામાં આવી છે. પાપ્ત વિગતો મુજબ ગૌણ સેવા પસંદગી મંડળ ઓગસ્ટ અથવા સેપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા યોજી શકે છે જે માટે ખાલી જગ્યાઓની વિગતો 15 મેં સુધી આપી દેવા તાકિદ કરવામાં આવી છે. સૂત્રો પાપ્ત વિગતો એવી છે કે,  પ્રથમ વખત સમાન લાયકાતની પરીક્ષાઓ એક જ કરવાની વિચારણા ચાલી રહી છે.

પોલીસ ખાતામાં નવી 8 હજાર જગ્યાઓ પર ભરતી કરાશે
ગૃહ વિભાગ દ્વારા પણ આ વર્ષે પોલીસ ખાતામાં નવી 8 હજાર જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ અંગેની જાહેરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ખાતામાં ભરતી મામલે સૌથી મોટી જાહેરાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ગૃહ વિભાગ આ વર્ષે નવી 8 હજાર જગ્યા પર ભરતી કરાશે. ઉનાળો પૂર્ણ થયા બાદ પ્રેક્ટિલ પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. જેમાં બિન હથિયારી PSIની 325 જગ્યાઓ પર ભરતી કરાશે. હથિયારી, બિન હથિયારી કોન્સ્ટેબલની 6324 જગ્યાઓ પર ભરતી કરાશે. જેલ સિપાહી પુરુષની 678 અને મહિલાની 57 જગ્યા પર ભરતી કરાશે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ