બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Recruitment stopped in important APMCs of Gujarat

નિર્ણય / આગાહી અને માર્ચના હિસાબનો મેળ: ગુજરાતના મહત્વના 4 APMCમાં જણસી લેવાનું બંધ, ખેડૂતો વાંચી લેજો આ વિગત

Kishor

Last Updated: 09:23 PM, 22 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કમોસમી વરસાદની આગાહી અને માર્ચ એન્ડીગને પગલે જામનગર, કાલાવડ, જેતપુર, બેડી, ઉંજા સહિતના માર્કેટિંગ યાર્ડ બંધ રાખવા અંગે નિર્ણય કરવામા આવ્યો છે.

  • કમોસમી વરસાદને પગલે જેતપુર, બેડી માર્કેટ યાર્ડ બંધ
  • માર્ચ એન્ડીગને પગલે ઉંઝા, કાલાવડ, જામનગર યાર્ડ બંધ
  • ખેડૂતોએ જણસો લઈ ન આવવા અનુરોધ

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી કમોસમી વરસાદની આગાહી અને માર્ચ એન્ડીગને પગલે જામનગર, કાલાવડ, જેતપુર, બેડી, ઉંજા સહિતના માર્કેટિંગ યાર્ડ બંધ રાખવા અંગે નિર્ણય કરવામા આવ્યો છે. જેના ભાગરૂપે માર્કેટ યાર્ડ દ્વારા જણસીની આવક લેવાનું બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી જણસી યાર્ડમાં ન લાવવા યાર્ડ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

જામનગર યાર્ડમાં માત્ર ચાર માસમાં 10 કરોડ રૂપિયાના અજમાનું વેચાણ, વાર્ષિક  ટર્ન ઓવરનો થશે નવો કીર્તીમાન | Ajman sale of Rs 10 crore at Jamnagar Yard  in just four months ...


જણસ યાર્ડમાં ન લાવવા ખેડૂતોને સૂચના

હવામાન વિભાગ દ્વારા બે દિવસ માટે માવઠાની આગાહી કરવામા આવી છે. જેના ભાગરૂપે જેતપુરમાં માર્કેટ યાર્ડના સત્તાવાળાઓ નિર્ણય લઈ માર્કેટ યાર્ડ દ્વારા જણસી લેવાનું બંધ કરાયું છે. જેમાં બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી જણસી યાર્ડમાં ન લાવવા ખેડૂતોને સૂચના આપી દેવામાં આવી છે. મહત્વનું છે કે બે દિવસ પહેલા યાર્ડમાં ખેડૂતો અને વેપારીના માલને નુકસાન થયું હતું. આથી યાર્ડ દ્વારા કોઈ જ પ્રકારની ખેડૂતોની જણસીને પ્રવેશ અપાશે નહીં! છતાં પણ જો વેપારી જણસીની ખરીદી કરશે તો તે જવાબદારી તેમની રહેશે. તેવી સ્પષ્ટ સૂચના આપી દેવામા આવી છે.

સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખુશીના સમાચાર, 9 દિવસથી હડતાળને લઇને હતા પરેશાન |  Relief news Saurashtra farmers Bedi Market Yard strike ended

 રાજકોટનું બેડી માર્કેટયાર્ડ પણ બંધ

આ ઉપરાંત રાજકોટના બેડી માર્કેટયાર્ડ દ્વારા પણ નિર્ણય લઈ આવતીકાલે ઘઉં,ધાણા અને ચણા સહિત 3 જણસીની આવક ન કરવા જણાવ્યું છે. કમોસમી વરસાદને પગલે આ નિર્ણય કરાયો છે. ખુલ્લા ગ્રાઉન્ડમાં ટોકનથી ઉતરતી જણસીની આવક બંધ કરી ઘઉં,ધાણા અને ચણાલઇને ખેડૂતોને ન આવવા અપીલ કરાઈ છે. યાર્ડમાં ખરીદ-વેચાણ (હરાજી) નું કામકાજ બંધ રહેશે. 24 માર્ચ શુક્રવાર સાંજથી ખેડૂતોની જણસીની આવક બંધ કરાશે. 

260 વાહનોમાં 30 હજાર મણ ધાણા ભરીને ખેડૂતો આવતા જામનગર માર્કેટિંગ યાર્ડ  હાઉસફુલ, હાલ પૂરતી આવક બંધ | Jamnagar Marketing Yard Housefull, Farmers  Adequate Income

ઊંઝા APMC 7 દિવસ બંધ રહેશે

બીજી તરફ માર્ચના અંતે વેપારીઓના હિસાબોને લઈ એશિયાનું સૌથી મોટું ઊંઝા APMC 7 દિવસ બંધ રહેશે. ઊંઝા ગંજ બજાર 27 માર્ચથી 2 એપ્રિલ સુધી બંધ રાખવા જણાવાયુ છે. ઊંઝા વેપારી એસોસિએશનની રજૂઆતને લઈને માર્કેટયાર્ડ બંધ રાખવાનું નક્કી કરાયું છે. ત્યારબાદ 3 એપ્રિલથી માર્કેટ યાર્ડમાં રાબેતા મુજબ હરરાજી શરૂ કરી દેવામાં આવશે. તો જામનગર જિલ્લાનું કાલાવડ APMC પણ આવતીકાલથી 11 દિવસ સુધી બંધ રહેશે. તા. 23 થી 2 એપ્રિલ સુધી યાર્ડમાં જણસીની ખરીદી કે વેચાણ નહીં થાય! બાદમાં 3 એપ્રિલથી APMC રાબેતા મુજબ ચાલુ રહેશે. જેથી ખેડૂતોને આવતીકાલથી જણસી ન લાવવા અંગે જણાવ્યુ છે. એજ રીતે જામનગર યાર્ડ પણ બંધ રાખવા અંગે જણાવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ