બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Record-breaking prices of cumin yield in Rajkot APMC

રાજકોટ / 20 કિલો જીરુંના ભાવ 43 હજાર! ગોંડલ APMCમાં જીરુની આવકના રેકોર્ડબ્રેક શકન, વૈદિક મંત્રોચ્ચાર, ફુલહાર સાથે હરાજી

Kishor

Last Updated: 06:17 PM, 30 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોંડલ માર્કેટ યાર્ડમાં સિઝનના નવા જીરૂની આવકનો પ્રારંભ થયો છે. જેની બોણીમાં હરાજીમાં જીરૂના રેકોર્ડબ્રેક ભાવ રૂપિયા 43,551 બોલાયા છે.

  • ગોંડલ APMCમાં જીરુની આવક
  • 20 કિલોના ભાવ 43 હજારથી વધુ બોલાયા
  • સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી

ગુજરાતના નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં સિઝનના નવા જીરૂની આવકનો પ્રારંભ થયો છે. યાર્ડમાં નવા જીરૂની સૌપ્રથમ 80 કિલોની આવક થવાની સાથે જ જીરૂની સિઝનનો પ્રારંભ થયો છે. ત્યારે માર્કેટ યાર્ડના વેપારીઓએ પ્રથમ વખત આવેલ સિઝનના જીરૂનો વૈદિક મંત્રોચ્ચાર,ફુલહાર સાથે પૂજન કરીને જીરૂની શુકનની હરાજીનો પ્રારંભ કર્યો હતો. ગોંડલના સાણથલી ગામના ખેડૂતો પ્રથમ વખત માર્કેટ યાર્ડમાં જીરૂ લઈને વહેંચાણ માટે આવ્યા હતા. હરાજીમાં જીરૂના શુકનના 20 કિલોના ભાવ રૂપિયા 43,551/- બોલાયા હતા. જેને લઈને ખેડૂતો રાજીના રેડ થયા છે.

જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં જીરુંનો સૌથી ઊંચો ભાવ બોલાવાયો : 1 મણના  9,035 ભાવ | the highest price of cumin was called in the hapa market yard  of jamnagar

જીરૂના ભાવમાં આગઝરતી તેજી

જીરૂના ભાવ રૂપિયા 43,551/- બોલાયા છે.એ માર્કેટ યાર્ડના ઈતિહાસમાં અત્યાર સુધીમાં સૌપ્રથમ હોવાની વિગતો સામે આવી છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં ગત વર્ષે જીરૂની સિઝન દરમિયાન જીરૂના ભાવમાં આગઝરતી તેજીનો માહોલ જોવા મળ્યો હતા અને ગત વર્ષે પ્રથમ દિવસે હરાજીમાં જીરૂના શુકનના ભાવ રૂપિયા 36001 બોલાયા હતા.એ સમયે માર્કેટ યાર્ડમાં મુર્હતમાં કરવામાં આવેલ જીરૂના સોદાવાળું જીરૂ ફરીને ઉતર ગુજરાતના જીરૂના પીઠું ગણાતા ઉંઝા માર્કેટ યાર્ડમાં મુર્હતમાં રૂપિયા 51000 ના 20 કિલોના ભાવથી વહેંચાણ થયું હતું.

યાર્ડના ઇતિહાસમાં સૌ પ્રથમ પહેલી વાર ઉંચો ભાવ બોલાયો
આ વર્ષે પણ ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂની હરાજીમાં પ્રથમ દિવસે જ ગતહ વર્ષ કરતા શુકનના સોદામાં જીરૂના 20 કિલોના ભાવ રૂપિયા 43,551 બોલાયા છે.ત્યારે ખેડૂતો;દલાલો અને વેપારીઓમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે. સૌરાષ્ટ્રના માં જીરાની આવક શરૂ ગઈ છે. ત્યારે સૌરાષ્ટ્રનું પ્રથમ નંબર પર આવતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં નવા જીરા નો રેકોર્ડ બ્રેક ભાવ 43,551 બોલાયા, યાર્ડના ઇતિહાસમાં સૌ પ્રથમ પહેલી વાર ઉંચો ભાવ બોલાયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ