બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / RBI will increase the repo rate by 0.25 percent. Will increase interest on deposits and FDs.

કામની વાત / FD કરાવવાનું વિચારી રહ્યા છો વધુ 4 દિવસ રાહ જોઈ જાઓ, બેંક વ્યાજ પર કરશે વધારો!

Megha

Last Updated: 03:55 PM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિની સમીક્ષા આજથી શરૂ થઈ ગઈ છે અને મોનેટરી કમિટી ગુરુવારે રેપો રેટની જાહેરાત કરશે. આરબીઆઈ ફરી એકવાર રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરે તેવી સંભાવના છે.

  • FD કરાવવાની તૈયારી કરી રહ્યા છો તો 4 દિવસ રાહ જોઈ જાઓ
  • મોનેટરી કમિટી ગુરુવારે રેપો રેટની જાહેરાત કરશે
  • રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરે તેવી સંભાવના

દેશમાં ઘણી બેંકોમાં હાલના દિવસોમાં ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FD પર 9 ટકા સુધીનું વ્યાજ આપવામાં આવી રહ્યું છે અને એ કારણે એફડી કરનારાઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. એવામાં જો તમે પણ FD કરાવવાની તૈયારી કરી રહ્યા છો તો 4 દિવસ રાહ જોઈ જાઓ. 

મોનેટરી કમિટી ગુરુવારે રેપો રેટની જાહેરાત કરશે
જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિની સમીક્ષા આજથી શરૂ થઈ ગઈ છે અને મોનેટરી કમિટી ગુરુવારે રેપો રેટની જાહેરાત કરશે. એ મુજબ 6 ટકાથી વધુ હોવાને કારણે આરબીઆઈ ફરી એકવાર રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરે તેવી સંભાવના છે. એટલે કે જો RBI રેપો રેટ વધારશે તો બેંકો લોન મોંઘી થશે પણ એ સાથે જ થાપણો પર વ્યાજ વધારશે.

રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરે તેવી સંભાવના
ગુરુવાર પછી બેંકો ફરીથી FD પરના વ્યાજ દરમાં વધારો કરશે. એવામાં જો તમે પણ FD કરાવવાનું વિચારી રહ્યા છો તો આજે નહીં પણ ગુરુવાર પછી કરાવો. જો રેપો રેટમાં વધારો થાય છે, તો તમે વધારાના દરે FD મેળવીને તમારા રોકાણ પર વધુ વળતર મેળવી શકશો. આ પરથી નિષ્ણાતો કહે છે કે હવે રાહ જોવી વધુ સારું રહેશે.

આ માટે FD પર વ્યાજ દર વધશે
બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે FY24 માટે પ્રથમ નાણાકીય સમિતિની બેઠકમાં રેપો રેટમાં વધારો કરવાનો નિર્ણય અપેક્ષિત છે. કેર રેટિંગ્સ અનુસાર, આરબીઆઈ એપ્રિલમાં રેપો રેટમાં 25 બીપીએસનો વધારો કરીને 6.75 ટકા કરશે. કારણ કે યુરોપિયન સેન્ટ્રલ બેંક અને યુએસ ફેડરલ રિઝર્વે માર્ચમાં અનુક્રમે 50 બીપીએસ અને 25 બીપીએસનો દર વધાર્યો હતો. સાથે જ ભારતમાં છૂટક ફુગાવો 6 ટકાની મર્યાદાથી ઉપર છે. તેને નિયંત્રિત કરવા માટે આરબીઆઈ રેપો રેટ વધારશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ