બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / બિઝનેસ / RBI to introduce new prepaid payment instrument for digital transactions

જાહેરાત / ATM સાથે જોડાયેલા આ નિયમમાં આવશે બદલાવ, શોપિંગ માટે મળશે નવું કાર્ડ

Noor

Last Updated: 06:09 PM, 5 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નાણાકીય નીતિ બેઠકના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ વખતે, ભલે આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો ન કર્યો હોય, પણ સામાન્ય લોકોથી સંબંધિત ઘણાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. એટીએમ મશીનો અંગે નવી માર્ગદર્શિકા લાવવા અને વિશેષ પ્રકારનું કાર્ડ લોન્ચ કરવા માટે આરબીઆઈ તરફથી સંકેત મળ્યા છે.

  • એટીએમ સેવાઓ સાથે જોડાયેલી છેતરપિંડી રોકવા લેવાયો નિર્ણય
  • એટીએમ મશીનો અંગે નવી માર્ગદર્શિકા લાવવામાં આવશે
  • આરબીઆઈએ પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રૂમેન્ટ (પીપીઆઈ) શરૂ કરશે

એટીએમ સંબંધિત ગાઈડલાઈન શું છે

આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, એટીએમ સર્વિસ પ્રોવાઈડર્સ માટે ખૂબ જ જલ્દી નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે. એટીએમ સેવાઓ સાથે જોડાયેલી છેતરપિંડી રોકવા કેન્દ્રીય બેંકે આ નિર્ણય લીધો છે.નવી માર્ગદર્શિકામાં ઈકોસિસ્ટમના એપ્લિકેશન સોફ્ટવેરમાં ફેરફાર સહિત, ડિપ્લોયમેન્ટ પ્રોસેસને મજબૂત કરવા સંબંધિત ઘણાં મોટા સુધારાઓ સામેલ છે. આ ઉપરાંત, સંવેદનશીલ ડેટાના સ્ટોરેજ, પ્રોસેસિંગ અને ટ્રાન્સમિશન પર કંટ્રોલ રાખવા અંગે પણ કડક કાયદો આવી શકે છે.

શોપિંગ માટે નવું કાર્ડ

આ સાથે, આરબીઆઈએ પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રૂમેન્ટ (પીપીઆઈ) શરૂ કરવાની જાહેરાત કરી છે. તેનો ઉપયોગ 10 હજાર રૂપિયા સુધીના સામાન અને સેવાઓ ખરીદવા માટે થઈ શકે છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર આ કાર્ડને બેંક ખાતામાંથી રિચાર્જ કરી શકાય છે. તેનો ઉપયોગ બિલ પેમેન્ટ અને અન્ય પ્રકારની ખરીદી માટે થઈ શકે છે. આ સિવાય બેંકમાં રોકડ રકમ જમા કરીને પીપીઆઇ કાર્ડ રિચાર્જ કરી શકાય છે.

કો-ઓપરેટિવ બેંકો માટેના નિયમ

આ સિવાય ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડની મદદથી રિચાર્જ કરવાનો વિકલ્પ પણ છે. એક મહિનામાં 50 હજાર રૂપિયા સુધી રિચાર્જ થઈ શકે છે. જોકે, કેન્દ્રીય બેંક 31 ડિસેમ્બર 2019 સુધીમાં આ સંદર્ભમાં વધુ માહિતી આપશે. આ સિવાય આરબીઆઈ સહકારી બેંકોની મોટી લોન માટે સેન્ટ્રલ ડેટાબેસ બનાવશે અને સહકારી બેંકો માટે ટૂંક સમયમાં રેગ્યુલેટરી નોર્મ તૈયાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ જાબ અને મહારાષ્ટ્ર સહકારી બેંક પર 6 મહિના પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ બેંક પર આરબીઆના નિયમોનું ઉલ્લંઘન કરવાનો અને તેમને ગેરમાર્ગે દોરવાનો આરોપ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ