બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / rbi npci introduce pre sanctioned credit lines on upi

કામની વાત / બેંક એકાઉન્ટમાં નથી એક પણ રૂપિયો? છતાંય કરી શકશો UPI પેમેન્ટ, જુઓ કઇ રીતે

Arohi

Last Updated: 08:54 AM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Credit Lines On UPI: તમારા એકાઉન્ટમાં પૈસા ન હોવા પર પણ તમે પોતાના મોબાઈલ ફોન દ્વારા પેમેન્ટ કરી શકો છો. તેના માટે NPCIએ ગ્લોબલ ફિટનેસ ફેસ્ટમાં ક્રેડિટ લાઈન ઓન UPIની સુવિધાની જાહેરાત કરી છે.

  • એકાઉન્ટમાં પૈસા નહીં હોય તો પણ કરી શકાશે પેમેન્ટ 
  • શરૂ કરવામાં આવી ખાસ સુવિધા 
  • શરૂ થઈ ક્રેડિટ લાઈન ઓન UPI સર્વિસ 

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસથી ક્રેડિટ લાઈન લિંક કરવાની સર્વિસ શરૂ કરી દીધી છે. તેની સાથે જ અલગ અલગ પેમેન્ટ મોડ પણ લોન્ચ કરવામાં આવ્યા છે. તેમાં બોલીને પેમેન્ટ કરવા માટે 'હેલો UPI' અને ફિચર ફોન દ્વારા ઓફલાઈન પેમેન્ટ કરવા માટે 'UPI લાઈટએક્સ' શામેલ છે. તેના ઉપરાંત બિલપે કનેક્ટ અને UPI ટેપ એન્ડ પે કન્વર્સેશનલ પેમેન્ટ સર્વિસ પણ શરૂ કરવામાં આવી છે. 

RBIએ લેવડદેવડ માટે બેંકોની તરફથી જાહેર પ્રી-સેક્શંડ ક્રેડિટ લાઈન્સને પણ UPI સિસ્ટમમાં શામેલ કરવાની જાહેરાત કરી હતી. હાલ સેવિંગ્સ એકાઉન્ટ, ઓવરડ્રાફ્ટ એકાઉન્ટ, પ્રીપેડ વોલેટ અને રૂપે ક્રેડિટ કાર્ડને યુપીઆઈ સિસ્ટમથી જોડી શકાય છે. 

વર્ષ 2016માં શરૂ થઈ હતી UPIની સુવિધા 
વર્ષ 2016માં UPI પેમેન્ટ સિસ્ટમની શરૂઆત કરવામાં આવી હતી. યુપીઆઈ સિસ્ટમને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ઓપરેટ કરે છે. UPI એક રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ છે. કોઈને પૈસા મોકલવા માટે તમારે ફક્ત એક મોબાઈલ નંબર, એકાઉન્ટ નંબર કે યુપીઓઈ આઈડી કે યુપીઆઈ ક્યૂઆર કોડની જરૂર પડે છે. UPI એપ દ્વારા તમે 24×7 બેંકિંગ કરી શકો છે. UPIએ ઓનલાઈન શોપિંગ કરવા માટે ઓટીપી, સીવીવી કોડ, કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ વગેરેની જરૂર નથી હોતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ