બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ravi kishan daughter ishita shukla to join indian army via agneepath scheme

દેશપ્રેમ / આ સુપરસ્ટાર અભિનેતા તથા BJP નેતાની દીકરી જોડાશે ઇંડિયન આર્મીમાં, 21 વર્ષની ઉંમરમાં જ કરશે દેશસેવા

Manisha Jogi

Last Updated: 01:44 PM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશનની દીકરી ભારતીય સેનામાં શામેલ થવા જઈ રહી છે. રવિ કિશનની દીકરી અગ્નિપથ યોજના હેઠળ સેનામાં શામેલ થઈ રહી છે. ઈશિતાની ઉંમર 21 વર્ષ છે.

  • રવિ કિશનની દીકરી ભારતીય સેનામાં શામેલ થવા તૈયાર
  • અગ્નિપથ યોજના હેઠળ સેનામાં શામેલ થઈ
  • ગણતંત્ર દિવસ પરેડમાં પણ શામેલ થઈ હતી

ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશનની દીકરીનું નામ ઈશિતા શુક્લા છે અને તે ભારતીય સેનામાં શામેલ થવા જઈ રહી છે. રવિ કિશનની દીકરી અગ્નિપથ યોજના હેઠળ સેનામાં શામેલ થઈ રહી છે. ઈશિતાની ઉંમર 21 વર્ષ છે અને તેની આ ઉપલબ્ધિથી તેના પિતા રવિ કિશન ખૂબ જ ખુશ છે.  સમાચાર સાંભળીને રવિ કિશનના ચાહકો ખુશ છે સોશિયલ મીડિયા પર રવિ કિશનને શુભકામનાઓ આપવામાં આવી રહી છે. ઈશિતા શુક્લા તેની એક અલગ ઓળખ બનાવી રહી છે અને ભારતીય સેનામાં શામેલ થઈને કરિઅર બનાવવોનો નિર્ણય કર્યો છે. 

ગણતંત્ર દિવસ પરેડમાં શામેલ

ઈશિતા ગણતંત્ર દિવસ પરેડનો હિસ્સો પણ બની હતી. ઈશિતા શુક્લા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટીવ રહે છે. ઈશિતા સોશિયલ મીડિયા પર પરિવારની સાથે સાથે ટ્રેનિંગના ફોટોઝ પણ શેર કરતી રહે છે. રવિ કિશને ખુશી વ્યક્ત કરતા ટ્વિટ કર્યું હતું કે મને મારી પુત્રી ઈશિતા પર ગર્વ છે. પ્રજાસત્તાક દિવસની પરેડમાં સામેલ થવા માટે ઈશિતાએ ઘણી મહેનત કરી હતી. જે દેશની સેવા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Julahaa (@julahaasarees)

ઈશિતા અગ્નિપથ યોજના હેઠળ સંરક્ષણમાં જોડાશે

સેલિબ્રિટી ફોટોગ્રાફર વરિન્દર ચાવલાએ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ અંગે જાણકારી આપી હતી. આ પોસ્ટમાં જણાવ્યું છે કે, ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશનની દીકરી ઈશિતા શુક્લા અગ્નિપથ યોજના હેઠળ સંરક્ષણ દળોમાં જોડાશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ