બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Rave Party Drugs Case: Noida Police sents notice to Elvish Yadav for introgation

નોઈડા / બિગ બૉસ વિનર એલ્વિશની મુસીબતમાં વધારો, પોલીસે ફરી ફટકારી નોટિસ, રેવ પાર્ટી-ડ્રગ્સ મામલામાં થશે પૂછપરછ

Vaidehi

Last Updated: 03:02 PM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એલ્વિશ યાદવને નોઈડા પોલીસે પૂછપરછ નોટિસ મોકલી છે. પોલીસ કસ્ટડીમાં રહેલા પાંચેય આરોપીઓની સામે એલ્વિશને બેસાડીને પૂછપરછ કરી શકે છે.

  • એલ્વિશ યાદવની મુસીબતમાં વધારો
  • નોઈડા પોલીસે યૂટ્યૂબરને ફટકારી નોટિસ
  • આરોપીઓની સામે બેસાડીને કરી શકે છે પૂછપરછ

બિગ બૉસ ઓટીટી 2 વિનર એલ્વિશ યાદવની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. યૂટ્યૂબરને સાંપનું ઝેર, રેવ પાર્ટી વગેરેનાં મામલામાં નોઈડા પોલીસે નોટિસ મોકલી છે. એલ્વિશને વહેલીતકે ઈંટેરોગેશનમાંથી પસાર થવું પડશે. નોઈડા પોલીસને અન્ય પાંચ આરોપીઓની રિમાન્ડ પણ મળી શકે છે. શક્ય છે કે પોલીસ એલ્વિશને આરોપીઓની સામે બેસાડીને પૂછપરછ કરે. એલ્વિશ પર રેવ પાર્ટીમાં સાપનું ઝેર લઈ આવવાનો આરોપ છે.

પોલીસ રડાર પર એલ્વિશ
એલ્વિશ યાદવ પર પોલીસની ચાંપતી નજર છે. રેવ-ડ્રગ્સ પાર્ટીનાં કેસમાં પોલીસ કોઈપણ ઢીલ નથી છોડી રહી. તેના પર પહેલાથી જ FIR ફાઈલ કરેલી છે. હવે આ મામલો વધુ ગંભીર થઈ ગયો છે. નોઈડા પોલીસે તેને નોટિસ મોકલી છે અને ટૂંક સમયમાં જ પૂછપરછ કરી શકે છે. તપાસ સતત ચાલુ છે. જો કે એલ્વિશ કોઈપણ આરોપ સ્વીકારી રહ્યો નથી. પણ હાલમાં સામે આવીલે ઑડિયો ક્લિપમાં એલ્વિશ યાદવનું નામ સામે આવ્યું હતું. આ ઑડિયો ક્લિમ કસ્ટડીમાં રહેલ આરોપીઓમાંથી એક રાહુલ યાદવે PFA મેંબરથી વાતચીત દરમિયાન રિવેલ કર્યું હતું કે એલ્વિશની પાર્ટીમાં આ ડ્રગ્સ લઈ આવવામાં આવતું હતું.

ઑડિયોમાં શું હતું?
એક સ્ટિંગ ઑપરેશન અંતર્ગત PFA મેંબર સાથે ફોન પર થયેલી વાતચીતમાં આરોપી રાહુલે એ વાત કબૂલ કરી કે તેણે એલ્વિશની પાર્ટીમાં પણ આ ડ્રગ્સ પહોંચાડ્યું હતું. રાહુલે તેને રેવ પાર્ટી જણાવતાં કહ્યું કે તેણે જ એ પાર્ટીમાં ડ્રગ્સ પહોંચાડ્યા હતાં. આ રેવ પાર્ટી એલ્વિશ યાદવની હતી. આ પ્રકારની પાર્ટી નોઈડામાં થાય છે. આરોપીઓ આ કામ છેલ્લાં 15 વર્ષથી કરી રહ્યો છે. રાહુલે દાવો કર્યો હતો કે તે આવા પ્રોગ્રામ કરવા વિદેશ સુધી પણ જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ