બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

VTV / ગુજરાત / અમદાવાદ / rathyatra security has been tighten after terrorist attack warning by al Qaeda

અમદાવાદ / અલકાયદાની ધમકી બાદ રથયાત્રાની સુરક્ષા વધારાઈ: ટ્રેઈન વ્યક્તિ હવામાં ઊડી સર્વેલન્સ કરે તેવી વિચારણા

Priyakant

Last Updated: 09:10 AM, 14 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાને લઇને અમદાવાદ પોલીસ હાઇએલર્ટ, આધુનિક ઉપકરણોની મદદથી રથયાત્રામાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવાનું આયોજન

  • રથયાત્રામાં આધુનિક સાધનો થકી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
  • આકશી ડ્રોનમાં વધારો કરાશે,જેટપેક ડ્રોન ચાંપતી નજર રાખશે
  • 3 હજાર સુરક્ષાકર્મીઓ રથયાત્રાની ઘેરાબંધી કરશે

ભગવાન જગન્નાથ આ વખતે ભક્તો સાથે નગરચર્યાએ નીકળવાના છે એટલે તંત્ર સુરક્ષામાં કોઇ કમી રાખવા માંગતુ નથી. ત્યારે હવે આતંકી સંગઠન અલકાયદાએ ગુજરાતમાં આતંકી હુમલાની ધમકી આપતા પોલીસ હાઇએલર્ટ થઇ ગઇ છે.1 જુલાઇના રોજ રથયાત્રામાં સુરક્ષાની સ્હેજ પણ કમી ન રહી જાય તે માટે પોલીસે ચાંપતી વ્યવસ્થા ગોઠવી છે.

આધુનિક ઇક્વિપમેન્ટથી સુરક્ષા

આ અંગે ડીસીપી ક્રાઇમ બ્રાંચ ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે 1 હજારથી પણ વધારે કેમેરા રાખવાનું પ્લાનિંગ છે. જેમાં બોડીવોર્ન કેમેરા, સીસીટીવી કેમેરા અને ડ્રોન કેમેરા પણ હશે.  આ વખતે રથયાત્રામાં આધુનિક ઇક્વિપમેન્ટના માધ્યમથી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. રથમાં જીપીએસ સિસ્ટમ હશે. આ ઉપરાંત ડ્રોનથી ચોતરફ નજર રાખવામાં આવશે.  જો કે ડ્રોન સાથે તાલીમ પામેલ વ્યક્તિ હવામાં ઉડીને સર્વેલન્સ કરવા વિચારણા કરી રહી છે. જે રથયાત્રાના માર્ગ પર હવાઈ નિરીક્ષણ કરશે.

જમીનથી આકાશ સુધી ચુસ્ત બંદોબસ્ત 

આ ઉપરાંત રથયાત્રામાં હાથીઓ, અખાડા તથા ટ્રકોમાં એક ઇન્સ્ટ્રૂમેન્ટ લગાવવામાં આવશે. તેમજ જે બોર્ડીવોર્ન કેમેરા છે તેમાં પણ ઇનબિલ્ટ જીપીએસ સિસ્ટમ હોય છે તેનો પણ ઉપયોગ કરવામાં આવશે.  પોલીસને બોડી વોર્ન કેમેરા સાથે રથયાત્રામાં ઉતારવામાં આવશે સાથે જ સમગ્ર રૂટ પર સેન્ટ્રલ ફોર્સ પણ સાથે જ રહેશે. આ ઉપરાંત પોલીસ આ વખતે તર્કશ એપ્લિકેશનથી બાજ નજર રાખશે.  આમ કુલ 3 હજાર સુરક્ષાકર્મીઓ રથયાત્રાની ઘેરાબંધી કરશે. જમીનથી આકાશ સુધી ચુસ્ત પોલીસબંદોબસ્ત કરવામાં આવશે. રથયાત્રા દરમિયાન કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર અને પોલીસ દ્વારા ખડેપગે કામગીરીઓ કરવામાં આવી રહી છે. શાંતિ સમિતિની મિટિંગ અને મહોલ્લા મિટિંગ નિયમિત થઇ રહી છે. 

આતંકી સંગઠને હુમલાની ધમકી આપતા એલર્ટ 

મહત્વનું છે કે આતંકી  સંગઠન અલકાયદાએ ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્લી અને ઉત્તર પ્રદેશમાં આતંકી હુમલો કરવાની ધમકી આપી છે.  જે બાદ અરવલ્લી પોલીસ સતર્ક થઇ છે. અરવલ્લીના SPએ ધમકીને લઇ પોલીસ અને SOGને તપાસના આદેશ આપ્યા છે. SPએ પેટ્રોલિંગ વધારવા, શંકાસ્પદ લોકો પર નજર રાખવા અને ગેસ્ટ હાઉસ સહિતની જગ્યાઓ પર તપાસ કરવા આદેશ આપ્યો છે. સાથે ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર સધન ચેકિંગ કરવા પણ આદેશ આપ્યા છે.

રથયાત્રામાં પોલીસનું બોડી વોર્ન કેમેરા સાથે રિહર્સલ

ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા અમદાવાદમાં પોલીસ દ્વારા બોડી વોર્ન કેમેરાનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. .  દર વર્ષ કરતા આ વર્ષે રથયાત્રાનો અલગ જ માહોલ જોવા મળશે મોટી સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથના દર્શને ઉમટી પડશે ત્યારે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા આ વખતે પ્રથમવાર બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવાની છે.આ કેમેરાનું સીધું જોડાણ પોલીસ હેડકવાટર્સ હશે જ્યાંથી પોલીસ સાથે પબ્લિકની કામગીરીનું પણ સતત નિરીક્ષણ કરી શકાશે. આ સિસ્ટમમાં લાઈવ રેકોર્ડીંગની સુવિધા રાખવામાં આવી છે. આ કેમરાથી ઉતારેલો વીડીયો સૌથી વધુ વિશ્વસનીય પુરાવા તરીકે સાબિત થાય છે. 

ગેરકાયદેસર બાંધકામ પર ચલાવ્યું બુલડોઝર, ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી

થોડા દિવસ પહેલા સરખેજ-વેજલપુર વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી હતી.  જેમાં આરોપી કાળું ગરદનના બે માળના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી ડિમલોશન હાથ ધર્યું. કુખ્યાત કાળુ ગરદન,અઝર કીટલી, નઝીર વોરા જેવા 10 જેટલા કુખ્યાત આરોપીને પાસા કરી  ગુજસી ટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. જુહાપુરા વિસ્તારમાં પોલીસની મદદથી અનેક ગેરકાયદેસર બાંધકામને તોડવામાં આવ્યું. તો સરખેજમાં ગૌવંશના ગુનામાં 9 જેટલા આરોપી પકડીને કડક કાર્યવાહી હાથ ધરી હતી. આમ રથયાત્રાના તહેવારમાં અસામાજિક તત્વો શાંતિ ન ડહોળાવે એ હેતુથી પોલીસે અગમચેતીના પગલાં રૂપે કાર્યવાહી હાથ ધરી હતી.

5 જૂને પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

અમદાવાદમાં જગન્નાથજીની 145મી રથયાત્રાને લઇને પોલીસે રથયાત્રાનું રૂટનું નિરીક્ષણ કર્યુ હતું. જમાલપુર જગન્નાથ મંદિરથી સરસપુર રણછોડજી મંદિર સુધી નિરીક્ષણ કરવામાં આવ્યું.  મોસાળથી પરત નિજ મંદિર સુધી પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. પોલીસ ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ જવાનો દ્વારા મોડી રાત સુધી પેટ્રોલિંગ કરવામાં આવ્યુ હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ