બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Rapid firing on the crowd in America, 27 people were shot, 3 died, the number will increase

BIG BREAKING / અમેરિકામાં ભીડ પર તાબડતોબ ફાયરિંગ, 27 લોકોને વાગી ગોળી, 3ના મોત, વધશે આંકડો

Vishal Khamar

Last Updated: 05:49 PM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાનાં શિકાગોમાં લોલો જૂનટીથનાં તહેવારની ઉજવણી માટે એકત્રિત થયા હતા. તે દરમ્યાન અચાનક જ એક જૂથ હિંસક બન્યું હતું અને ફાયરીંગ શરૂ કર્યું હતું. ત્યારે આ ફાયરીંગ દરમ્યાન કુલ 27 લોકો ઘાયલ થયા છે. જ્યારે 3 લોકોનાં મોત થયા હોવાનાં સમાચાર મળી રહ્યા છે. ત્યારે હજુ પણ મોતનો આંડકો વધવાની સંભાવના છે.

  • અમેરિકાનાં શિકાગોમાં થયેલ ફાયરિંગમાં 27 લોકોને ગોળી વાગતા ઈજાગ્રસ્ત
  • ફાયરિંગની ઘટનામાં હાલ ત્રણ લોકોનાં મોતની પુષ્ટિ
  • જૂનટીથના તહેવારો માટે એકત્રિત થયા હતા તે સમયે બની ફાયરીંગની ઘટના

 અમેરિકાના શિકાગોમાં થયેલા ફાયરિંગમાં 27 લોકોને ગોળી વાગી હોવાના સમાચાર છે. આ ઘટનામાં ત્રણ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે, પરંતુ હજુ સુધી કોઈ આરોપીની ધરપકડની કોઈ માહિતી નથી. આ ગોળીબાર શિકાગોના દક્ષિણમાં વિલોબ્રુકમાં થયો હતો.
ગોળીબાર લગભગ 12:30 વાગ્યે હની ગ્રોસ લેન નજીક થયો
અમેરિકાના શિકાગોમાં થયેલા ફાયરિંગમાં 27 લોકોને ગોળી વાગી હોવાના સમાચાર છે. આ ઘટનામાં ત્રણ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે, પરંતુ હજુ સુધી કોઈ આરોપીની ધરપકડની કોઈ માહિતી નથી. આ ગોળીબાર શિકાગોના દક્ષિણમાં વિલોબ્રુકમાં થયો હતો. ટ્રાઇ-સ્ટેટ ફાયર પ્રોટેક્શન ડિસ્ટ્રિક્ટ સાથે બટાલિયન ચીફ જો ઓસ્ટ્રેન્ડરે જણાવ્યું હતું કે ગોળીબાર લગભગ 12:30 વાગ્યે હની ગ્રોસ લેન નજીક રૂટ 83 પર થયો હતો. સાક્ષીઓએ જણાવ્યું હતું કે જૂનટીથના તહેવારો માટે પાર્કિંગમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. જેમાંથી એક જૂથ હિંસક બન્યું હતું.

જુનટીથની ઉજવણી માટે લોકો એકઠા થયા હતા
એવું કહેવામાં આવી રહ્યું છે કે વિલોબ્રુકમાં એક શોપિંગ મોલની બહાર પાર્કિંગમાં જુનટીથની ઉજવણી કરવા માટે લોકો એકઠા થયા હતા. આ એક વાર્ષિક તહેવાર છે, જે અમેરિકામાં ગુલામીના અંતની યાદમાં ઉજવવામાં આવે છે. તે જૂન મહિનાના ત્રીજા શનિવારે ઉજવવામાં આવે છે. આ દિવસ અમેરિકામાં સત્તાવાર રજા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ તહેવાર દરમિયાન અજાણ્યા લોકોએ ભીડ પર ગોળીબાર કર્યો હતો.

પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું.
આ ઘટનાના પ્રત્યક્ષદર્શી માર્સિયા એવરીએ જણાવ્યું હતું કે જૂનટીનથના તહેવારો માટે લોકો પાર્ક પાસે એકઠા થયા હતા. ત્યારે અમને ગોળીબારનો અવાજ સંભળાયો. તેથી અમે તરત જ જમીન પર સૂઈ ગયા અને જ્યાં સુધી અવાજો આવતા બંધ ન થઈ જાય ત્યાં સુધી આડા પડ્યા. ગોળીઓ સતત ચાલુ હતી. અમે ખરેખર ડરી ગયા હતા. ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે જેઓને ગોળી વાગી હતી તેમાંથી ત્રણની હાલત ગંભીર હતી, જ્યારે અન્યને નાની-મોટી ઈજાઓ થઈ હતી.

ઘટના સ્થળે ભારે પોલીસ બંદોબસ્ત સ્થળ પર તૈનાત
અન્ય એક પ્રત્યક્ષદર્શી ક્રેગ લોત્સીએ કહ્યું કે અમે માત્ર બહાર ઉભા હતા, પછી બીજી જ ક્ષણે ગોળીબારના અવાજો આવ્યા. કોઈક દોડતું હતું, ચારેબાજુ અરાજકતા હતી. પોલીસે જણાવ્યું કે ઘાયલોને ચાર અલગ-અલગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે હુમલા બાદ ચારે બાજુ ભારે પોલીસ બંદોબસ્ત છે. તપાસ દરમિયાન ઘટના સ્થળે ભારે પોલીસ હાજરી હતી અને ઘટના બાદ કાટમાળ ઢાંકી દેવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ