બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

VTV / rape victim on name of virginity test khap panchayat fine 10 lakh

શરમજનક / સાસરીયાઓએ દુલ્હનનો કરાવ્યો વર્જિનિટી ટેસ્ટ, રિઝલ્ટ બાદ આપી એવી સજા કે જાણી રૂવાડા ઉભા થઈ જશે

Arohi

Last Updated: 04:28 PM, 6 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આટલું જ નહીં પરંતુ દુલ્હનના ઘરના લોકો પર 10 લાખનો દંડ પણ લગાવવામાં આવ્યો. આ દંડ ગામના ખાપ પંચાયતે લગાવ્યો છે.

  • લગ્ન બાદ યુવતીનો કરાવ્યો વર્જિનિટી ટેસ્ટ 
  • ટેસ્ટમાં પાસ ન થવા પર સાસરીયાઓએ બોલાવી પંચાયત 
  • ખાપ પંચાયતે લગાવ્યો 10 લાખ રૂપિયાનો દંડ 

રાજસ્થાનના ભીલવાડાથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક પરિવારે દિકરાના લગ્ન બાદ વહૂનો વર્જિનિટી ટેસ્ટ કરાવ્યો અને પછી તેને ઘરમાંથી કાઢી મુકી. આટલું જ નહીં પરંતુ દુલ્હનના ઘરના લોકો પર 10 લાખનો દંડ પણ લગાવવામાં આવ્યો. આ દંડ ગામના ખાપ પંચાયતે લગાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દંડ ન મોકલી શકવા પર સુરતમાં યુવતીને હેરાન કરવામાં આવી. 

લગ્ન બાદ થયો ટેસ્ટ 
ભીલવાડા જિલ્લાના બાગોર વિસ્તારના ઈંચાર્જ અયુબ ખાને જણાવ્યું કે 11 મે 2022એ ભીલવાડા શહેરની 24 વર્ષીય યુવતીના લગ્ન બાગૌરના એક યુવક સાથે થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ સમાજમાં પ્રચલિત કુકડી નામની કુપ્રથા હેટળ લગ્ન બાદ યુવતીનો વર્જીનિટી ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેણે સાસરીવાળાને જણાવ્યું કે તેના પડોસમાં એક યુવક હતો જેણે તેની સાથે લગ્ન પહેલા દુષ્કર્મ કર્યું હતું. તેના જવાબથી તેમને સંતોષ ન થયો. 

ખાપ પંચાયતનો ચુકાદો 
મામલો એટલો વધી ગયો કે યુવતીના સાસરાવાળાઓએ બાગો વિસ્તારના ભાદુ માતા મંદિરમાં સમાજની ખાપ પંચાયત બોલાવી. ત્યાર બાદ યુવતીના ઘરના લોકોએ પંચાયતને જણાવ્યું કે 18 મેએ ભીલવાડાના સુભાષનગર વિસ્તારમાં યુવતીની સાથે થયેલા દુષ્કર્મનો રિપોર્ટ પણ લખાવ્યો હતો. 

ખાપે આ દરમિયાન કોઈ નિર્ણય ન હતો સંભળાવ્યો પરંતુ 31 મેએ ફરી બેઠેલી પંચાયતે યુવતીના ઘરવાળા પર 10 લાખનો દંડ લગાવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંચાયતે આ દંડ યુવતી માટે અનુષ્ઠાન અને તેના શુદ્ધિકરણના નામ પર લગાવ્યો. 

દાખલ કરવામાં આવી પોલીસ ફરિયાદ
ખાપ પંચાયતના આ નિર્ણય બાદ યુવતીના ઘરના લોકોએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસ ઉપ અધીક્ષકના મામલામાં તપાસ કરવામાં આવી અને આ મામલાને યોગ્ય ઠેરવવામાં આવ્યો. ભીલવાડા જિલ્લાની બાગોર પોલીસે કેસ નોંધ્યો છે. પોલીસે તપાસના આધાર પર જણાવ્યું કે મંદિરમાં પંચાયત બોલાવવામાં આવી હતી. આ સંબંધમાં ત્યાંના પુજારી સમાજના પંચ અને અન્ય લોકોના નિવેદન લેવામાં આવ્યા. 

સામે આવ્યું કે લગ્ન બાદ કુકડી પ્રથા હેઠળ દુષ્કર્મ પીડિતાનુ વર્જિનિટી ટેસ્ટ કરાવવામાં આવ્યો. જેમાં તે પાસ ન થઈ શકી. આ કારણે પરિવાર પર 10 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો. આટલો મોટો દંડ ન ચુકવવાના કારણે યુવતીના ઘરના લોકોને છેલ્લા 5 મહિનાથી પ્રતાડિત કરવામાં આવ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ