બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ranveer singh did awkward things to promote jayeshbhai jordaar

જોરદાર / જયેશભાઈ તો જોરદાર હોં બાકી! ગાડી પર ચડીને આ શું કરવા લાગ્યો રણવીર સિંઘ, જોઈ લો VIDEO

Khevna

Last Updated: 05:26 PM, 25 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ જયેશભાઈ જોરદારનાં પ્રમોશન માટે તો રણવીર સિંઘ ગાડી પર ચઢીને પોઝ આપવા લાગ્યો અને પછી ડાન્સ પણ કરતા જોવા મળ્યો. જુઓ આ વીડિયો

  • 13 મેનાં રોજ રિલીઝ થવા જઈ રહી છે ફિલ્મ જયેશભાઈ જોરદાર 
  • ગાડી પર ચઢીને પોઝ આપવા લાગ્યો રણવીર સિંહ 
  • પહેર્યા હતા અંતરંગી કપડા 

 

રણવીર સિંહ અને શાલિની પાંડેની ફિલ્મ 'જયેશભાઈ જોરદાર'નું ટ્રેલર લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ટ્રેલરમાં ન માત્ર રણવીર સિંહની એક્ટિંગે લોકોને દીવાના બનાવ્યા પણ ફિલ્મની સ્ટોરી અને તેનો મેસેજ પણ દમદાર છે. આ ફિલ્મ આવતા મહીને રિલીઝ થશે. આવામાં આ ફિલ્મની સ્ટાર કાસ્ટ જોરોશોરોમાં ફિલ્મના પ્રમોશનમાં જુટાયેલ છે. આ વચ્ચે રણવીર સિંહનો પ્રમોશન કરતા હોય, તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં રણવીર સિંહ પ્રમોશન દરમિયાન એવી એવી હરકતો કરતા જોવા મળ્યા કે તમે પણ વીડિયો જોઈ માથું પકડી લેશો. 

રણવીરે પહેર્યા અતરંગી કપડા 
આ વીડિયોમાં જોઈ શકાય છે કે હંમેશાની જેમ જ રણવીર સિંહ પોતાની અજીબ ડ્રેસિંગ સેન્સમાં છે. એક્ટરે પ્રમોશન દરમિયાન સફેદ ફ્લાવર પ્રિન્ટનું શર્ટ પહેર્યું છે, જેનાં બટન આગળ તરફ ખુલેલા છે. આ સાથે જ મલ્ટીકલર લૂઝ પાઈજામો અને તેની સાથે પીળા રંગના શુઝ પહેર્યા છે. 

કાર પર બેસીને આપ્યા પોઝ 
રણવીર સિંહ જેવા કાર પરથી ઉતર્યા, તો અત્યંત ખુશ જોવા મળ્યા હતા. ત્યાર બાદ કાર પાસે ઉભેલા બધા લોકોને હાથ વડે ઈશારો કરતા તેમને થોડું દૂર જવા માટે કહ્યું. ત્યાર બાદ એક્ટર બોનટ પર ચઢીને બેસી ગયા અને પોઝ આપવા લાગ્યા. 

કર્યો ડાન્સ 
ત્યાર બાદ નીચે ઉતરીને રણવીર સિંહે અજીબ ડાન્સ કરવાની સાથે પોતાની ફિલ્મના ગીતનો હૂક સ્ટેપ કર્યો. જે જોઇને આસપાસનાં લોકો હેરાન રહી ગયા. 

13 મેનાં રોજ રિલીઝ થશે ફિલ્મ 
'જયેશભાઈ જોરદાર' ફિલ્મમાં રણવીર સિંહ સાથે શાલિની પાંડે, બોમન ઈરાની અને રત્ના પાઠક લીડ રોલમાં છે. યશ રાજ ફિલ્મ્સનાં બેનર હેઠળ બનેલી આ ફિલ્મને દિવ્યાંગ ઠક્કરે ડાયરેક્ટ કરી છે. આ તેમની ડાયરેક્ટર તરીકે પ્રથમ ફિલ્મ છે. પ્રોડ્યુસર આદિત્ય ચોપરાની આ ફિલ્મ આ વર્ષે 13 મેનાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ