બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 'Raniba' who killed a young man in Morbi is absconding! 1 arrested, complaint registered against 12 people

ધરપકડ / મોરબીમાં યુવાનને માર મારી 'રાણીબા' ફરાર! 1ની ધરપકડ તો 12 લોકો સામે નોંધાઈ ફરિયાદ, પગારનું ચક્કર

Vishal Khamar

Last Updated: 05:12 PM, 26 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીમાં યુવકને માર મારવા મામલે પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરી છે. ત્યારે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત 12 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે બાકીનાં આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

  • મોરબીમાં યુવાનને માર મારવા મામલે એક આરોપીની ધરપકડ
  • મયુરદ ઉર્ફે દેવો દિલીપ કલોતરાની કરાઇ ધરપકડ
  • વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત 12 લોકો સામે નોંધાઇ હતી ફરિયાદ 

મોરબીમાં યુવાનને માર મારવા મામલે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. યુવાનને માર મારનાર આરોપીઓમાંથી એકની ધરપકડ કરવામાં આવી હતી. વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત 12 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે પોલીસે મયુરદ ઉર્ફે દેવો દિલીપ કલોતરાની ધરપકડ કરી છે. તેમજ ફરાર આરોપીઓને પકડવા માટે ટીમોનો ધમધમાટ શરૂ થયો છે. 

Court rejects anticipatory bail in case of beating Dalit youth in Morbi

ગત રોજ કોર્ટે રાણીબા સહિત 5 આરોપીઓની આગોતરા જામીન અરજી ભગાવી હતી
મોરબીમાં યુવકને માર મારવા મામલે આરોપીઓ દ્વારા સ્પેશ્યલ સેશન્સ જજની કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરાઈ હતી. કોર્ટ દ્વારા રાણીબા સહિત તમામ 5 આરોપીઓનાં આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. ત્યારે કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી ફગાવી દેતા આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થાય તેવી શક્યતાઓ છે. 

Vibhuti Patel 'Raniba's close relationship with BJP Mahila Morcha President Deepika Sardwa

પોલીસ દ્વારા અલગ અલગ 3 ટીમો બનાવી આરોપીને પકડવાની કામગીરી હાથ ધરી
મોરબીમાં યુવાનને માર માર મારવા મામલે પોલીસ દ્વારા આરોપી વિભૂતિ પટેલ અને તેના ભાઈ સહિતની ગેંગને પકડવા પોલીસ દ્વારા રવાપર ચોકડી પર આવેલી ઓફીસ સહિતની જગ્યાઓએ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ ડી.વાય.એસ.પી સહિતનાં અધિકારીઓની જુદી જુદી  3 ટીમો બનાવી આરોપીઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.઼

શું હતો સમગ્ર મામલો
સોશિયલ મીડિયામાં રાણીબાના ઇન્સ્ટગ્રામમાં સ્ટાફ જોઈએ છે.  તેવી જાહેરાત જોઈ હતી. જેથી તે ત્યાં ગયો હતો અને ત્યાર બાદ રવાપર ચોકડી પાસે આવેલ કેપિટલ માર્કેટના ચોથા માળે આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ વિભાગમાં નોકરીએ રહ્યો હતો. અને ગત તા. 2 ઓક્ટોબર થી તા. 18 ઓક્ટોમ્બર સુધી તેને ત્યાં કામ કર્યું હતું. જેનો પગાર તેને આપવામાં આવ્યો ન હતો. અને જો કે, ઓફિસના કર્મચારીનો દર મહિનાની પાંચમી તારીખે પગાર કરવામાં આવે છે. જેથી કરીને તા. 6 નવેમ્બરના રોજ વિભૂતિ પટેલને ફરિયાદીએ ફોન કર્યો હતો. ત્યારે તેને ઓફિસમાં જોઈને કહું તેવો જવાબ આપ્યો હતો. ત્યારબાદ વિભૂતિ પટેલના ભાઈ સાથે પગાર બાબતે વાત થઇ હતી. અને તેને કેપિટલ માર્કેટની ઓફિસે પગાર લેવા બોલાવતા નિલેશભાઈ તેના ભાઈ અને મિત્ર સાથે ઓફિસે ગયા હતા.ત્યારે આરોપી ડી.ડી. રબારીએ ફરિયાદી સાથે આવેલ મિત્રને ગાલ ઉપર ફડકો મારી ત્યાંથી નીકળી જવાનું કહ્યું હતું અને ઓમ પ્રકાશ, રાજ પટેલ અને ઓફિસના મેનેજર પરીક્ષિતે નિલેશભાઈને વાળ પકડીને મોઢા ઉપર ફડાકા મારી ઓફિસની છત ઉપર લઇ જઈને ત્યાં તેને વિભૂતિ પટેલ, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત દ્વારા કમરે બાંધવાના પટ્ટા વડે તથા ઢીકાપાટુનો માર માર્યો હતો. અને વિભૂતિ પટેલે પોતાનું ચપ્પલ ફરિયાદીને મોઢામાં લેવડાવી અપમાનિત કરેલ છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ