બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Rameshwaram cafe blast: NIA arrests key conspirator

બેંગ્લુરુ / કાફેમાં બોંબ મૂકીને ટોપીની આડમાં ફરાર થયેલો મુખ્ય કાવતરાખોર ઝડપાયો, NIAને મોટી સફળતાં

Hiralal

Last Updated: 08:54 PM, 28 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ બેંગ્લુરુના રામેશ્વરમ કાફે બ્લાસ્ટના મુખ્ય કાવતરાખોરને ઝડપી પાડ્યો છે.

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ બેંગ્લુરુના રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં મોટી સફળતા હાંસલ કરી છે. ત્રણ રાજ્યોમાં અનેક સ્થળોએ મોટા પાયે દરોડા પાડ્યા બાદ તપાસ એજન્સીએ મુખ્ય કાવતરાખોર મુજમ્મિલ શરીફની ધરપકડ કરીને જેલમાં પૂર્યો છે. એનઆઈએની ટીમો દ્વારા કર્ણાટકમાં 12, તમિલનાડુમાં 5 અને ઉત્તર પ્રદેશના એક સહિત 18 સ્થળો પર આ કાર્યવાહી કરવામાં આવી હતી. 

મુજમ્મિલ શરીફે કાફેમાં મૂક્યો હતો બોંબ
મુજમ્મિલ શરીફ ચહેરો ઢંકાઈ જાય તેવી ટોપી પહેરીને કાફેમાં આવ્યો હતો અને બેગમાં બોંબ મૂકીને જતો રહ્યો હતો. તેનો આ લૂક સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયો હતો. તેણે બીજા આરોપીઓ મુસાવીર શાજીબ હુસૈન અને કાવતરાખોર અબ્દુલ મથિન તાહાની પણ ઓળખ કરી હતી, જે અન્ય કેસોમાં પણ એજન્સી દ્વારા વોન્ટેડ છે. બંને શખ્સો ફરાર છે.

મુઝમ્મિલ શરીફે બે આરોપીઓને પૂરી મદદ આપી હતી 
એનઆઈએની તપાસમાં બહાર આવ્યું છે કે મુઝમ્મિલ શરીફે 1 માર્ચના રોજ બેંગલુરુના બ્રુકફિલ્ડના આઇટીપીએલ રોડ સ્થિત કાફેમાં આઇઇડી બ્લાસ્ટ સાથે સંબંધિત કેસમાં અન્ય બે ઓળખાયેલા આરોપીઓને લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડ્યો હતો. આ વિસ્ફોટમાં અનેક ગ્રાહકો અને હોટલ સ્ટાફના સભ્યો ઘાયલ થયા હતા. જેમાંથી કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્રણેય આરોપીઓના મકાનો તેમજ રહેણાંક પરિસર અને અન્ય શકમંદોની દુકાનો પર તલાશી લેવામાં આવી હતી. સર્ચ દરમિયાન રોકડ રકમ તેમજ વિવિધ ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા હતા.

શરીફે તમિલનાડુમાંથી ટોપી ખરીદી હતી 
આરોપી મુઝમ્મિલ શરીફે તમિલનાડુમાં બેઝબોલ ટોપી ખરીદી હતી જે તેણે કાફેમાં બોંબ મૂકતી વખતે ચહેરો ઢાંકવામાં કામે લીધી હતી. પોલીસ ચેન્નઈ પણ ગઈ હતી, જ્યાં જાન્યુઆરીમાં આ કેપ ખરીદવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે શંકાસ્પદ 29 ફેબ્રુઆરીની રાત્રે બેંગલુરુ જવા રવાના થતાં પહેલાં એક મહિનાથી વધુ સમય સુધી ચેન્નાઇમાં રહ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ