બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Ramanand Sagar Ramayan Fame Arvind Trivedi took 20 takes to slap Hema Malini in one scene

મનોરંજન / રાવણ બનેલ અરવિંદ ત્રિવેદીએ 'ડ્રીમ ગર્લ'ને માર્યા હતા 20 લાફા, કિસ્સો જાણી તમને પણ નવાઈ લાગશે

Megha

Last Updated: 04:04 PM, 6 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરવિંદ ત્રિવેદીનો એક એવો જ કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં એક શુટ સમયે અરવિંદ ત્રિવેદી એ ડ્રીમ ગર્લ હેમામાલિનીને 20 થપ્પડ માર્યા હતા.

  • અરવિંદ ત્રિવેદી એ ડ્રીમ ગર્લ હેમા માલિનીને 20 થપ્પડ માર્યા હતા
  • રામાનંદ સાગરના દીકરાએ કર્યો હતો ખુલાસો 
  • રાવણના રોલ માટે અમરીશ પુરી પહેલી પસંદગી હતા

'રામાયણ' પર આજ સુધી ઘણી ટીવી સિરિયલો બની ગઈ છે પણ રામાનંદ સાગરની 'રામાયણ' સિરિયલે લોકો પર અલગ જ છાપ છોડી છે. રામાનંદ સાગરની 'રામાયણ'માં રામના પાત્રનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલ જએટલા ચર્ચામાં આવ્યા હતા એટલા જ ચર્ચામાં એ સિરિયલમાં રાવણની ભૂમિકા ભજવેલ અરવિંદ ત્રિવેદી પણ આવ્યા હતા.  જો કે અરવિંદ ત્રિવેદીએ 'રામાયણ' સિવાય પણ ઘણી બીજી ફિલ્મો અને સિરિયલોમાં કામ કર્યું હતું અને તેના કારણે સિનેમા જગતમાં એમને ઘણું મોટું નામ પણ મેળવ્યું હતું. આજે અમે તમને અરવિંદ ત્રિવેદીનો એક એવો જ કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં એક શુટ સમયે અરવિંદ ત્રિવેદી એ ડ્રીમ ગર્લ હેમામાલિનીને 20 થપ્પડ માર્યા હતા. 

શું થયું હતું એ દિવસે
70ના દાયકામાં બનેલી ફિલ્મ 'હમ તેરે આશિક હૈ'માં હેમા માલિની અને જિતેન્દ્રની જોડી એક સાથે જોવા મળી હતી અને એમને આ ફિલ્મમાં અરવિંદ ત્રિવેદીએ પણ અભિનય કર્યો હતો. ફિલ્મમાં હેમા માલિની સાથે અરવિંદ ત્રિવેદીનો એક સીન હતો જેમાં એમને હેમા માલિનીને જોરથી થપ્પડ મારવાનું હતું પણ તેઓ મારી શકતા નહતા. એ સમયે અરવિંદ ડ્રીમગર્લ બની ચૂકેલ હેમા માલિનીને થપ્પડ મારતા અચકાતા હતા અને એ એક સીનને કારણે એમને એક-બે નહીં પણ 20 રિટેક કરવા પડ્યા હતા. 

રામાનંદ સાગરના દીકરાએ કર્યો હતો ખુલાસો 
રામાનંદ સાગરના દીકરા પ્રેમ સાગરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ' અમે અરવિંદને ગુજરાતી મંચમાંથી લઈ આવ્યા હતા અને તેઓ એક તેજસ્વી અભિનેતા હતા. એમને હેમા માલિની સાથે ફિલ્મ ' હમ તેરે આશિક હૈ' માં કામ કર્યું હતું અને એક થપ્પડ મારવાના સીનમાં  તેને 20 ટેક લીધા હતા અને એ પછી હેમા માલિની અને મેં તેને  હતું કે તેને એક્ટિંગ કરતાં સમયે ભૂલી જવું જોઈએ કે  હેમા માલિની એક સ્ટાર છે અને તેને થપ્પડ મારીને સીન પૂરો કરવો જોઈએ.' 

આવી રીતે મળ્યો હતો રાવણનો કિરદાર 
મધ્યપ્રદેશમાં જન્મેલ અરવિંદ ત્રિવેદી ગુજરાતી ફિલ્મોમાં વધુ કામ કર્યું હતું પણ રામાનંદ સાગર 'રામાયણ' બનાવી રહ્યા છે એ વાતની જાણ થતાં જ તેઓ તરત ગુજરાતથી મુંબઈ તરફ રવાના થઈ પડ્યા હતા. એ દિવસોમાં રાવણના રોલ માટે અમરીશ પુરી પહેલી પસંદગી હતા પણ રામાનંદ સાગરે અરવિંદ ત્રિવેદીની બોડી લેંગ્વેજ અને એટીટ્યુડ જોઈને અચંબિત થઈ ગયા હતા અને તુરંત જ રાવણના રોલ માટે એમને સાઈન કરી લીધા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ