બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ram navami khambhat himmatnagar gujarat police harsh sanghvi

તંગદીલી / હિંમતનગર અને ખંભાતમાં ભયંકર હિંસા મામલે હર્ષ સંઘવી એક્શનમાં, મોડી રાત્રે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મોટી બેઠક

Hiren

Last Updated: 11:17 PM, 10 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંમતનગર અને ખંભાતમાં આજે ભયંકર હિંસાના દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યાં રામનવમી દરમિયાન શોભાયાત્રા કાઢવામાં આવી ત્યારે પથ્થરમારો થયો હતો. ત્યારે આ મામલે હર્ષ સંઘવી સક્રિય થયા છે.

  • સાબરકાંઠા અને ખંભાતમાં તંગદીલીની સ્થિતિ
  • રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોડીરાતે બોલાવી બેઠક
  • દ્વારકામાં કેસરી ઝંડો સળગાવાતા વિવાદ વકર્યો

રામનવમીની ઉજણી પર ગુજરાતમાં હિંસાનો માહોલ જોવા મળ્યો છે. હિંમતનગર અને ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. જે બાદ બે જૂથ આમને સામને આવી ગયા હતા. આગજની અને તોડફોડ સાથે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં પોલીસની સાથે અનેક લોકો ઘાયલ થયાં હતાં. તો હિંસાને રોકવા માટે આખા જિલ્લાની પોલીસને બંને શહેરોમાં ખડકવાની જરૂર પડી. આ સ્થિતિ વચ્ચે સરકાર સક્રિય થઇ છે.

રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોડીરાતે બોલાવી બેઠક 
સાબરકાંઠા અને ખંભાતમાં તંગદીલીની સ્થિતિ મામવે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં રાતે 11 વાગ્યે મહત્વની બેઠક યોજાઈ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓને બેઠકમાં હાજર રહેવા આદેશ આપ્યા છે. બંને શહેરોમાં થયેલા ઘર્ષણ અંગેની સ્થિતિની સમીક્ષા કરશે.

હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં કલમ 144 લાગૂ

સાબરકાંઠામાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાનો મામલે હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. 4થી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ મૂકાયો છે. 13 તારીખ સુધી સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગૂ કરાઈ છે. હિંમતનગરના રાધે સ્વીટ, પૂર્ણિમા ડેરી વિસ્તારમાં પ્રતિબંધ મૂકી દેવાયો છે. ભગવતી પેટ્રોલ પંપથી ટાવર ચોક સુધી કલમ 144 લાગૂ કરાઈ છે. પૂર્ણિમા ડેરી તેમજ છાપરિયા સુધીના તમામ વિસ્તારોનો સમાવેશ કરાયો છે. પાણપુર પાટિયા પાસે પણ પોલીસની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. હિંમતનગરના મોટાભાગના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અન્ય જિલ્લાઓની પોલીસની ટુકડીઓ પણ તૈનાત કરાઈ છે. તંગદિલીના માહોલ બાદ હાલ સ્થિતિ કાબૂમાં છે.

અસામાજિક તત્વોએ બન્ને શહેરોમાં ફેલાવી હિંસા
દરેક ધર્મના લોકોને પોતાનો તહેવાર ઉજવવાનો અધિકાર છે. પરંતુ કેટલાક અસામાજિક તત્વો બસ આ તહેવારોમાં હિંસા ફેલાવવામાં જ માનતા હોય તે વાત આજે ફરી ગુજરાતના બે જિલ્લાઓમાં સામે આવી. જેમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કરીને ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો.

હિંમતનગરમાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો
રામ નવમીની શોભાયાત્રા દરમિયાન સૌથી ગંભીર માહોલ સાબરકાંઠાના હિંમતનગરમાં જોવા મળ્યો. અહીં જ્યારે હિંદૂ સંગઠનો દ્વારા છાપરિયા રામજી મંદિરથી રામનવમીની શોભાયાત્રા યોજી તો કેટલાક અસામાજીક તત્વોએ પથ્થરમારો કર્યો. ત્યારબાદ ભાગદોડ મચી ગઈ. હિંદૂ સંગઠન અને અસામાજીક તત્વો વચ્ચે હિંસા ફેલાઈ. જેમાં કેટલાક તત્વોએ બાઈક અને જીપને આગચંપી પણ કરી હતી. જોકે હિંસાની જાણ થતા જ જિલ્લા પોલીસ દોડી આવી હતી. જોકે સ્થિતિ એટલી વણસી હતી કે, ટોળાને વિખેરવા માટે પહોંચેલા પોલીસના કાફલા પર પણ હુમલો થયો હતો. જેમાં પોલીસની ગાડીઓના કાચ તૂટ્યા હતા. જોકે અસામાજિક તત્વો પર કાબૂ મેળવવા માટે પોલીસે 5 ટીયરગેસના સેલ છોડ્યા હતા. સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવીને માહોલ શાંત પાડ્યો હતો. SRP બટાલિયનને હિંમતનગર બોલાવાઈ છે. અરવલ્લી સહિત મહેસાણા પોલીસ પણ હિંમતનગરમાં ખડકી દેવામાં આવી છે. હાઇવે વિસ્તારમાં 2 દુકાનના કાચ તૂટ્યા છે, તો 2થી વધુ દુકાનો સળગાવી દેવામાં આવી છે.

આણંદના ખંભાતમાં ભડકી હિંસા
આ તરફ આણંદના ખંભાતમાં પણ શોભાયાત્રા દરમિયાન ઘર્ષણ થયું હતું. રામનવમીની શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચેના અથડામણમાં એકનું મૃત્યુ થયું છે. સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત શખ્સે જીવ ગુમાવ્યો છે. શહેરની મુખ્ય બજારમાં દુકાનોમાં આગચંપીની ઘટના બનતા પોલીસ દોડતી થઈ હતી. ટાવર બજાર વિસ્તારો અસામાજિક તત્વોએ 7થી 8 દુકાનોમાં આગ લગાવી દીધી હતી. જોકે સ્થિતિ કાબૂ બહાર પહોંચે તે પહેલા જ સમગ્ર વિસ્તારમાં SP, ASP, જિલ્લા LCB અને SOGની ટીમો ખંભાતમાં ખડકી દેવામાં આવી હતી. 

દ્વારકામાં કેસરી ઝંડો સળગાવાતા વિવાદ વકર્યો
દ્વારકામાં યુવકે રામનવમીની રેલીનો કેસરી ઝંડો સળગાવતા વિવાદ સર્જાયો છે. ભારે તંગદીલી વચ્ચે લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. ભઠાણ ચોકમાં મારામારી થતા દ્વારકા પોલીસે કાર્યવાહી હાથધરી હતી. દ્વારકા પોલીસે ઘટનાસ્થળેથી ટોળાને ખસેડવા પ્રયાસ શરૂ કર્યા છે. પોલીસ સ્ટેશને પણ મોટી સંખ્યામાં લોકોનો જમાવડો થયો છે. આરોપીને તાત્કાલિક પકડવાની માંગ સાથે લોકો પહોંચ્યા હતા. ઝંડો સળગાવતા યુવકને મારમારવાની ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

આ ઘટનાઓને લઈને સવાલ એ થાય છે કે, ગુજરાતમાં એવા તત્ત્વો કોણ છે જે બે કોમ વચ્ચે હિંસા ભડકાવવાના પ્રયાશો કરે છે? ધર્મના નામે હિંસા ભડકાવી શું મળવાનું છે? કેમ દરેક ધર્મને બીજા ધર્મના લોકો સન્માન ન આપી શકે? કોઈને નુકસાની પહોંચાડીને શું મળી જવાનું છે? સવાલો અહીં ધર્મનના નામે ઝેર ફેલાવનારા તત્વો સામે છે. ત્યારે આશા રાખીએ કે, આવી ઘટનાઓ ગુજરાતમાં ન ઘટે અને પોલીસ પણ આવા હિંસા ફેલાવતા તત્વો સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ