બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ram mandir news ramlala worship done

Ram Mandir / એવું રામ મંદિર, જ્યાં વગર મૂર્તિએ પણ રોજ અવશ્ય થાય છે પૂજા, PM મોદી પણ નમાવી ચૂક્યાં છે શિશ

Bijal Vyas

Last Updated: 04:56 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાન્યુઆરી 2024માં ભગવાન રામ તેમના ભવ્ય મંદિરમાં બિરાજશે. તો આવો રામ મંદિર સાથે જોડાયેલી એવી માહિતી વિશે જાણીએ...

  • રામલલાના જન્મસ્થળ પર ન તો કોઈ મૂર્તિ બેઠેલી છે અને ન તો કોઈ પ્રકારના ચિહ્નો છે
  • દરરોજ સવાર-સાંજ નિયમિત રીતે દીવા પ્રગટાવવામાં આવે છે 
  • ભગવાનના જન્મસ્થળ પર પ્રતીક તરીકે એક સ્તંભ ઊભો કરવામાં આવ્યો હતો

Ram Mandir: યુપીના અયોધ્યામાં રામલલાના મંદિરના નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. જાન્યુઆરી 2024માં ભગવાન રામ તેમના ભવ્ય મંદિરમાં બિરાજશે. તો આવો રામ મંદિર સાથે જોડાયેલી એવી માહિતી વિશે જાણીએ...જે કદાચ તમે ક્યારેય નહીં જોઈ હોય. વાસ્તવમાં રામ મંદિરમાં એક એવી જગ્યા છે જ્યાં દરરોજ મૂર્તિ વગર પૂજા અને આરતી કરવામાં આવે છે. આટલું જ નહીં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તે સ્થળે નતમસ્તક કર્યા હતા.

અહીં રામ મંદિરના ગર્ભગૃહ વિશે વાત થઇ રહી છે, જ્યાં ભગવાન રામને તેમનું સ્વરૂપ ધારણ કરીને પૂજા કરવામાં આવે છે. રામ મંદિરના પૂજારીઓ રામજન્મભૂમિમાં રામલલાના જન્મસ્થળની સતત પૂજા કરી રહ્યા છે. રામલલાના જન્મસ્થળ પર ન તો કોઈ મૂર્તિ બેઠેલી છે અને ન તો કોઈ પ્રકારના ચિહ્નો છે. આમ છતાં દરરોજ સવાર-સાંજ નિયમિત રીતે દીવા પ્રગટાવવામાં આવે છે અને રામલલાના પૂજારીઓ ત્યાં રોજ આરતી કરે છે.

Tag | VTV Gujarati

ભગવાન રામલલાનું ભવ્ય મંદિર
રામલલાના જન્મસ્થળ પર માત્ર એક જ સ્તંભ છે, જેના પર વિજય ધ્વજ લહેરાવવામાં આવે છે. રામલલાના પૂજારીઓ નિયમિતપણે આ સ્તંભની પૂજા અને આરતી કરે છે. જેને પંચોપચાર પૂજા કહેવામાં આવે છે. આ સ્થાન પર ધૂપ, દીવો અને આરતી સાથે બંને સમયે (સવાર અને સાંજ) ભોગ ચઢાવવામાં આવે છે. રામલલાના જન્મસ્થળ પર જ ભગવાન રામલલાનું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં ગર્ભગૃહ એ સ્થાન છે જ્યાં ભગવાન રામલલાએ અવતાર લીધો હતો.

આ મંદિરમાં બિરાજમાન થયા રામ 
રામલલાના મુખ્ય પૂજારીએ જણાવ્યું કે, જ્યારે રામલલા ત્યાંથી શિફ્ટ થયા અને અસ્થાયી મંદિરમાં બેઠા, ત્યારે ટ્રસ્ટે નક્કી કર્યું કે ભગવાનના જન્મસ્થળ પર પૂજા બંધ નહીં થાય. ભગવાનના જન્મસ્થળ પર પ્રતીક તરીકે એક સ્તંભ ઊભો કરવામાં આવ્યો હતો, જ્યાં દેશના વડાપ્રધાન પીએમ નરેન્દ્ર મોદીએ ભૂમિપૂજન કર્યું હતું. નિયમિત પૂજા એ જ જગ્યાએ થાય છે. રામલલાના જન્મસ્થળ પર દૂરથી વિજય ધ્વજ જોવા મળશે. રામલલાના મુખ્ય પૂજારી કહે છે કે, વિજય ધ્વજ અને ભગવાનના જન્મસ્થળ બંનેની નિયમિત પૂજા કરવામાં આવે છે.

Tag | VTV Gujarati

પ્રતિદિન બંને સમયે કરે છે પૂજા
આચાર્ય કહ્યું કે, ભગવાન રામલલા એ જ જગ્યાએ બેઠા હતા અને ફરીથી ત્યાં જ બેસશે. તે એક પવિત્ર સ્થળ છે. તેથી જ ત્યાં નિયમિત પૂજા થાય છે. આને પંચોપચાર પૂજા કહે છે. ભગવાન રામલલાના જન્મસ્થળ પર દરરોજ બંને સમયે ધૂપ, દીપ, નૈવેદ્ય, આરતી અને ભોગ યોજાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ