બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Rallies were organized by the Jain Samaj in various cities across the state

મહારેલી / ગુજરાતભરમાં હજારોની સંખ્યામાં જૈન સમાજના લોકો રસ્તા પર, માંગ પૂરી ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

Dinesh

Last Updated: 06:00 PM, 1 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૈન સમાજ દ્વારા સમગ્ર દેશ અને રાજ્યના વિવિધ શહેરમાં શેત્રુંજય મહાતીર્થની રક્ષા માટે મહારેલી યોજાઈ, ગિરીરાજ પર બની રહેલા ગેરકાયદે દબાણો અને મકાનોને અટકાવવાની માગ સાથે લોકો રસ્તા પર

  • અમદાવાદમાં જૈન સમાજના લોકો રસ્તા પર
  • સુરતમાં સમસ્ત જૈન સમાજ દ્વારા મહારેલી યોજાઈ
  • દેશભરમાં સમસ્ત જૈન સમાજ દ્વારા મહારેલી

જૈન સમાજ દ્વારા સમગ્ર દેશ અને રાજ્યના વિવિધ શહેરમાં રેલી યોજવામાં આવી છે. શેત્રુંજય મહાતીર્થની રક્ષા માટે મહારેલી યોજાઈ હતી. ગિરીરાજ પર બની રહેલા ગેરકાયદે દબાણો અને મકાનોને અટકાવવાની માગ સાથે રેલીનું આયોજન કરાયું. અમદાવાદના પાલડી ચાર રસ્તાથી RTO સર્કલ સુધી રેલી યોજવામાં આવી હતી ત્યારે સુરતમાં પણ જૈન સમાજે રેલી કાઢી વિરોધ નોંધાવ્યો. પાલીતાણામાં જૈન મંદિર પર હુમલાના વિરોધમાં આરોપીને સજા આપવાની માગ સાથે રેલીનું આયોજન કરાયું.

 

અમદાવાદમાં જૈન સમાજના લોકો રસ્તા પર
ગુજરાતમાં અમદાવાદ, સુરત, ભાવનગર જેવા વિવિધ મહાનગરોમાં સમસ્ત જૈન સમાજ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં અમદાવાદના પાલડી ચાર રસ્તાથી સવારે 9 વાગ્યે રેલી શરૂ કરવામાં આવી હતી જે 6 કિમી જેટલુ અંતર કાપીને બપોરે RTO સર્કલ કલેક્ટર કચેરીએ પહોંચી હતી જ્યાં જૈન સમાજના  ગુરુઓ અને ગચ્છાધિપતિઓએ વિશાળ મેદનીને સંબોધિત કરવાની સાથે સાથે સરકારને પણ 3 દિવસનું અલ્ટીમેટમ આપી દીધુ હતુ.  

સુરતમાં સમસ્ત જૈન સમાજ દ્વારા મહારેલી યોજાઈ
સુરતમાં જૈન સમાજ દ્વારા મહારેલી આયોજન કરાયું છે. પાલીતાણા જૈન મંદિર પર હુમલાને લઇ રેલીનું આયોજન કરવામાં આવી છે. મંદિરમાં તોડફોડ કરનારાને સજા આપવાની માગ સાથે રેલી યોજાઈ હતી. સુરતના વનિતા આશ્રમથી રેલી યોજાઈ હતી. મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો રેલીમાં જોડાયા હતાં. 

દેશભરમાં સમસ્ત જૈન સમાજ દ્વારા મહારેલી
છેલ્લા ઘણા સમયથી જૈન સમાજ દ્વારા સંમ્મેદ શિખરને પર્યટન સ્થળ જાહેર કરવા અંગે અને ગિરીરાજ શિખર પર તોડફોડ, ગેરકાયદેસર બાંધકામ, દબાણ અને અસામાજિક તત્વોના ત્રાસ સામે રેલીઓ અને આવેદન પત્રો પાઠવવામાં આવી રહ્યાં છે ત્યારે પોતાનો અવાજ સરકાર સુધી પહોંચે તે માટે આજે ગુજરાત સહિત દેશભરમાં સમસ્ત જૈન સમાજ દ્વારા મહા રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ