બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Politics / Rajsthan cm ashok gehlot targeted modi government farmers protest

ખેડૂત પંચાયત / આ રાજ્યના મુખ્યમંત્રીએ કહ્યું, ખેડૂત આંદોલન 2 મિનિટમાં પૂરું થઈ શકે એમ છે બસ...

Hiren

Last Updated: 06:30 PM, 27 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઇને ફરી એકવાર મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા.

  • CM અશોક ગેહલોતના મોદી સરકાર પર પ્રહાર
  • 2 મિનિટમાં ખતમ થઇ શકે છે આંદોલનઃ ગેહલોત
  • મોદી સરકારના જિદ્દી વલણના કારણે આંદોલનનું સમાધાન નથી થઇ રહ્યુંઃ ગેહલોત

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, ખેડૂતોના આંદોલનનું સમાધાન 2 મિનિટમાં થઇ શકે છે, પરંતુ કેન્દ્ર સરકાર જિદ પર અડેલી છે. તેમણે કહ્યું કે, લોકશાહીમાં જિદ સારી નથી હોતી.

ડુંગરગઢમાં જનસભા કરી રહ્યા હતા અશોક ગેહલોત

ગહેલોત શનિવારે ડૂંગરગઢમાં પિલાનિઓની ઢાણી ધનેરૂમાં ખેડૂત પંચાયતને સંબોધિ રહ્યા હતા. ખેડૂત આંદોલનનો ઉલ્લેખ કરતા ગેહલોતે કહ્યું કે, સરકારોને મતદારો ભલે ખેડૂત હોય કે મજૂર... સન્માનની સાથે તેમની માંગોને પૂરી કરવાના પ્રયાસ કરવા જોઇએ. 100 દિવસ થવા આવ્યા છે, 200 લોકો માર્યા ગયા છે. ખબર નથી ક્યાં સુધી આ આંદોલન ચાલશે.

2 મિનિટમાં નિકળી શકે છે આંદોલનનો ઉકેલ

તેમણે કહ્યું કે, શું આ રસ્તો સારો છે લોકશાહીમાં? શું કોઇ રસ્તો નથી નિકળી શકતો? તમે આ કાળા કાયદાઓને ખતમ કરી દો. ખેડૂતોને બોલાવીને વાત કરો. વિપક્ષને પૂછીને નવા કાયદા પસાર કરો. 2 મિનિટમાં ખેડૂત આંદોલનનો ઉકેલ આવી શકે છે. પરંતુ સરકાર જિદ પર અડેલી છે. લોકશાહીમાં જિદ પર ન રહેવું જોઇએ. સરકારને ઉદારતા દાખવવી જોઇએ અને સંવેદનશીલ હોવું જોઇએ. તેમની તકલીફોને સમજવી જોઇએ કે ઠંડીમાં શું વીતી રહી છે તે લોકો પર. મોદી અને અમિત શાહને રાત્રે ઉંઘ કેવી રીતે આવતી હશે, આ સમજની બહાર છે.

જનસભામાં ટોળાથી ગદગદ દેખાયા ગેહલોત

તેમણે રાજસ્થાનના હાલના બજેટનો ઉલ્લેખ કરતા કહ્યું કે, સરકારે એટલું શાનદાર બજેટ રજૂ કર્યું કે વિપક્ષી દળોની પાસે કહેવા માટે કંઇ બચ્યું નથી. સભામાં ઉમટી પડેલી ભારે ભીડથી ઉત્સાહિત દેખાઇ રહેલા કોંગ્રેસ નેતાએ લોકોને આગામી પેટાચૂંટણીમાં પણ પાર્ટીને ભારે બહુમતીથી જીતાડવાની અપીલ કરી.

સચિન પાયલટે પણ સભાને સંબોધિત કરી

ખેડૂત પંચાયતોને પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલટે પણ સંબોધિત કરી. તેમણે પણ કેન્દ્રીય કૃષિ કાયદાઓને લઇને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા અને કહ્યું કે, કેન્દ્ર સરકારે આ ત્રણેય કાયદાઓને ગણ્યાગાંઠ્યા લોકોના ખિસ્સા ભરવા માટે બનાવ્યા છે. સભામાં કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અજય માકન અને પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરા પણ હાજર રહ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ