બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Rajkot 2 MLAs of BJP and Congress are seen on the same stage the debate in politics is intense

અટકળ / રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસના 2 દિગ્ગજ ધારાસભ્ય એક મંચ પર જોવા મળતા રાજનીતિમાં ચર્ચા તેજ

Kishor

Last Updated: 10:51 PM, 29 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને ભાજપના ધારાસભ્ય જયેશ રાદડીયા એક મંચ પર જોવા મળતા ચર્ચા જાગી છે.

  • રાજકોટમાં કોંગ્રેસ-ભાજપ એક મંચ પર
  • લલિત વસોયા અને જયેશ રાદડીયા સાથે દેખાયા
  • એક મંચ પર જોવા મળતા અનેક અટકળો

ચાલુ વર્ષમાં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે પક્ષોમાં રાજકિય ઊઠલપાથલ અને નવાજૂની સર્જાતી હોય છે. તેવામાં ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા પણ કેસરીયા કરવાના મૂડમાં હોય તેવી એકાદ માસ આગાઉ મોટા પાયે ચર્ચા ચાલી રહી હતી. તેવામાં આજે રાજકોટ જિલ્લાના ધોરાજી-ઉપલેટા વિસ્તાર કોગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા તથા જેતપુર જામકંડોરણા ભાજપના ધારાસભ્ય જયેશ રાદડીયા એક મંચ પર જોવા મળ્યા હતા. જેને પગલે આ પંથકમાં અટકળોએ જોર પકડયું હતું. સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની તૃતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા ભાજપના ધારાસભ્ય જયેશ રાદડીયા અને કોંગ્રેસના ધારાસભ્ય લલીત વસોયા એક મંચ પર દેખાયા હતા. અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા.

અગાઉ ભાગવત સપ્તાહમાં આપી હતી હાજરી
આ અગાઉ પણ તાજેતરમાં જ જામકંડોરણા ખાતે ધારાસભ્ય જયેશ રાદડિયાએ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હતું. જેમાં ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના  ધારાસભ્ય લલિત વસોયા ઉપસ્થિત રહ્યા હતા. જે વેળાએ જયેશ રાદડિયાએ તેમનું સ્વાગત કર્યું હતું વધુમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પણ તેઑ એક કાર્યક્રમમાં જોડાયા હતા જે અંગેની તસવીર પણ વાયરલ થઇ હતી.વધુમાં થોડા સમય અગાઉ જ  કોંગ્રેસના  ધારાસભ્ય લલિત વસોયા કોંગ્રેસના અમુક વોટ્સએપ ગ્રુપમાંથી લેફ્ટ થયાના સ્ક્રિનશોટ્સ પણ વહેતા થયા હતા હવે ફરી લલિત વસોયા અને જયેશ રાદડીયાએ એક મંચ પર દેખાતા અટકળોની આંધી જામી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ