બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Politics / rajasthan political crisis rlp chief hanuman beniwal tweet vasundhara raje congress ashok gehlot

રાજકીય ઘમાસાણ / ભાજપના સાથી પક્ષે કહ્યું વસુંધરા રાજે ગેહલોતની મદદ કરી રહ્યાં છે, અમારી પાસે છે પુરાવા

Hiren

Last Updated: 10:31 PM, 16 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેની રાજકીય લડાઇમાં  ભાજપના સાથી પક્ષ (NDA) રાષ્ટ્રીય લોકતાત્રિક પાર્ટી (RLP) ના પ્રમુખ અને સાંસદ હનુમાન બેનીવાલે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા વસુંધરા રાજે પર આરોપ લગાવ્યો છે કે તે ગેહલોતની મદદ કરી રહ્યાં છે.

  • રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ
  • વસુંધરા રાજે કોંગ્રેસના અશોક ગેહલોતને ટેકો આપી રહ્યા છેઃ બેનીવાલે
  • સાંસદ હનુમાન બેનીવાલે ટ્વિટ કરીને લગાવ્યા આરોપ

બેનીવાલે દાવો કર્યો હતો કે વસુંધરા રાજે કોંગ્રેસના અશોક ગેહલોતને ટેકો આપી રહ્યા છે. બેનીવાલે આરોપ લગાવ્યો છે કે વસુંધરા રાજે ધારાસભ્યોને ફોન કરી રહી છે અને ગેહલોતને ટેકો આપવા કહે છે.

ગુરુવારે સાંજે બેનીવાલે ટ્વિટ કરીને કહ્યું કે, "ભૂતપૂર્વ સીએમ વસુંધરા રાજે અશોક ગેહલોતની લઘુમતી સરકારને બચાવવા માટે જોરદાર પ્રયાસ કરી રહ્યા છે, રાજેએ આ અંગે કોંગ્રેસના ઘણા ધારાસભ્યોને આ વિશે ફોન પણ કર્યા છે."

બેનીવાલે આ સંદર્ભમાં શ્રેણીબદ્ધ ટ્વિટ કર્યા છે. બીજા એક ટ્વિટમાં તેમણે લખ્યું કે, "રાજ્ય અને દેશના લોકો વસુંધરા-ગેહલોતની આંતરિક ગઠજોડની વાર્તા સમજી ગયા છે." આ સિવાય એક અન્ય ટ્વિટમાં બેનીવાલે લખ્યું છે કે, "ભૂતપૂર્વ સીએમ વસુંધરા રાજે અશોક ગેહલોતની લઘુમતી સરકારને બચાવવા માટે જોરદાર પ્રયાસ કરી રહ્યા છે, રાજેએ આ અંગે કોંગ્રેસના ઘણા ધારાસભ્યોને પણ ફોન કર્યા છે."

બીજા ટવીટમાં બેનીવાલે લખ્યું કે, "ભૂતપૂર્વ સીએમ વસુંધરા રાજેએ રાજસ્થાનમાં તેમના નજીકના ધારાસભ્યો સાથે વાત કરી અને તેમને અશોક ગેહલોતને ટેકો આપવા કહ્યું, રાજેએ ખુદ સીકર અને નાગૌર જિલ્લાના એક-એક જાટ ધારાસભ્યને આ મામલે વાત કરીને સચિન પાયલટથી દૂરી બનાવી રાખવા કહ્યું હતું જેની પાસે મજબૂત પુરાવા અમારી પાસે છે.

મામલો પહોંચ્યો હાઈકોર્ટ

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના બળવાખોર નેતા સચિન પાયલોટ અને તેમને ટેકો આપનારા 18 ધારાસભ્યોએ વિધાનસભા સ્પીકર જોશી દ્વારા અપાયેલી અયોગ્યતા નોટિસ વિરુદ્ધ રાજસ્થાન હાઇકોર્ટનો સંપર્ક કર્યો છે. જ્યારે મહેશ જોશીએ બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા ખતમ કરવા માટે સ્પીકર સી.પી. જોશી સમક્ષ અરજી કરી હતી. આ દરમિયાન, હાઈકોર્ટમાં કોંગ્રેસના બળવાખોર સચિન પાયલોટની અરજીની સુનાવણી કરતી વખતે ચારે બાજુ ચર્ચા જામી છે. આ પછી, આખરે રાજસ્થાન હાઇકોર્ટે સચિન પાયલોટની અરજી સ્વીકારી અને બેંચને રિફર કરી હતી.

આ ધારાસભ્યોને નોટિસ

સચિન પાયલોટ, રમેશ મીણા, ઇન્દ્રાજ ગુર્જર, ગજરાજ ખટાણા, રાકેશ પરીક, મુરારી મીણા, પી.આર. મીણઆ, સુરેશ મોદી, ભંવર લાલ શર્મા, વેદપ્રકાશ સોલંકી, મુકેશ ભાકર, રામનિવાસ ગવડિયા, હરીશ મીણઆ, બ્રિજેન્દ્ર ઓલા, હેમારામ ચૌધરી, વિશ્વવેન્દ્રસિંહ, અમરસિંહ, દપેન્દ્રસિંહ અને ગજેન્દ્ર શક્તાવતને નોટિસ મોકલવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ