બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Raj kundra to star in film based on his arrest in pornography case

મનોરંજન / જે પોર્નોગ્રાફી કેસના તાર હતા રાજ કુન્દ્રા સાથે જોડાયેલા, હવે એની પર જ બનશે ફિલ્મ, એક્ટરનું નામ જાણી ચોંકી જશો

Bijal Vyas

Last Updated: 05:20 PM, 20 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિઝનેસમેન રાજ કુન્દ્રા તેના બોલિવુડ ડેબ્યૂની તૈયારી કરી રહ્યો છે. 2021માં રાજને પોર્નોગ્રાફીના કેસમાં જેલમાં જવું પડ્યું હતું

  • બિઝનેસમેન રાજ કુન્દ્રા તેના બોલિવુડ  ડેબ્યૂની કરી રહ્યો છે તૈયારી
  • આ ફિલ્મમાં રાજ કુન્દ્રાની આખી જર્ની બતાવવામાં આવશે
  • 19 જુલાઈ 2021 ના ​​રોજ, રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફી કેસના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી

Raj kundra Film: બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા તેના બોલિવુડ ડેબ્યૂની તૈયારી કરી રહ્યો છે. 2021માં રાજને પોર્નોગ્રાફીના કેસમાં જેલમાં જવું પડ્યું હતું. તે એક મહિનાથી વધુ સમય સુધી આર્થર રોડની જેલમાં રહ્યો. આ તેના જીવનનો સૌથી મુશ્કેલ સમય હતો. હવે સમાચાર છે કે રાજ કુન્દ્રાના જીવનના આ કાળાસમય પર એક ફિલ્મ બનવા જઈ રહી છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Chipku Media (@chipkumedia)

રાજ કુન્દ્રા પર બનશે ફિલ્મ 
બોલિવુડ મીડિયા રિપોર્ટ મુજબ, રાજ કુન્દ્રા તેની ધરપકડ અને જેલમાં વિતાવેલા સમયને એક ફિલ્મ દ્વારા સ્ક્રીન પર લાવવાના છે. સૂત્રએ કહ્યું, 'રાજ કુન્દ્રાએ સૌથી વધુ ભીડવાળી જેલ, આર્થર રોડ જેલમાં જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, તે તમામ મુશ્કેલીઓ ફિલ્મમાં બતાવવામાં આવશે. અત્યારે ડિરેક્ટરનું નામ છુપાવવામાં આવ્યું છે. પરંતુ રાજ કુન્દ્રા દરેક રીતે સર્જનાત્મક રીતે સામેલ થશે. જેમાં પ્રોડક્શનથી લઈને સ્ક્રિપ્ટ સુધીની તમામ બાબતો સામેલ હશે.

Topic | VTV Gujarati

સૂત્રે વધુમાં કહ્યું કે, 'આ ફિલ્મમાં રાજ કુન્દ્રાની આખી જર્ની બતાવવામાં આવશે. તેમના પર લાગેલા આરોપોના પહેલા સમાચારથી લઈને મીડિયા રિપોર્ટિંગ અને જેલમાં સમય વિતાવવો અને ઘરે પાછા આવવા સુધી બધું જ આ ફિલ્મમાં હશે. આ વાર્તા કુન્દ્રા અને તેના પરિવારના નજરીયાથી હશે. આ ફિલ્મ અંગે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.

રાજ કુંદ્રા 2021માં થયો હતો એરેસ્ટ 
19 જુલાઈ 2021 ના ​​રોજ, રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફી કેસના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. તેના પર એડલ્ટ ફિલ્મો બનાવવાનો અને હોટશોટ્સ નામની એપ દ્વારા તેનું વિતરણ કરવાનો આરોપ હતો. આ પછી કેસમાં ઘણા અલગ-અલગ વળાંક આવ્યા અને તેને જેલ થઇ હતી. રાજ કુન્દ્રા 63 દિવસ જેલમાં રહ્યો. આ પછી તેને જામીન મળી ગયા અને તે ઘરે આવ્યો. ઘરે પરત ફર્યા બાદ રાજ પાપારાઝીને ટાળતો જોવા મળે છે. તેઓ મીડિયાને પોતાનો ચહેરો પણ બતાવવા માંગતો નથી. તેણે સોશિયલ મીડિયાથી પણ પોતાને દૂર કરી લીધો છે.

આર્થર રોડ જેલની અંદરની સ્ટોરી દર્શાવશે રાજ કુંદ્રા: 'UT નંબર 69' ફિલ્મથી  કરશે ડેબ્યૂ, આજ નંબરની બેરેકમાં હતો બંધ | raj kundra debut in new film  based on jail ut number 69

ઉલ્લેખનીય છે કે, રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીએ વર્ષ 2009માં લગ્ન કર્યા હતા. તેમના સંબંધો અને લગ્નને લઈને ઘણી ચર્ચા થઈ હતી. બંનેને બે બાળકો છે - એક પુત્ર વિયાન અને પુત્રી સમિષા. શિલ્પા અને રાજે વર્ષ 2020માં સરોગસીની મદદથી દીકરીનું સ્વાગત કર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ