બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Rain lashed this district of Gujarat including Mehsana, Kheda, Banaskantha

મેઘમહેર / મહેસાણા, ખેડા, બનાસકાંઠા સહિત ગુજરાતના આ જિલ્લામાં વરસાદ ત્રાટક્યો, ખેડૂતોના કાળજામાં ઠંડક

Vishal Khamar

Last Updated: 07:13 PM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાંબા સમયનાં વિરામ બાદ રાજ્યમાં વરસાદી માહોલ છવાતા લોકોએ ભારે બફારાથી રાહત મેળવી હતી. તો બીજી તરફ ખેતરમાં પાકનું વાવેતર કરી કાગડોળે વરસાદની રાહ જોતા ધરતી પુત્રો પણ વરસાદી માહોલ છવાતા ખુશખુશાલ થઈ ગયો હતો.

  • રાજ્યમાં મેઘ મહેર થતા ધરતીનો તાત ખુશખુશાલ
  • ગાંધીનગરમાં પણ વાતાવરણમાં પલ્ટો આવ્યો
  • વરસાદી માહોલ છવાતા પાકને નવજીવન મળ્યું

ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો
ગાંધીનગરમાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. ગાંધીનગરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાયો હતો. ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો હતો. ત્યારે ગ્રામ્ય વિસ્તાર અને શહેરનાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. 

વરસાીદી માહોલ છવાયો

લાંબા વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતો ખુશ
સાબરકાંઠા જીલ્લામાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, હિંમતનગર અને વિજયનગર તાલુકામાં વરસાદ પડ્યો હતો. વિજયનગર તાલુકામાં 40 દિવસ બાદ ધીમીધારે વરસાદ પડ્યો હતો. ત્યારે વિજયનગરનાં પોળો ફોરેસ્ટ, તેજલ ખરોલ અને સામતેલા, મોજાળીયામાં વરસાદી માહોલ છવાયો હતો. લાંબા વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતો ખુશખુશાલ બન્યા હતા. 

બાયડ પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો
અરવલ્લી જીલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો. બાયડ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. બાયડનાં સાઠંબા, જીતપુર, ગાબટ સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ હતી. 

વરસાદની શરુઆત થતા ખેડૂતોમાં ખુશી
બનાસકાંઠા જીલ્લાનાં પાલનપુર તાલુકામાં પણ વરસાદી માહોલ છવાયો હતો. જીલ્લાનાં વિવિધ તાલુકામાં વરસાદી માહોલ છવાયો હતો. વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ હતી. 

સતત બે દિવસથી વલસાડમાં મેઘ મહેર યથાવત
વલસાડ જીલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો. સતત બે દિવસથી વલસાડમાં મેઘ મહેર યથાવત છે. જીલ્લાનાં તમામ તાલુકાઓમાં છૂટો છવાયો હળવો વરસાદ પડ્યો હતો. ધરમપુરમાં પડેલા બે ઈંચ વરસાદનાં કારણે જાહેર રસ્તા પર પાણી ભરાયા હતા. લાંબા વિરામ બાદ જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી પાણી ભરાયા હતા. પાકને નવજીવન મળતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. 

ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી
મહીસાગરમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ છવાયો હતો. મહિસાગરનાં લુણાવાડા સહિતનાં વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. ભારે પવન સાથે લુણાવાડામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. 

સામાન્ય વરસાદમાં મહેસાણાના ગોપીનાળામાં ભરાયું પાણી
મહેસાણામાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. મહેસાણા શહેરમાં વરસાદી માહોલ છવાતા લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી. તો બીજી તરફ વરસાદી માહોલ છવાતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. તેમજ મહેસાણા શહેરની વર્ષો જૂની સમસ્યા એવી ગોપીનાળામાં પાણી ભરાઈ ગયું હતું.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ