બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / વડોદરા / | Rain is likely to occur in the state due to low pressure in the Bay of Bengal

શ્રાવણમાં મંડાણ / ખેડૂતો હરખાયા.! સુરત, સાબરકાંઠા સહિત આ વિસ્તારોમાં વરસાદની ફરી એન્ટ્રી, આ તારીખથી ગુજરાતમાં મોનસૂન બ્રેક

Vishal Khamar

Last Updated: 06:00 PM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં વરસાદની લઈ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં બનેલ લોપ્રેશર મધ્યપ્રદેશ પહોંચ્યું છે. તેમજ આગામી તા. 20,21.22 ઓગસ્ટે રાજ્યમાં વરસાદ થવાની સંભાવનાં છે.

  • અમદાવાદમાં વહેલી સવારથી છવાયો વરસાદી માહોલ
  • હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી
  • 20, 21, 22 ઓગસ્ટ રાજ્યમાં વરસાદની શક્યતાઃ પરેશ ગોસ્વામી

રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની આગાહી છે. તેમજ બંગાળની ખાડીમાં બનેલું લોપ્રેસર મધ્ય પ્રદેશ સુધી પહોંચ્યું છે. અને લોપ્રેશર ઉત્તર તરફ ગતિ કરશે. ગુજરાત ઉપર સીયર ઝોન સર્જાયો છે. 20,21,22 ઓગસ્ટે રાજ્યનાં વરસાદની શક્યતા. તેમજ છોટા ઉદેપુર, નર્મદા, દાહોદમાં સારા વરસાદની શક્યતા છે. પંચમહાલ, વડોદરા, મહીરાગરમાં પણ વરસાદ પડી શકે છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા ઝાપટા પડશે.  

રાજ્યમાં ઉત્તર ગુજરા, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી

રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.  જેમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. તેમજ દક્ષિણ ગુજરાતનાં સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, ભરૂચમાં વરસાદની આગાહી છે. જ્યારે મધ્ય ગુજરાતનાં છોટાઉદેપુર, દાહોદ, વડોદરા, મહીસાગરમાં પણ વરસાદની આગાહી છે.  ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રનાં રાજકોટ, ભાવનગર સહિતનાં વિસ્તારમાં વરસાદની આગાહી છે. 

બારડોલી સહિતના વિસ્તારમાં વરસાદ
સુરત જીલ્લામાં મેઘ મહેર થવા પામી હતી. જેમાં બારડોલીનાં તેન, બાબેન, આફલા, ઈસરોલી સહિતનાં વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. 


લાંબા વિરામ બાદ વરસાદ આવતા પાકોને જીવદાન
સાબરકાંઠાનાં વિજયનગર અને હિંમતનગરમાં વરસાદ વરસતા ખેડૂત ખુશખુશાલ થઈ ગયો હતો. લાંબા સમયનાં વિરામ બાદ વરસાદ આવતા પાકોને જીવનદાન મળ્યું છે. વિજયનગરનાં કોડિયાવાડા, દઢવાવ, બાલેટા સહિતનાં વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.

કપાસ,ટામેટા અને વરિયાળીના પાકને થશે ફાયદો
સાબરકાંઠાનાં ઈડર પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો હતો. ધીમે ધીમે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદ થતા ખેતીપાકને જીવનદાન મળ્યું છે. તેમજ કપાસ, ટામેટા અને વરિયાળીનાં પાકને ફાયદો થશે. 


લાંબા વિરામ બાદ ફરી ધીમીધારે વરસાદ
નર્મદા જીલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો.  લાંબા વિરામ બાદ ફરી ધીમીધારે વરસાદ પડ્યો હતો. કેવડિયા, તિલકવાળા, ગોપાલપુરામાં વરસાદ પડ્યો હતો. બોરીદ્રા સહિત વિસ્તારમાં પવન સાથે વરસાદ પડ્યો હતો.

વહેલી સવાર થી જ વાદળ છાયા વાતવરણની વચ્ચે વરસાદ
લાંબા વિરામ બાદ મહીસાગર જીલ્લામાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણની વચ્ચે વરસાદી માહોલ છવાય હતો. લુણાવાડા સહિત આજુબાજુનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. જેમાં ખાનપુર, વીરપુર સહિતનાં જીલ્લામાં વરસાદ પડતા ધરતી પુત્રો ખુશખુશાલ જોવા મળ્યા હતા. લાંબા સમયનાં વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ હતી.

અમદાવાદમાં આગામી બે દિવસ છે વરસાદની આગાહી
અમદાવાદમાં લાંબા સમયનાં વિરામ બાદ ફરી વરસાદ વરસ્યો હતો. લાંબા વિરામ બાદ વરસાદ થતા લોકોએ ભારે બફારાથી રાહત મેળવી હતી. શહેરનાં નારણપુરા, વાડજ અને આરટીઓ સર્કલ તેમજ એસ.જી. હાઈવે સહિતનાં વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. તેમજ આગામી બે દિવસ અમદાવાદમાં વરસાદની આગાહી છે. 
ચોમાસા દરમિયાન સૌથી વધુ ડાંગરની રોપણી કરાઈ
ખેડા જીલ્લામાં પણ લાંબા સમયનાં વિરામ બાદ વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ચોમાસા દરમિયાન સૌથી વધુ ડાંગરની રોપણી કરાઈ હતી. વિરામ બાદ ફરી વરસાદ થતા ખેડૂતોમાં આનંદનો માહોલ છવાયો હતો. 

શંખેશ્વર વિસ્તારમાં પવન સાથે ધીમીધારે વરસાદ
લાંબા સમયનાં વિરામ બાદ પાટણ જીલ્લાનાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. શંખેશ્વર વિસ્તારમાં પવન સાથે ધીમીધારે વરસાદ પડ્યો હતો. અચાનક જ શંખેશ્વર તાલુકાનાં વાતાવરણમાં પલ્ટો આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. 

ડીસામાં પવન સાથે ધીમીધારે વરસાદ વરસ્યો
બનાસકાંઠા જીલ્લામાં પણ લાંબા સમયના વિરામ બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો.  ડીસામાં પવન સાથે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. વરસાદ પડતા લોકોએ ભારે બફારાથી રાહત મેળવી હતી. 

વહેલી સવાર થી છવાયો વરસાદી માહોલ 
વડોદરા શહેરનાં વાતાવરણમાં પણ વહેલી સવારથી પલ્ટો આવ્યો છે. વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે. ત્યારે લાંબા વિરામ બાદ સવારે મેઘરાજાનું આગમન થયું હતું. શહેરનાં સયાજીગંજ, કારેલીબાગ, રાવપુરા તેમજ માંજલપુર સહિત શહેરનાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ