બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Rain fell in eastern area of Ahmedabad

માવઠું / અમદાવાદમાં મોડી રાતે વીજળીના કડાકા-ભડાકાં સાથે વરસાદ, જાણો કયા વિસ્તારમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી

Dinesh

Last Updated: 10:58 PM, 4 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના પૂર્વ વિસ્તાર વસ્ત્રાલમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે, પવન સાથે વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે.

  • અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પડ્યો વરસાદ
  • વસ્ત્રાલના વાતાવરણમાં આવ્યો પલટો
  • ગાજવીજ સાથે વસ્ત્રાલમાં વરસાદ


રાજ્યના વિવિધ વિસ્તારોમાં કસમોસમી વરસાદ વરસી રહ્યો છે. બોટાદ, ભાવનગર, ડાંગ અને અમરેલી બાદ અમદાવાદમાં પણ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી મેઘસવારી આવી છે.

વસ્ત્રાલમાં ગાજવીજ સાથે વરસાદ
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અચાનાક વાતાવરણમાં પલટો આવ્યો છે. દિવસભર ગરમી બાદ રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો છે. વસ્ત્રાલ વિસ્તારમાં પવન સાથે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો છે.

બોટાદમાં ગાજવીજ સાથે વરસાદ
રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બોટાદ શહેરમા પણ માવઠું થયું છે. સાળંગપુરમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે તેમજ જિલ્લાના લાઠીદડ, કારીયાણી, સેથળી, સમઢીયાળા સહિત ગામોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો છે. 

અમરેલીમાં કમોસમી વરસાદ
અમરેલીના ધારી ગીર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ધારીના ગોવિંદપુરમાં ધોધમાર વરસાદ વરસતા શેરીમાં નદીઓ થઇ વહેતી હોય તેવા દર્શ્યો સર્જાયા હતા. ગોવિંદપુર, સુખપુર, મીઠાપુર દલખાણીયામાં કમોસમી વરસાદ થયો છે. તેમજ ધારી શહેરમાં ધીમી ધારે વરસાદ થયો છે. અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા લોકો ચિંતામાં મુકાયા છે. નાળ, રબારીકા, ઠવી, વીરડી તેમજ ધારી ગીર અને સાવરકુંડલા પંથકમાં કમોસમી વરસાદ વરસતા રવીપાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ છે.

ભાવનગરમાં પણ માવઠું
ભાવનગરના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉમરાળા, વલ્લભીપુર પંથકમા વરસાદી છાંટા થયા છે.  પાલીતાળા,સોનગઢ અને જેસર તેમજ રંઘોળા,ઠોંડા,હડમતિયા અને લાખાવાડમાં કમોસમી વરસાદ થયો છે. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે.

ડાંગમાં પણ કમોસમી વરસાદ
હવામાન વિભાગની આગાહીને પગલે ડાંગમાં પણ કમોસમી વરસાદ થયો છે. આહવામાં વરસાદ થતાં ડાંગ દરબારમાં મુશ્કેલી સર્જાઈ હતી. કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ