બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Railways proposes policy to lease, sell coaches to pvt parties to run theme-based tourist circuit trains

મોટો નિર્ણય / લોકોના આ કામની વસ્તુ ખાનગી હાથોમાં સોંપાશે, રેલવેએ લીધો મોટો નિર્ણય

Hiralal

Last Updated: 06:31 PM, 11 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય રેલવેએ સ્ટોકમા પડેલા કોચ હવે ખાનગી કંપનીઓને વેચવાનો મોટો નિર્ણય લીધો છે.

  • ભારતીય રેલવેનો મોટો નિર્ણય 
  • સ્ટોકમા પડેલા કોચ હવે ખાનગી કંપનીઓને વેચાશે
  • પાંચ વર્ષ સુધી ખાનગી કંપનીઓને લીઝ પર અપાશે 

રેલવે દ્વારા જારી નિવેદનમાં કહેવાયું કે કોચિંગ સ્ટોક અને બેયર શેલ્સને લીઝ પર આપવાની યોજના બનાવાઈ છે. બેયર શેલ્સ કોઈ પણ ઉપયોગમાં ન આવતા કોચ છે તેની વેચી દેવાની સરકારે યોજના બનાવી છે.

સામાન્ય રીતે ઓછી ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને રેલવે બેયર શેલ્સ કોચ કબાડમાં વેચે છે બીજા પણ એવા કોચ હોય છે જે કામમાં તો આવે છે પરંતુ સ્ટોકમા પડેલા હોય છે હવે આવા કોચનો ઉપયોગ થશે.

એકીસાથે ખરીદી પર લીઝ શુલ્ક નહીં
સત્તાવાર નિવેદનમાં એવું પણ જણાવાયું છે કે ઈચ્છુક પાર્ટીઓ એકીસાથે કોચ ખરીદી શકે છે. એકીસાથે ખરીદી કરવા પર કોઈ લીઝ શુલ્ક નહીં આપવો પડે. જોકે ઈચ્છુક પાર્ટીઓને કોચમાં કોઈ પણ પ્રકારના સુધારાની મંજૂરી નહીં મળે. સરકારે લીઝની ઓછામાં ઓછી અવધિ 5 વર્ષ નક્કી કરી છે. અર્થાત ઈચ્છુક પાર્ટીઓએ ઓછામાં ઓછા 5 વર્ષ માટે કોચ ખરીદવા પડશે. 

આ સમયગાળો કોચની કોડલ લાઈફ સુધી વધારી શકાય છે. જો કોચની સ્થિતિ સારી હોય તો લીઝનો સમયગાળો પણ વધી જશે. મુખ્ય વાત એ છે કે ઈચ્છુક પાર્ટી બિઝનેશ મોડલનો વિકાસ અથવા નિર્ણય કરશે. તે ઉપરાંત પાત્રતાના માપદંડને આધારે ઈચ્છુક પાર્ટીઓ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા વધ સરળ બની જશે. 

અન્ય સુવિધાઓ: ટ્રેનની અંદર થર્ડ પાર્ટી જાહેરાતોને મંજૂરી આપવામાં આવશે, ટ્રેનનું બ્રાન્ડિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત રેલવે કોચ ચલાવતી કંપનીઓ પર સમયપાલનને પ્રાધાન્ય આપવું જરૂરી બનશે. કોચ નવીનીકરણ અને મુસાફરી કાર્યક્રમો માટે સમયસર મંજૂરી સિવાય જાળવણી કામગીરી માટે કોઈ હોલેજ નહીં હોય.

રેલવેના જણાવ્યા અનુસાર, સામાન્ય લોકોમાં થીમ આધારિત સાંસ્કૃતિક, ધાર્મિક અને અન્ય ટૂરિસ્ટ સર્કિટ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવેએ માહિતી આપી હતી કે નીતિ ઘડતર અને નિયમો અને શરતો માટે મંત્રાલય દ્વારા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સ્તરની સમિતિની રચના પણ કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ