બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Politics / Rahul said vaccines are running low and deaths are on the rise

પ્રહાર / રાહુલે મોદી સરકાર પર સાધ્યો નિશાનો, કહ્યુ રસી ઓછી થઈ રહી છે અને મોત વધી રહ્યા છે

Dharmishtha

Last Updated: 12:25 PM, 19 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફરી એક વાર રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાનો સાધ્યો છે.

  • કેન્દ્ર સરકારની નીતિ બસ ધ્યાન ભટકાવવા- રાહુલ
  • કેન્દ્ર સરકારની નીતિ જૂઠ્ઠાણું ફેલાવા - રાહુલ
  • બૂમો પાડીને તથ્યોને છુપાવવાની છે - રાહુલ

કોરોનાને લઈને અવાર નવાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પીએમ તથા મોદી પર નિશાનો સાધતા રહ્યા છે. ફરી એક વાર રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાનો સાધ્યો છે. સતત રોજે રોજ રાહુલ ગાંધી ટ્વીટ કરી સરકાર પર નિશાનો સાધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ મોત નોંધાયા છે. 24 કલાકમાં 4525 લોકોના મોત છે. જે 24 કલાકમાં નોંધાતા આંકડામાં સૌથી વધુ છે.

કેન્દ્ર સરકારની નીતિ બસ ધ્યાન ભટકાવવા

રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાનો સાધતા કહ્યુ કે દેશમાં રસી ઓછી થતી જઈ રહી છે અને કોવિડથી મોતનો આંક વધતો જઈ રહ્યો છે. રાહુલે કહ્યુ કે કેન્દ્ર સરકારની નીતિ બસ ધ્યાન ભટકાવવા, જૂઠ્ઠાણું ફેલાવા અને બૂમો પાડીને તથ્યોને છુપાવવાની છે.


રાહુલ  "મોદી સિસ્ટમ" ને ફેઇલ કહી ચૂક્યા છે

ઉલ્લેખનીય છે કે ગત રોજ રાહુલ ગાંધીએ ટ્વિટ કરતાં લખ્યું છે કે "મોદી સિસ્ટમ" માં જેટલી સરળતાથી સવાલ કરવાવાળાની ધરપકડ થાય છે, જો એટલી સરળતાથી વેક્સિન મળી જાય તો દેશની આ દર્દભરી સ્થિતિ ના થઈ હોત. કોરોનાને રોકો, લોકોના સવાલોને નહીં.  જણાવી દઈએ કે કેટલાક દિવસ પહેલા દિલ્હીમાં પ્રધાનમંત્રીની ટીકા કરતાં પોસ્ટર જેમણે લગાવ્યા, તે લોકોની ધરપકડ કરવામાં આવી. આ ધરપકડના વિરોધમાં પણ રાહુલ ગાંધી સહિત ઘણા બધા કોંગ્રેસ નેતા અને કાર્યકરોએ પોતાનું ટ્વિટર પ્રોફાઇલ બદલીને તે પોસ્ટર મૂક્યું હતું. તે પોસ્ટરમાં લખ્યું હતું કે "મોદીજી તમે અમારા બાળકોની વેક્સિન વિદેશ કેમ મોકલી? 

PMCaresને લઈને કરી હતી આ ટિપ્પણી

નોંધનીય છે કે આ પહેલા દેશમાં ચાલી રહેલ કોરોનાની બીજી લહેરમાં કોંગ્રેસ અને અન્ય વિપક્ષ સતત કેન્દ્ર સરકાર અને PM મોદી પર પ્રહાર કરી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ટ્વિટ કરી ફરી એકવાર PM મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે PMCares અને PM મોદી બંને જુઠ્ઠા છે અને બંને કામ કરવામાં ફેઇલ થયા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે PMCares ના વેન્ટિલેટર્સ અને PMમાં ઘણી સમાનતા છે. બંનેનો હદથી વધુ ખોટો પ્રચાર, બંને કામ નથી કરી રહ્યા અને બંનેને શોધવા મુશ્કેલ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ