બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Rahul Gandhi targets Modi government on Israel-Hamas war, says PM not interested in Manipur

નિવેદન / ઈઝરાયલ-હમાસ યુદ્ધ મુદ્દે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું PMને મણિપુરમાં રસ નથી

Priyakant

Last Updated: 03:50 PM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rahul Gandhi Statement News: રાહુલ ગાંધીએ કહ્યું, મારા માટે આશ્ચર્યજનક છે કે, વડાપ્રધાન અને ભારત સરકારને ઈઝરાયેલમાં શું થઈ રહ્યું છે તેમાં આટલો રસ છે પરંતુ મણિપુરમાં તેમને બિલકુલ રસ નથી

  • કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનું મિઝોરમના આઈઝોલથી મોટું નિવેદન
  • PM મોદીને મણિપુરમાં ચાલી રહેલી હિંસા કરતાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં વધુ રસ 
  • PM મોદીને મણિપુરમાં જે થઈ રહ્યું છે તેમાં તેમને બિલકુલ રસ નથી: રાહુલ ગાંધી 

Rahul Gandhi Statement : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોમવારે મિઝોરમના આઈઝોલથી એક મોટું નિવેદન આપ્યું છે. વાત જાણે એમ છે કે, મિઝોરમમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે, તેમને મણિપુરમાં ચાલી રહેલી હિંસા કરતાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં વધુ રસ છે. મિઝોરમમાં રાહુલ ગાંધીએ કહ્યું, મારા માટે આશ્ચર્યજનક છે કે, વડાપ્રધાન અને ભારત સરકારને ઈઝરાયેલમાં શું થઈ રહ્યું છે તેમાં આટલો રસ છે, પરંતુ મણિપુરમાં જે થઈ રહ્યું છે તેમાં તેમને બિલકુલ રસ નથી. 

ખેડૂતોને બરબાદ કરવા માટે GSTની રચના  
આઈઝોલમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, નાના અને મધ્યમ વર્ગના પરિવારોને બરબાદ કરવા માટે GST બનાવવામાં આવ્યો છે. તે ભારતના ખેડૂતોને નબળા બનાવવા માટે રચાયેલ છે. તમે બધા જાણો છો કે નોટબંધી સાથે શું થયું. તે આપણા વડાપ્રધાન દ્વારા વિચારવામાં આવેલ હાસ્યાસ્પદ વિચાર હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, અર્થતંત્ર હજુ સુધર્યું નથી. જો તમે ભારતની અર્થવ્યવસ્થાને વિકસાવવા માટે વડાપ્રધાનની વ્યૂહરચના સમજવા માંગતા હો, તો તેનો સારાંશ એક શબ્દ 'અદાણી' માં કહી શકાય. દરેક વસ્તુ ઉદ્યોગપતિને મદદ કરવા માટે બનાવવામાં આવી છે.

હું મારા પિતા સાથે પહેલીવાર મિઝોરમ આવ્યો ત્યારે હું....
આઈઝોલમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, 1986માં જ્યારે હું મારા પિતા સાથે અહીં આવ્યો ત્યારે હું 16 વર્ષનો હતો. મિઝોરમના લોકો સૌમ્ય, દયાળુ અને પ્રેમાળ છે. સમુદાયની મજબૂત ભાવના ધરાવતા લોકો છે. એવા લોકો છે જેઓ એકબીજાનો આદર કરે છે અને જુદા જુદા મંતવ્યો ધરાવતા લોકો પણ છે. બહુ ગર્વની વાત છે! તમારામાં દાનની લાગણી છે. 21મી સદીમાં આ શક્તિશાળી મૂલ્યો છે.

રાહુલ ગાંધીએ ચૂંટણી વિશે શું કહ્યું?
રાહુલ ગાંધીએ કહ્યું કે અહીં ચૂંટણી યોજાવાની છે અને હું ઈચ્છું છું કે તમે વિચાર કરો કે, રાજ્ય સરકારે છેલ્લા 5 વર્ષમાં શું કર્યું છે. આવનારી પેઢીઓમાં ડ્રગ્સ ઝડપથી ફેલાઈ રહ્યું છે. જ્યારે ભાજપ તમારી સંસ્કૃતિ, તમારા ધર્મ, તમારી પરંપરાઓ પર હુમલો કરે છે, ત્યારે MNF પાર્ટી તેમનું સમર્થન કરે છે. રાહુલ ગાંધીએ કહ્યું, થોડા મહિના પહેલા હું મણિપુર ગયો હતો. મણિપુરનો વિચાર ભાજપે નષ્ટ કરી દીધો છે. હવે તે એક રાજ્ય નહીં પરંતુ બે રાજ્યો છે. લોકોની હત્યા કરવામાં આવી છે, મહિલાઓની છેડતી કરવામાં આવી છે અને બાળકોની હત્યા કરવામાં આવી છે પરંતુ વડાપ્રધાનને ત્યાં મુલાકાત લેવાનું મહત્વનું ન લાગ્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ