બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Politics / rahul gandhi takes a dig

પ્રહાર / ફ્રેન્ડશિપ ડે પર રાહુલ ગાંધીએ PM મોદી પર કર્યો એવો કટાક્ષ કે VIDEO થયો વાયરલ

ParthB

Last Updated: 01:56 PM, 1 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ફ્રેન્ડશીપ ડે એટલે કે મિત્રતા દિવસ પર એક પોસ્ટ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે.

  • રાહુલ ગાંધીએ PM મોદીને ફ્રેન્ડશીપ ડે પર શુભકામનાઓ પાઠવી
  • જુલાઇ મહિનો પણ જતો રહ્યો, પણ વેક્સિન ન આવી
  • પેગાસસ જાસૂસી કાંડના લીધે હંગામો યથાવત 

રાહુલ ગાંધીએ PM મોદીને ફ્રેન્ડશીપ ડે પર શુભકામનાઓ પાઠવી
આજે સમગ્ર દુનિયામાં ફ્રેન્ડશીપ ડેની ઉજવણી થઈ રહી છે. ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે આ દિવસની ઉજવણી થતી હોય છે. રાજકારણીઓ અને મોટા નેતાઓ પણ આ ઉજવણી માટે પોતાના મિત્રોને શુભેચ્છા આપી રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ફ્રેન્ડશીપ ડે એટલે કે મિત્રતા દિવસ પર એક પોસ્ટ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. આ પોસ્ટ મૂકીને તેમણે PM મોદી પર પ્રહાર કર્યા છે. આ પોસ્ટમાં તેમણે એક વિડિયો શેર કર્યો છે. જેમાં PM મોદીના અંબાણી બંધુ અને અદાણી સાથેના ફોટાઓ મૂકી એક વિડીયો બનવાયો છે, સાથે જ તેમણે કેપ્શનમ લખ્યું છે કે "હમ દો, હમારે દો કી સરકારને મિત્રતા દિવસની શુભકામનાઓ"

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rahul Gandhi (@rahulgandhi)

 

જુલાઇ મહિનો પણ જતો રહ્યો, પણ વેક્સિન ન આવી 
કોરોના મહામારીની ત્રીજી લહેરના ખતરા વચ્ચે દેશમાં વેક્સિનની અછત વર્તાઇ રહી છે, જેને લઈ વિપક્ષ મોદી સરકાર પર સતત પ્રહાર કરી રહી છે. કોંગ્રેસસાંસદ રાહુલગાંધીએ વેક્સિનની અછતને લઈ ફરી એકવાર કેન્દ્ર પર નિશાન સાધ્યું છે. રવિવારે રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું , "જુલાઇનો મહિનો જતો રહ્યો પણ વેક્સિનની અછત ના ગઈ" રાહુલ ગાંધીએ પોતાની જૂની ટ્વિટ પર કોટ કરીને આ વાત કહી. 2 જુલાઇના રોજ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, જુલાઇ આવી ગઈ છે પણ હજી સુધી વેક્સિન નથી આવી.

 

 

પેગાસસ જાસૂસી કાંડના લીધે હંગામો યથાવત 
પેગાસસ જાસૂસી કાંડને લઈ સંસદમાં હજુ પણ જોરદાર હંગામો ચાલુ જ છે. વિપક્ષ તરફથી આ મુદ્દે ચર્ચાની માંગ કરી છે. સત્રના કામકાજ પહેલા વિપક્ષી નેતાઓએ એક બેઠક કરી. આ બેઠકમાં 14 રાજનૈતિક પક્ષ સામેલ થયા હતા. આ બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું કે પેગાસસ જાસૂસી કાંડને લઈ કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં નહીં આવે. આ કાંડ મામલે સરકારે જવાબ આપવો જ પડશે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ