બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Rahul Gandhi: Rahul Gandhi to visit four countries amid turmoil in 'Bharat' alliance, questions are being raised.

અનેક સવાલ.. / કોંગ્રેસની હાર અને INDIA ગઠબંધનમાં ઉથલપાથલ વચ્ચે ચાર દેશોની યાત્રા પર નિકળશે રાહુલ ગાંધી, સહયોગી પાર્ટીઓ જ નથી આપી રહી સાથ

Pravin Joshi

Last Updated: 08:49 AM, 6 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ ગાંધી તેમની છ દિવસની વિદેશ યાત્રા દરમિયાન ઈન્ડોનેશિયા, સિંગાપુર, મલેશિયા અને વિયેતનામ જશે. કોંગ્રેસ પક્ષના સૂત્રોનું કહેવું છે કે રાહુલના વિદેશ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં તેમની મુલાકાત પર સવાલો ઉઠાવવા જોઈએ નહીં.

  • રાહુલ ગાંધી 9 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી વિદેશ પ્રવાસે
  • ઈન્ડોનેશિયા, સિંગાપુર, મલેશિયા અને વિયેતનામના પ્રવાસે જશે
  • ચૂંટણીમાં હાર અને INDIA ગઠબંધનમાં વિવાદ વચ્ચે અનેક સવાલ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 9 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી ઈન્ડોનેશિયા સહિત ચાર દેશોની મુલાકાત લેશે. તેમની વિદેશ યાત્રા એવા સમયે થઈ રહી છે જ્યારે સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. એટલું જ નહીં આ અઠવાડિયે વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે, જેમાં પાર્ટીને હિન્દી બેલ્ટના ત્રણ મહત્વપૂર્ણ રાજ્યો - મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ સિવાય વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા'માં ચાલી રહેલા અણબનાવને કારણે પાર્ટીએ બુધવારે યોજાનારી બેઠક મોકૂફ રાખવી પડી હતી. આ મહત્વપૂર્ણ અવસર પર રાહુલના વિદેશ પ્રવાસ પર સવાલો ઉઠી રહ્યા છે.

PM બનવાના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું, સેન્ટ્રલ આઇડિયા BJP-RSSને હરાવવાનો  છે I rahul gandhi attacked on PM Modi in london with an interview with  Indian Journalists association

ઈન્ડોનેશિયા, સિંગાપુર, મલેશિયા અને વિયેતનામના પ્રવાસે જશે

રાહુલ તેમની છ દિવસની વિદેશ યાત્રા દરમિયાન ઈન્ડોનેશિયા, સિંગાપુર, મલેશિયા અને વિયેતનામ જશે. કોંગ્રેસ પક્ષના સૂત્રોનું કહેવું છે કે રાહુલના વિદેશ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં તેમની મુલાકાત પર સવાલો ઉઠાવવા જોઈએ નહીં. જો કે, વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા' સાથે જોડાયેલા સાથીદારોનું માનવું છે કે એવા સમયે જ્યારે પાર્ટી સાથે ગઠબંધન સંકટમાં છે ત્યારે તેણે પરિપક્વતા દાખવી જોઈતી હતી અને આ મુલાકાત મોકૂફ રાખવી જોઈતી હતી.

જોડાશે ભારત, જીતશે ઈન્ડિયા' I.N.D.I.Aની બેઠકમાં 3 પ્રસ્તાવ પાસ, મિટિંગ બાદ  PM મોદી પર નેતાઓના નિવેદનથી રાજકારણમાં ભૂકંપ I INDIA Alliance meeting: 3  Proposals have ...

સાથીદારો મનસ્વીતાનો આરોપ લગાવી રહ્યા છે

નિરાશાજનક પ્રદર્શન માટે INDIA ગઠબંધન ભાગીદારો કોંગ્રેસ પર મનસ્વી હોવાનો, સાથી પક્ષોનું અપમાન કરવાનો અને જોડાણ પ્રત્યે ગંભીર ન હોવાનો આરોપ લગાવી રહ્યા છે. સાથી પક્ષોના ઘણા નેતાઓએ જાહેરમાં આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ મહાગઠબંધન માટે ગંભીર નથી. બિહારના પૂર્વ સીએમ લાલુ પ્રસાદે પરિસ્થિતિને સંભાળવા માટે આગળ આવવું પડ્યું. 9મી ડિસેમ્બરે સોનિયા ગાંધીનો જન્મદિવસ છે. માતા સોનિયાના જન્મદિવસની ઉજવણી કર્યા બાદ રાહુલ વિદેશ પ્રવાસે રવાના થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ