બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Rahul Gandhi punished according to law, why protest outside the court? Why was it said to protect the constitution after the verdict?

મહામંથન / રાહુલ ગાંધીને કાયદા મુજબ સજા, કોર્ટ બહાર વિરોધ કેમ? ચૂકાદા પછી બંધારણની રક્ષા કરો કેમ કહેવાયું?

Vishal Khamar

Last Updated: 09:30 PM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માનહાની કેસમાં ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની સજા યથાવત રાખી છે.  હાઈકોર્ટ સુરત સેશન્સ કોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો છે.  રાહુલ ગાંધીની સજા પર સ્ટેની માંગ કરતી અરજી ફગાવાઈ છે. કોંગ્રેસના કાર્યકરોએ કોર્ટ બહાર વિરોધ કર્યો હતો. કોંગ્રેસનો આરોપ, રાહુલ ગાંધી ચૂંટણી ન લડી શકે તે માટેના પ્રયાસ છે.

ફરી એકવાર રાહુલ ગાંધી સામેનો માનહાની કેસ ચર્ચામાં આવ્યો કારણ કે ગુજરાત હાઈકોર્ટે પણ રાહુલ ગાંધીને સંભળાવાયેલી સજા ઉપર સ્ટે આપવા ઈન્કાર કર્યો. રાહુલ ગાંધીનું સંસદસભ્ય પદ તો રદ થઈ જ ચુક્યુ છે ત્યારે પ્રયાસ એ હતો કે જો સજા પર સ્ટે આવે તો રાહુલ ગાંધી ચૂંટણી લડી શકે. હવે રાહુલ ગાંધી પાસે વિકલ્પ તરીકે સુપ્રીમકોર્ટ છે ત્યારે સવાલ એ છે કે રાહુલ ગાંધીને સજા પછી કોર્ટ બહાર વિરોધ કેમ થયો.

  • માનહાની કેસમાં ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની સજા યથાવત રાખી
  • હાઈકોર્ટ સુરત સેશન્સ કોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો
  • રાહુલ ગાંધીની સજા પર સ્ટેની માંગ કરતી અરજી ફગાવાઈ

કોંગ્રેસના કાર્યકરો જે બેનર-પોસ્ટર લઈને ગયા હતા તેમા મોટેભાગે કાયદા અને બંધારણના રક્ષણ અંગે વાત હતી પણ એ ન ભૂલવું જોઈએ કે સુરત સેશન્સ કોર્ટ કે પછી ગુજરાત હાઈકોર્ટ, જે કોઈ ચુકાદો આવ્યો તે કાયદાની મર્યાદામાં રહીને જ આવ્યો છે. હવે એ સવાલ તો ચોક્કસ થાય કે રાહુલ ગાંધીને સજા સમયે બંધારણની રક્ષા કરો એવું શા માટે કહેવાયું. સજા સંભળાવ્યા પછી વિરોધનો વ્યાજબી તર્ક શું હોય શકે. કદાચ ફરી એ જ ઈમેજ ઉભી નહીં થાય કે કોંગ્રેસ માત્ર એક પરિવારને બચાવવા મેદાને પડી.

  • નીચલી કોર્ટના ચુકાદા પર સ્ટે આપવો નિયમ નથી
  • અયોગ્યતા માત્ર સાંસદ કે ધારાસભ્ય સુધી મર્યાદિત નથી
  • અરજદાર સામે 10 જેટલા ફોજદારી કેસ પડતર છે

હાઈકોર્ટે શું કહ્યું?
નીચલી કોર્ટના ચુકાદા પર સ્ટે આપવો નિયમ નથી. અયોગ્યતા માત્ર સાંસદ કે ધારાસભ્ય સુધી મર્યાદિત નથી. અરજદાર સામે 10 જેટલા ફોજદારી કેસ પડતર છે. જનપ્રતિનિધિનું ચરિત્ર સ્પષ્ટ અને ઉદાહરણરૂપ હોવું જોઈએ.  8 ફરિયાદ દાખલ થયા પછી પણ અરજદારે વીર સાવરકર ઉપર ટિપ્પણી કરી છે.  સજા પર સ્ટે ન આપવો એ અરજદારને અન્યાય નહીં ગણાય. 

  • ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમકોર્ટમાં પડકારી શકે છે
  • સુપ્રીમકોર્ટ રાહુલ ગાંધીની તરફેણમાં ચુકાદો આપે તો ચૂંટણી લડી શકે
  • સુપ્રીમકોર્ટ રાહુલ ગાંધીની વિરુદ્ધમાં ચુકાદો આપે તો રાહુલ ચૂંટણી ન લડી શકે

રાહુલ ગાંધી પાસે હવે શું વિકલ્પ?
ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમકોર્ટમાં પડકારી શકે છે. સુપ્રીમકોર્ટ રાહુલ ગાંધીની તરફેણમાં ચુકાદો આપે તો ચૂંટણી લડી શકે છે.  સુપ્રીમકોર્ટ રાહુલ ગાંધીની વિરુદ્ધમાં ચુકાદો આપે તો રાહુલ ચૂંટણી ન લડી શકે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ