બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Rahul Gandhi : Kannada actress Ramya reveals she contemplated suicide after father's demise Rahul Gandhi helped her

મનોરંજન / પિતાના મૃત્યુ બાદ આત્મહત્યા કરવાનો વિચારી રહી હતી આ અભિનેત્રી, રાહુલ ગાંધીએ આ રીતે બચાવ્યો જીવ

Megha

Last Updated: 01:37 PM, 30 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ramya-Rahul Gandhi: રામ્યાએ જણાવ્યું હતું કે તેના પિતાના નિધન બાદ તે ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી હતી એ સમયેરાહુલ ગાંધીએ તેમને રાહુલ ગાંધીએ ઇમોશનલી સ્પોર્ટ કરીને પ્રોત્સાહિત કરી હતી

  • આત્મહત્યા વિશે વિચારવા લાગી હતી રામ્યા 
  • મુશ્કેલ સમયમાં રાહુલ ગાંધીએ તેમની મદદ કરી
  • રાહુલ ગાંધીએ ઇમોશનલી સ્પોર્ટ કરીને પ્રોત્સાહિત કરી

કન્નડ ફિલ્મોની અભિનેત્રી રામ્યા ઉર્ફ દિવ્યા સ્પંદને હાલમાં જ તેના અંગત જીવન વિશે એક મોટો ખુલાસો કર્યો હતો અને તેના આ ખુલાસાનું કનેક્શન રાહુલ ગાંધી સાથે જોડાયેલ છે. એક વાતચીત દરમિયાન રામ્યાએ જણાવ્યું કે કેવી રીતે તે તેના પિતાના મૃત્યુ બાદ તે પોતે આત્મહત્યા કરવાનું વિચારી કરી રહી હતી પણ તે મુશ્કેલ સમયમાં રાહુલ ગાંધીએ તેમની મદદ કરી હતી. 

આત્મહત્યા વિશે પણ વિચારવા લાગી હતી રામ્યા 
જણાવી દઈએ કે રામ્યા માત્ર અભિનેત્રી જ નથી પણ તે એક નેતા એ રહી ચૂકી છે. નોંધનીય છે કે રામ્યાએ આ ખુલાસો લોકપ્રિય ટોક શો 'વીકેન્ડ વિથ રમેશ સીઝન 5'માં કર્યો હતો. વાતચીત દરમિયાન રામ્યાએ જણાવ્યું હતું કે તેના પિતા આરટી નારાયણના નિધન બાદ તે ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી હતી, ખરાબ રીતે તૂટી ગઈ હતી અને શું કરવું એ વિશે તેને ખબર નહતી પડી રહી. એ બાદ એક સમય એવો આવ્યો કે તે આત્મહત્યા વિશે પણ વિચારવા લાગી હતી પણ ત્યારબાદ રાહુલ ગાંધીએ તેમને ઇમોશનલી સ્પોર્ટ કરી હતી અને પ્રોત્સાહિત પણ કરી હતી. 

મુશ્કેલ સમયમાં રાહુલ ગાંધીએ મારી મદદ કરી
આ વિશે વાત કરતાં તેને કહ્યું કે કહ્યું, 'મારા જીવનમાં મારી માતાનો મોટો પ્રભાવ રહ્યો છે. આ પછી પિતા અને ત્રીજા નંબરે રાહુલ ગાંધી. મારા પિતાનું અવસાન થયું ત્યારે હું ભાંગી પડી હતી અને આત્મહત્યા વિશે વિચારવા લાગી હતી, હું એકદમ ખોવાઈ ગઈ હતી અને ચૂંટણી પણ હારી ગઈ હતી, એ સમયે હું ખૂબ જ દુઃખમાંથી પસાર થઈ રહી હતી અને તે મુશ્કેલ સમયમાં રાહુલ ગાંધીએ મારી મદદ કરી અને ઇમોશનલી મને સ્પોર્ટ કર્યો હતો.  હું મારા પિતાના મૃત્યુના બે અઠવાડિયા પછી સંસદમાં હતી. ન તો હું કોઈને ઓળખતી હતી કે ન તો મને કઈં સમજમાં આવતું હતું. સંસદની કાર્યવાહી દરમિયાન હું રહી અને હું શીખી, મારી અંદર જે હતું તેના પર કાબૂ મેળવીને મેં કામમાં મન લગાવવાનું શરૂ કર્યું.' 

2012માં રાજનીતિમાં કરી એન્ટ્રી 
રામ્યા એટલે કે દિવ્યા સ્પંદન તેની કારકિર્દીની ટોચ પર હતી ત્યારે જ તેણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. જણાવી દઈએ કે 2012 માં રામ્યા ભારતીય યુવા કોંગ્રેસમાં જોડાઈ અને 2019 સામાન્ય ચૂંટણીઓ માટે કોંગ્રેસના સોશિયલ મીડિયા અભિયાનનું નેતૃત્વ કર્યું હતું પણ જ્યારે પાર્ટી હારી ગઈ ત્યારે રામ્યાએ રાજકારણને અલવિદા કહી દીધું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ