બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Rahul Gandhi is coming to Surat tomorrow with a team of expert lawyers

માનહાનિ કેસ / સભ્યપદ ગુમાવ્યા બાદ રાહુલ ગાંધીનો મોટો નિર્ણય: વકીલોને સાથે રાખી સુરતમાં કરશે આ કામ

Malay

Last Updated: 10:52 AM, 2 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માનહાનિ કેસમાં 2 વર્ષની સજા ફટકાર્યા બાદ રાહુલ ગાંધી આવતીકાલે નિષ્ણાંત વકીલોની ટીમ સાથે સુરત આવી રહ્યા છે. તેઓ સુરત કોર્ટના ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારશે.

 

  • રાહુલ ગાંધી માનહાનિ કેસ મામલો
  • આવતીકાલે રાહુલ ગાંધી સુરત આવશે
  • ઉપલી કોર્ટમાં ચુકાદાને પડકારશે

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને 'મોદી અટક' સંબંધિત કેસમાં ગુરુવારે (23 માર્ચ, 2023) સુરતની સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ.એચ વર્માની કોર્ટે તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જોકે, આ કેસમાં રાહુલ ગાંધીના જામીન પણ મંજૂર થઈ ગયા હતા. ત્યારે આ મામલે હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. માનહાનિ કેસને લઈને રાહુલ ગાંધી આવતીકાલે નિષ્ણાંત વકીલોની ટીમ સાથે સુરત આવી રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુરત કોર્ટના ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારશે. 

સુરત કોર્ટના ચુકાદા બાદ શું હવે રાહુલ ગાંધી 8 વર્ષ સુધી ચૂંટણી નહીં લડી  શકે? લોકસભા સદસ્યતા ખતરામાં | After the verdict of Surat court now Rahul  Gandhi can't contest ...

'મોદી' સરનેમ પર એવું તો શું બોલ્યા હતા રાહુલ ગાંધી?
વાસ્તવમાં આ સમગ્ર મામલો વર્ષ 2019નો છે. રાહુલ ગાંધીએ દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના કોલારમાં સામાન્ય ચૂંટણી પ્રચાર દરમિયાન 'મોદી અટક' પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, "બધા ચોરની અટક (સરનેમ) મોદી જ કેમ હોય છે?" વાસ્તવમાં, રાહુલ ગાંધીએ 2019ની લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ 'ચોકીદાર જ ચોર છે'નો નારો આપ્યો હતો. કોંગ્રેસે ત્યારે આની આ પંચ લાઈનને ઘણી હવા આપી હતી અને વિવિધ જગ્યાએ રેલીઓમાં કોંગ્રેસ દ્વારા તેનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. કોલારમાં 'મોદી અટક' સાથે સંબંધિત નિવેદનમાં તેમનું નિશાન ભારતીય ઉદ્યોગ પતિ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના પ્રથમ કમિશનર લલિત મોદી, પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડમાં ફસાયેલા ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદી અને ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને પીએમ મોદીની તરફ હતું.

પૂર્ણેશ મોદીએ નોંધાવ્યો હતો કેસ
કેરલના વાયનાડથી લોકસભાના સભ્ય રાહુલ ગાંધીના આ નિવેદન પર ભારતીય જનતા પાર્ટીના નેતા, ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો, અને તેમની વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી. ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 499 અને 500 (માનહાનિ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જે મામલે ગુરુવારે (23 માર્ચ, 2023) તેમને માનહાનિના કેસમાં સુરતની સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. સજા સંભળાવ્યાનાં 24 કલાકમાં જ રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્ય રદ થયું હતું.

રાહુલ ગાંધી પાસે ક્યા વિકલ્પ?
સુરતની ચીફ જ્યુડિશીયલ કોર્ટનાં ચુકાદા વિરૂદ્ધ અપીલ કરી શકે છે.  સુરત સેશન્સ કોર્ટમાં રાહુલ ગાંધી અપીલ કરી શકે છે. હાઈકોર્ટ કે સુપ્રિમ કોર્ટમાં પણ અપીલ કરી શકે છે. સેશન્સ કોર્ટથી રાહત ન મળે તો રાહુલ ગાંધીને જેલ થઈ શકે છે. 

  • વર્ષ 2013માં સુપ્રીમકોર્ટે લોકપ્રતિનિધિ અધિનિયમ અંતર્ગત નિર્ણય આપ્યો
  • નામદાર કોર્ટે લોકપ્રતિનિધિ ધારાની કલમ 8(4)ને ગેરબંધારણીય ગણાવી
  • કલમ 8(4)માં જોગવાઈ છે કે દોષિત જનપ્રતિનિધિને બચાવતી કલમ હતી
  • આ કલમમાં દોષિત જનપ્રતિનિધિ ઉપલી કોર્ટમાં અપીલ કરે તો સભ્યપદ બચી જાય
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ