બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Rahu will increase the difficulties of the people of this zodiac sign in the new year

ચેતી જજો! / નવા વર્ષમાં આ રાશિના લોકોની મુશ્કેલીઓ વધારશે રાહુ, સાવધાન ન રહ્યા તો થઈ શકે છે મોટુ નુકસાન

Arohi

Last Updated: 06:53 PM, 12 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં રાહુ મેષ રાશિમાં ગોચર કરી રહ્યો છે. નવા વર્ષમાં તેઓ મીન રાશિમાં વક્રી અવસ્થામાં પ્રવેશ કરશે. ચાલો જાણીએ મીન રાશિમાં રાહુ ગોચરને કારણે કોને સાવધાન રહેવું પડશે?

  • હાલમાં મેષ રાશિમાં ગોચર કરે છે રાહુ 
  • નવા વર્ષમાં મીન રાશિમાં કરશે પ્રવેશ 
  • જાણો નવા વર્ષમાં કોને કોને સાવધાન રહેવાની જરૂર 

જ્યોતિષ શાસ્ત્રમાં પાપી ગ્રહ કહેવાતો રાહુ પણ નવા વર્ષમાં એટલે કે 2023માં પોતાની રાશિ બદલવા જઈ રહ્યો છે. પંચાંગ મુજબ, માયાવી ગ્રહ રાહુ મેષ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે 30 ઓક્ટોબર, 2023, સોમવારે બપોરે 1.33 કલાકે.

આ રાશિના લોકોએ ખાસ સાવધાન રહેવાની જરૂર 
રાહુને વૈદિક જ્યોતિષમાં છાયા ગ્રહ માનવામાં આવે છે. રાહુ હંમેશા વિરુદ્ધ દિશામાં આગળ વધે છે. તેમને કોઈ પણ રાશિનું સ્વામિત્વ પ્રાપ્ત નથી. આ બધું હોવા છતાં જ્યોતિષમાં રાહુ ગ્રહનું વિશેષ મહત્વ છે. મીન રાશિમાં રાહુના ગોચરને કારણે ઘણી રાશિઓની સમસ્યાઓ વધશે. એટલા માટે તેઓએ સાવચેત રહેવાની જરૂર છે.

મેષ 
રાહુ મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે. મેષ રાશિના જાતકોને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડશે. રોકાણ માટે સમય અનુકૂળ નથી. બિનજરૂરી ખર્ચ વધી શકે છે. આર્થિક, શારીરિક અને માનસિક તેમજ પારિવારિક સમસ્યાઓ વધી શકે છે. માટે સતર્ક રહો. 

વૃષભ 
તેમને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. આર્થિક સ્થિતિ નબળી રહી શકે છે. કરવામાં આવેલ કામ બગડી શકે છે.

કન્યા
રાહુની વક્રી ગતિને કારણે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. નાના કાર્યો માટે તમારે વધુ દોડધામ કરવી પડી શકે છે. સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. એટલા માટે સજાગ રહો. વાણી પર સંયમ રાખો.

મકર
બિનજરૂરી ખર્ચ વધી શકે છે. આ માટે સજાગ રહો. વેપાર અને નોકરીમાં મુશ્કેલી આવી શકે છે. વિવાહિત જીવનમાં મુશ્કેલીઓ આવશે. તમારી વાણી પર નિયંત્રણ રાખો, નહીંતર નુકસાન થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ