બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Raghavji Patel avoids statement on Salangpur mural controversy, see what Parshottam Rupala said

સાળંગપુર વિવાદ અપડેટ / સાળંગપુર ભીંતચિત્ર વિવાદમાં રાઘવજી પટેલે નિવેદન આપવાનું ટાળ્યું, પરષોત્તમ રૂપાલાએ જુઓ શું કહ્યું

Priyakant

Last Updated: 01:51 PM, 3 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાઘવજી પટેલે સાળંગપુર વિવાદ મામલે રાઘવજી પટેલે બોલવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યું કે, સાળંગપુર મામલેસરકારના પ્રવક્તા મંત્રી જવાબ આપશે

  • સાળંગપુર ભીંતચિત્ર વિવાદ વચ્ચે મોટા સમાચાર
  • સાળંગપુર ભીંતચિત્ર વિવાદ અંગે કેન્દ્રિય મંત્રીનું નિવેદન 
  • કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલાએ વિવાદને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો
  • આ પ્રકારનો વિવાદ ન થવો જોઇએ: રૂપાલા 
  • ભીંતચિત્ર વિવાદમાં રાઘવજી પટેલે નિવેદન આપવાનું ટાળ્યું

Salangpur Temple Controversy : સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભીંતચિત્રોનો વિવાદ વકર્યો છે. આ દરમિયાન હવે બે દિગ્ગજ નેતાઓના નિવેદન સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ વિવાદને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, આ પ્રકારનો વિવાદ ન થવો જોઇએ. આ તરફ ખાનગી કૃષિ કંપની મેઘમણી ગ્રુપના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા રાઘવજી પટેલે સાળંગપુર વિવાદ મામલે રાઘવજી પટેલે બોલવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યું કે, સાળંગપુર મામલેસરકારના પ્રવક્તા મંત્રી જવાબ આપશે. 

સાળંગપુર વિવાદ મામલે રાઘવજી પટેલે બોલવાનું ટાળ્યું
સાળંગપુર ભીતચિત્ર વિવાદને લઈ હવે નેતાઓના નિવેદન પણ સામે આવ્યા છે. આ દરમિયાન આજે  રાઘવજી પટેલે ખાનગી કૃષિ કંપની મેઘમણી ગ્રુપના કાર્યક્રમમાં હાજરી આપી હતી. જોકે સાળંગપુર વિવાદ મામલે રાઘવજી પટેલે બોલવાનું ટાળ્યું હતું. સાળંગપુર મામલે કહ્યું સરકારના પ્રવક્તા મંત્રી આ મામલે જવાબ આપશે. આ સાથે તેમણે કહ્યું કે, વરસાદ ખેંચાયો છે ત્યારે ઉર્જા વિભાગ અને સિંચાઈ વિભાગ સાથે કૃષિ વિભાગ સંકલનમાં છે. વધુ વરસાદ ખેંચાય તો સરકાર ખરીદ પાક માટે સિંચાઈનું પાણી આપવા તૈયાર છે. આ મામલે મુખ્યમંત્રીએ પણ બંને વિભાગોને સૂચના આપી છે. 

સાળંગપુર ભીંતચિત્ર વિવાદ અંગે કેન્દ્રિય મંત્રી રૂપાલાનું નિવેદન 
સાળંગપુર ભીંતચિત્ર વિવાદને લઈ કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું છે.  કેન્દ્રિય મંત્રીએ પરષોત્તમ રૂપાલાએ વિવાદને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે. આ સાથે તેમણે કહ્યું કે, આ પ્રકારનો વિવાદ ન થવો જોઇએ. આ સાથે વન નેશન વન ઇલેક્શનને લઈ મામલે પુરષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું. 

શું કહ્યું પરસોત્તમ રૂપાલાએ ? 
કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલાએ કહ્યું કે, I.N.D.I.A ગઠબંધન હમણાં જ બન્યું છે. PM મોદીએ 2014માં જ એક દેશ એક ચૂંટણીની વાત કરી હતી. I.N.D.I.A ગઠબંધનને હજી પહેલી પરીક્ષા પાસ કરવાની છે. I.N.D.I.A ગઠબંધનના લોકો અંદરોઅંદર ડરી રહ્યા છે. આમાંથી કેટલા લોકો ચૂંટણી સુધી સાથે રહેશે તેનો તેમને ડર છે. આ સાથે તેમણે કહ્યું કે, દેશ હિતમાં કોઈ કામ થતું હોય એમાં બધાએ સાથ આપવો જોઈએ. એમાં પોતાનો મત આપવો જોઈએ. 

ભીતચિંત્ર હટાવવા અમે 2 દિવસનો સમય આપ્યો  
આજે બોટાદમાં સાધુ-સંતોએ રેલી નિકાળીને વિરોધ કર્યો હતો. જે બાદમાં હવે લક્ષ્મણજી મંદિરનાં મહામંડલેશ્વર જગદેવ દાસજીનુ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ભીતચિંત્ર હટાવવા અમે 2 દિવસનો સમય આપ્યો છે. આ સાથે ઉમેર્યું કે, કોઠારી સ્વામીજીએ અમને બાહેંધરી આપી છે. જોકે હવે જોવું એ રહ્યું કે, આ બે દિવસમાં ભીતચિંત્ર હટશે કે નહિ ? 

સાધુ સંતોની યોજાઈ બેઠક
સાળંપુરમાં હનુમાનજીના ભીંતચિત્રોને લઈને અમદાવાદ-સાણંદ હાઈવે પર આવેલા લંબે નારાયણ આશ્રામ ખાતે સાધુ સંતોની બેઠક યોજાઈ છે. જેમાં રાજ્યભરના મોટી સંખ્યામાં સાધુ-સંતો હાજર છે. જેમાં લંબે નારાયણ આશ્રમમાં સાધુ-સંતોએ શપથ લીધા છે. સાધુ-સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કર્યો છે. સાધુ-સંતોએ સ્વામિનારાણના સંતોના કાર્યક્રમમાં ન જવા શપથ  લીધા છે.

 

લખનઉ ખાતે મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય
આજે ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે આ મામલે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાતમાં સાધુ-સંતો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધને ધ્યાનમાં લેવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે મળેલી અખિલ ભારતીય સંત સમિતિ કાર્યકારિણીએ નૌતમ સ્વામીને ગુજરાત પ્રાંતના અધ્યક્ષ પદેથી હટાવવાનો નિર્ણય લીધો હતો. નૌતમ સ્વામીને ગુજરાત પ્રાંતના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા છે. 

નૌતમ સ્વામીએ આપ્યું હતું આ નિવેદન
આપને જણાવી દઈએ કે, સાળંગપુરમાં હનુમાનજીના વિવાદિત ભીંતચિત્ર મુદ્દે સ્વામિનારાયણ સંપ્રદાયના નૌતમ સ્વામીએ જણાવ્યું હતું કે, વડતાલ સંસ્થા દ્વારા સાળંગપુરમાં હનુમાનજી મહારાજને પ્રતિષ્ઠિત કરવામા આવ્યા છે. ત્યાં હનુમાનજીની મોટી મૂર્તિ સ્થાપવામાં આવી છે. સ્વામિનારાયણ ભગવાન છે અને તેમના કુળદેવ પણ હનુમાનજી મહારાજ છે. સ્વામિનારાયણ ભગવાનની પણ શ્રી હનુમાનજી મહારાજે અનેકવાર સેવા કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઈતિહાસ એનાથી ભરેલો છે. કોઈને વ્યક્તિગત તેનાથી નાના-મોટા પ્રશ્નો હોય, તો યોગ્ય ફોરમ પર જઈને તેની ચર્ચા કરી શકે છે. કેટલાક લોકો આ સંદર્ભે કોર્ટમાં ગયા છે, તો તેઓને કોર્ટમાં યોગ્ય જવાબ આપવો પડશે. નાના-મોટા માણસોને જવાબ આપવાની સંપ્રદાયના કોઈ વ્યક્તિએ જરૂર નથી.

શું છે સમગ્ર વિવાદ?
આ સમગ્ર વિવાદની શરૂઆતની વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર બોટાદ સ્થિત સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન મંદિરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમાની તસવીરો વાયરલ થઇ રહી છે. આ પ્રતિમાની નીચે કેટલાક ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે. આ ચિત્રોમાં નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) સમક્ષ હનુમાનજી નમસ્કાર કરતી મુદ્રામાં દેખાઇ રહ્યાં છે. સંતોનું કહેવું છે કે આ હનુમાનજીનું અપમાન છે અને સ્વામીનારાયણ સંતોને હનુમાનજી કરતાં મહાન દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે અયોગ્ય છે. વાયરલ થઇ રહેલા આ ફોટામાં જોઈ શકાય છે કે, ભગવાન હનુમાનજીને સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ ચિતરવામાં આવ્યા છે, જે ચિત્રો વાયરલ થતાં સાધુ સંતો અને ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ