બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Punjab Patiala Night Curfew Maharashtra nagpur lockdown coronavirus

મહામારી / કોરોના ઈઝ બૅક : દેશના આ શહેરમાં ચિંતા વધી, અહીં પણ જાહેર કરાયો નાઈટ કર્ફ્યૂ

Hiren

Last Updated: 08:58 PM, 11 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ફરી એક વખત કોરોના વાયરસનું સંક્રમણ વધતું દેખાઈ રહ્યું છે. ત્યારે મહારાષ્ટ્ર સહિત ઘણાં રાજ્યોમાં કોરોના ફરી માથું ઊંચકી રહ્યો છે.

  • મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબમાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ
  • મહારાષ્ટ્રના નાગપુરમાં લોકડાઉન લગાવી દેવાયું
  • પંજાબના પટિયાલામાં નાઇટ કર્ફ્યુ

દેશમાં લગભગ અઢી મહિના બાદ 24 કલાકમાં કોરોનાના કેસ 22854 આવ્યાં  છે અને 126 લોકોની મોત થઈ છે. જો કે આ બધાની વચ્ચે વૅક્સિેનેશનનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અત્યાર સુધી 2.5 કરોડ લોકોને વૅક્સિન લગાવવામાં આવી છે. મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ થઈ રહ્યો છે ત્યારે નાગપુરમાં લૉકડાઉન લગાવી દેવાયું છે. તો બીજી બાજુ આવતીકાલથી પંજાબના પટિયાલામાં નાઈટ કર્ફ્યૂ લગાવી દેવાયો છે. 

સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબમાં

સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 22,854 કેસ સામે આવ્યા છે. આ નવા કેસમાં સૌથી વધુ 13,659 કેસ મહારાષ્ટ્રમાં છે. ત્યારબાદ કેરળ(2475), પંજાબ(1393)માં કેસ નોંધાયા છે. 8 રાજ્ય મહારાષ્ટ્ર, તમિલનાડુ, પંજાબ, મધ્યપ્રદેશ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક અને હરિયાણામાં નવા કેસમાં વધારો થઇ રહ્યો છે. 

પંજાબમાં પણ કોરોના વધ્યો

પંજાબ કોરોના અપડેટઃ પંજાબમાં છેલ્લા 24 કલાકમાં 1309 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે 620 દર્દીઓ ડિસ્ચાર્જ થયા અને 18 દર્દીઓના મોત થયા છે. પંજાબમાં કુલ 1,93,345 કેસ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં 1,77,280 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. તો કુલ 5996 દર્દીઓના મોત થયા છે.

પંજાબના પટિયાલામાં નાઇટ કર્ફ્યુ

પંજાબ સરકારે પણ વધતા કોરોના કેસો વચ્ચે લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. પટિયાલા જિલ્લામાં 12 માર્ચથી સવારે 11 થી સવારે 5 દરમિયાન નાઇટ કર્ફ્યુ લગાવાશે. આ સમયગાળા દરમિયાન આવશ્યક સેવાઓ, સરકારી અધિકારીઓ અને મેડિકલ ઈમર્જન્સી સેવાઓને મુક્તિ આપવામાં આવે છે.

મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ ચિંતાજનક

બુધવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 13,659 નવા કેસ નોંધાયા છે, જે આ વર્ષે એક જ દિવસમાં સૌથી વધુ છે. આ સાથે રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 22,52,057 થઈ ગઈ છે. સરકારી આંકડા મુજબ, મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 52,610 લોકોનાં મોત થયાં છે.

અગાઉ નાગપુરમાં લગાવાયું લૉકડાઉન

અગાઉ, મંત્રી નીતિન રાઉતે નાગપુરમાં કોવિડ -19 ના કેસમાં થયેલા તીવ્ર વધારાને ધ્યાનમાં રાખીને 15 થી 21 માર્ચ દરમિયાન "સખત લોકડાઉન" લાગુ કરવાની ઘોષણા કરી હતી. મહત્વનું છે કે નીતિન રાઉત નાગપુરના પ્રભારી પ્રધાન છે. ગયા મહિને અમરાવતીમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, જ્યારે અમરાવતી વિભાગના અન્ય જિલ્લાઓમાં પણ કેટલાક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. દરમિયાન, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે ગુરુવારે મુંબઈની જેજે હોસ્પિટલમાં 'કોવેક્સિન' નો પ્રથમ ડોઝ લીધો. આ માહિતી રાજ્યના તબીબી શિક્ષણ અને સંશોધન નિયામક ડો.ટી.પી. લહાણેએ આપી હતી. તેમની પત્ની રશ્મિ ઠાકરે અને સાસુને પણ કોવિડ -19 ની રસી મળી. ઉલ્લેખનીય છે કે ઠાણે જિલ્લામાં પણ કેટલાંક વિસ્તારોમાં કડક પ્રતિબંધો લાગુ કરી દેવાયા છે.

મહારાષ્ટ્રમાં લાગી શકે છે ફરી લૉકડાઉન

ઠાકરેએ કહ્યું, "મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં લોકડાઉનનો કડક અમલ કરવામાં આવશે, જેથી કોરોના વાયરસના ચેપને ફેલાતો અટકાવી શકાય." લોકડાઉન માટેના પગલાની ઘોષણા કરતા પહેલા સરકાર સત્તાવાળાઓ સાથે વિશેષ બેઠક યોજવા જઇ રહી છે. ’તેમણે કહ્યું કે સરકાર લોકોને લોકોને માસ્ક પહેરવા, સામાજિક અંતરનું નિરીક્ષણ કરવા અને બિનજરૂરી રીતે ફરવાનું ટાળવાની તાકીદ કરી રહી છે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગત અનુસાર, છેલ્લા 24 કલાકમાં 710 નવા દર્દી જ્યારે 451 દર્દી સાજા થયાં છે. જોકે આજે કોરોનાથી એક પણ દર્દીનું મોત નથી થયું. એક્ટિવ કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. હવે 3788 એક્ટિવ કેસ છે. તો હાલ 49 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રિકવરી રેટમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. રિકવરી રેટ વધીને ઘટીને 97.03 ટકા થયો છે. તો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,67,701 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કુલ 4418 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. 

સુરત શહેરમાં 171 કેસ અને ગ્રામ્યમાં 30 નવા કેસ સાથે ગુજરાતમાં સૌથી વધુ કેસ સુરત જિલ્લામાં નોંધાયા છે.  અમદાવાદ શહેરમાં 149 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 4 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 84 કેસ, જ્યારે ગ્રામ્યમાં 11 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 61 કેસ અને ગ્રામ્યમાં 16 કેસ નોંધાયા છે. જે રીતે કોરોનાના કાળોતરા નાગે ફૂંફાડા મારવા લીધા છે તેનાથી નાગરિકોએ તત્કાળ સ્વયંભૂ કોરોનાથી બચવા આત્મશિસ્તને અપનાવવી પડશે. તો બીજી તરફ વેક્સિનેસન અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે પરંતુ નાગરિકો હજી પણ બેદરકાર હોવાનું લાગી રહ્યું છે. વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 17,24,805 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તો અત્યાર સુધીમાં 4,25,371 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ