બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Pujara surpasses Virat and Hitman, set this record in the Test match against Australia

Ind vs Aus / પુજારાએ વિરાટ અને હિટમેનને છોડ્યા પાછળ, ઓસ્ટ્રેલીયા સામેની ટેસ્ટ મેચમાં બનાવ્યો આ મોટો રેકોર્ડ

Megha

Last Updated: 04:40 PM, 11 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા એક દાયકામાં પુજારા ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ મેચોમાં ત્રીજા નંબરે સૌથી ભરોસાપાત્ર બેટ્સમેન તરીકે ઉભરી આવ્યો છે. આ બધા વચ્ચે એમને અમદાવાદ ટેસ્ટમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.

  • પુજારા ટેસ્ટ મેચોમાં ત્રીજા નંબરે સૌથી ભરોસાપાત્ર બેટ્સમેન
  • ચેતેશ્વર પુજારાએ બનાવ્યો આ રેકોર્ડ 
  • ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન

ભારતીય ટીમ હાલમાં અમદાવાદમાં ચોથી ટેસ્ટ મેચ રમી રહી છે એવામાં ચેતેશ્વર પુજારાએ તેમના નામે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. અંહિયા મહત્વની વાત એ છે કે આ રેકોર્ડથી કિંગ કોહલી અને હિટમેન કહેવાતા રોહિત શર્મા પણ ઘણા દૂર છે. 

પુજારા ટેસ્ટ મેચોમાં ત્રીજા નંબરે સૌથી ભરોસાપાત્ર બેટ્સમેન
ચેતેશ્વર પુજારા તેની શાનદાર બેટિંગ માટે પ્રખ્યાત છે એ વિશે આપણે બધા જાણીએ છીએ. કહેવાય છે કે પુજારા એકવાર ક્રિઝ પર સ્થિર થઈ જાય પછી તેને આઉટ કરવો મુશ્કેલ બની જાય છે. આ સાથે જ રાહુલ દ્રવિડ પછી પૂજરાને ભારતની દિવાલ કહેવામાં આવે છે. નોંધનીય છે કે છેલ્લા એક દાયકામાં પુજારા ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ મેચોમાં ત્રીજા નંબરે સૌથી ભરોસાપાત્ર બેટ્સમેન તરીકે ઉભરી આવ્યો છે. આ બધા વચ્ચે એમને અમદાવાદ ટેસ્ટમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. 

ચેતેશ્વર પુજારાએ બનાવ્યો આ રેકોર્ડ 
અમદાવાદ ટેસ્ટમાં ચેતેશ્વર પૂજરાએ 42 રનની ઇનિંગ રમી હતી આ સાથે જ એમને આ મેચમાં 1 ઓ રન બનવતાજ એક મોરતો રેકોર્ડ તેના નામે કરી લીધો હતો. જણાવી દઈએ કે પૂજરાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં તેના 2000 રન પૂરા કરી લીધા છે. મહત્વનું છે કે પુજારા ઓસ્ટ્રેલિયા સામે 2000થી વધુ રન બનાવનાર ચોથો ભારતીય બેટ્સમેન બન્યો છે. પૂજરા પહેલા સચિન તેંડુલકર, વીવીએસ લક્ષ્મણ અને રાહુલ દ્રવિડ આ કારનામું કરી ચુક્યા છે. નોંધનીય છે કે સચિને ભારત તરફથી ઓસ્ટ્રેલિયા સામે 39 મેચમાં સૌથી વધુ 3630 રન બનાવ્યા છે. 

ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન
સચિન તેંડુલકર - 3630 રન
વીવીએસ લક્ષ્મણ - 2434 રન
રાહુલ દ્રવિડ - 2143 રન
ચેતેશ્વર પુજારા - 2013 રન
વિરાટ કોહલી - 1793 રન 
વીરેન્દ્ર સેહવાગ - 1738 રન

ચેતેશ્વર પુજારા શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે ઈન્દોરમાં ત્રીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં 59 રનની ઈનિંગ રમી હતી. સાથે જ પૂજરાએ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 101 ટેસ્ટ મેચમાં 7112 રન બનાવ્યા છે. 

રોહિત-વિરાટ ઘણા પાછળ 
વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે 24 મેચમાં 1793 રન બનાવ્યા છે જેમાં 7 સદી સામેલ છે. તે જ સમયે, કેપ્ટન રોહિત શર્માએ 11 મેચમાં 650 રન બનાવ્યા છે, જેમાં એક સદી સામેલ છે. આ બંને બેટ્સમેનોને ઓસ્ટ્રેલિયા સામે 2000 રન પૂરા કરવામાં ઘણો સમય લાગશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ