બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / puja path niyam things that are considered inauspicious to keep on the ground during worship

Puja Niyam / પૂજા કરતી વખતે જમીન પર કદાપિ ન રાખો આ વસ્તુઓ? નહીંતર નહીં મળે પૂરતું ફળ, કોપાયમાન થઈ જશે ભગવાન

Bijal Vyas

Last Updated: 10:12 AM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાસ્ત્રોમાં પૂજાના ઘણા નિયમો પણ જણાવવામાં આવ્યા છે. જેનું ધ્યાન રાખવામાં આવે તો પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. આવો જાણીએ, તેના વિશે...

  • આ વસ્તુ પૂજા દરમિયાન જમીન પર રાખવી અશુભ માનવામાં આવે છે
  • શાલિગ્રામને આસન અથવા રેશમી કપડા પર રાખવા જોઈએ
  • શંખને મંગળનું પ્રતીક માનવામાં આવે છે

Puja Path Niyam: હિન્દુ ધર્મમાં પૂજાનું વિશેષ મહત્વ છે. તે ભગવાન સુધી કોઈનો સંદેશ પહોંચાડવાનું એક સારું માધ્યમ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં શાસ્ત્રોમાં પૂજાના ઘણા નિયમો પણ જણાવવામાં આવ્યા છે. જેનું ધ્યાન રાખવામાં આવે તો પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. આવો જાણીએ કઈ એવી વસ્તુઓ છે જેને પૂજા દરમિયાન જમીન પર રાખવી અશુભ માનવામાં આવે છે.

દરેક વ્યક્તિ પોતાની શ્રદ્ધા પ્રમાણે ભગવાનની પૂજા કરે છે. પૂજા એ ભગવાન માટે સન્માન દર્શાવવાની એક રીત છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. તેમજ વ્યક્તિ અને તેના પરિવારને ભગવાનના આશીર્વાદ મળે છે. એ જ રીતે પૂજા દરમિયાન શંખ ફૂંકવાની પરંપરા સદીઓથી ચાલી રહી છે. તેનું માત્ર ધાર્મિક મહત્વ જ નથી પરંતુ શારીરિક લાભ પણ છે.

ક્યા રાખવો જોઇએ દીવો
હિંદુ ધર્મમાં દીવા વગર ભગવાનની પૂજા અધૂરી માનવામાં આવે છે. શાસ્ત્રોમાં આ માટે કેટલાક નિયમો પણ આપવામાં આવ્યા છે. પૂજા દરમિયાન દીવો પ્રગટાવતી વખતે ધ્યાન રાખો કે પૂજાનો દીવો ક્યારેય જમીન પર ન રહેવો જોઈએ. તેના બદલે થોડા ચોખા તેની નીચે રાખો અથવા દીવાને આસન પર રાખો.

 

શાલિગ્રામ રાખવાનો નિયમ 
શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. સનાતન ધર્મમાં તેને શિવલિંગની જેમ પૂજનીય માનવામાં આવ્યું છે. એટલા માટે તેને ક્યારેય સીધુ જમીન પર ન રાખવું જોઈએ. તેના બદલે શાલિગ્રામને આસન અથવા રેશમી કપડા પર રાખવા જોઈએ.

આ બાબતોનું ધ્યાન રાખો 
પૂજા સમયે આ વાતનું ધ્યાન રાખો કે, દેવી-દેવતાઓની મૂર્તિઓને ક્યારેય સીધી જમીન પર ન રાખવી જોઈએ. તમારા આરાધ્ય દેવતાની મૂર્તિને હંમેશા સિંહાસન અથવા આસન પર રાખો. જો તમે પૂજા કરતી વખતે રુદ્રાક્ષ, તુલસી દળ અથવા અન્ય કોઈ રત્નનો ઉપયોગ કરતા હોય તો તેને સીધો જમીન પર ન રાખો. તેને કપડા કે વાસણમાં રાખીને અર્પણ કરવું જોઈએ.

અહીં રાખો કળશ 
કળશને શુભ પ્રતીક માનવામાં આવે છે. તેને ક્યારેય સીધુ જમીન પર ન મૂકવું જોઈએ. કળશનો ઉપયોગ મુખ્યત્વે શુભ કાર્યમાં થાય છે. કળશ બાજોટ અથવા કપડા પર રાખવુ જોઈએ. અથવા તો તેની નીચે ચોખા રાખવા જોઈએ. સનાતન ધર્મમાં પૂજામાં સોપારીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તે દેવતાઓને તેમના ચહેરાને શુદ્ધ કરવા માટે અર્પણ કરવામાં આવે છે. તેને ક્યારેય સીધા જમીન પર ન રાખો જોઈએ, પરંતુ તેને સિક્કાની ઉપર ચઢાવવુ જોઈએ.

Topic | VTV Gujarati

શંખ રાખવાની વિધિ
શંખને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. તેને મંગળનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજામાં તેનો વિશેષ ઉપયોગ થાય છે. એટલા માટે શંખને ક્યારેય સીધો જમીન પર ન રાખવો જોઈએ. તેને આસન પર રાખો અથવા કોઇ સ્ટેન્ડ પર રાખો.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ