બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / Protest by the people of Pilupura village, Gauchar land was suppressed by Nirma Company

અમદાવાદ / પચાવેલી ગૌચરની જમીન છોડાવવા નિરમા સામે માંડ્યો મોરચો, ગામલોકોનો આરોપ દમદાટી બતાવે છે કંપની

Vishnu

Last Updated: 11:46 PM, 13 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિરમા કંપનીની દાદાગીરીથી પરેશાન છે ગામ, કેમ સરકાર આ ગામના લોકોની રજૂઆત નથી સાંભળતી?

  • ગૌચરની જમીન પર કંપની રાજ!
  • પિલુપુરા ગામના લોકો દ્વારા વિરોધ
  • ગૌચરની જમીન નિરમા કંપનીએ દબાવી

ગૌચર બચાવવાની વાતો તો આપણી સરકાર ખુબ કરે છે. પરંતુ સ્થિતિ એવી છે ગૌચરની જમીનોમાં જ મોટી-મોટી કંપનીઓએ પોતાનો અડ્ડો જમાવ્યો છે.  ગામડાઓમાં લોકોના અવાજને દબાવીને હવે તો કંપનીઓએ ગૌચર જ  ખતમ કરી નાખ્યા છે. ત્યારે આવી જ એક જાણીતી કંપની સામે વિરોધ અમદાવાદ જિલ્લામાં સામે આવ્યો છે.  જ્યાં કંપનીએ ગામની 10 એકર જમીનને છોડીને ગૌચરની તમામ જમીન પચાવી પાડી છે.  જેના વિરોધમાં હવે ગામના લોકો મેદાનમાં આવી ગયા છે.

શાળા, પાણીની પર પણ નિરમાનો કબજો
અમદાવાદ થી બાવળા તરફ જતા ચાંગોદર બાદ અનેક કંપનીઓ જોવા મળતી હોય છે. અનેક કંપનીઓ વચ્ચે મોરૈયા ગામની પાસે  ગામનું પેટા પરું પીલુપુરા ગામ આવેલું છે. જ્યાં 900 લોકોનું મતદાન ધરાવતું પેટા પરું નિરમા કંપની વચ્ચે વસેલું છે. આમ તો ગામતળના સર્વે નબરમાં મુજબ  1955 પીલુંપુરા ગામની જમીન 10 એકરમાં ગામના વસવાટ માટે અને  40 એકર જમીન ગામના ગૌચર માટે હતી. પરંતુ હાલ આ ગામના ગૌચરમાં નિરમા કંપનીએ ગામની ફરતે કમ્પાઉડ વોલ બનાવી દીધી હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. જેના કારણે ગ્રામજનો મુંઝવણમાં મુકાયા છે. 

ગૌચરની જમીન નિરમા કંપનીએ દબાવી
આજે ગ્રામજનો ગામના મંદિરે એકઠા થયા હતા,કેમકે ગામનું 1955મા બનેલું ચન્દ્રમોલેશ્વર મંદિર નિર્મણ ચાલતું હતું. જેને ઘણાં દિવસ પહેલા નિરમાં કંપની દ્વારા રોકી દીધું છે. મંદિર નિર્માણનો સમાન આમ તેમ થઈ રહ્યો છે. ત્યારે ગ્રામજનો હવે આકરા પાણીએ થયા છે. જેના કારણે ગ્રામજનોનું કહેવું છેકે 40 એકર ગૌચરની જમીનમાં નિરમા કંપનીએ દબાણ કર્યું છે. જેમાં હાલ ગામના આવેલા બાલમંદિર,શાળા, મંદિર,પાણીની ટાકી તળાવ અને બોર અને  સ્મશાન પર નીરમાં કંપનીએ કબજો જમાવીને સિક્યુરિટી બેસાડી દીધી હોવાનો ગ્રામજનોનો દાવો કરી રહ્યા છે.

ગૌચરની જમીન ખાલી કરાવવા ગામ લોકોની માગ 
જો કે ગ્રામજનોએ સુપ્રીમ ક્રોર્ટના જજમેન્ટ સાથે ગૌચર જમીન પર કબજો ન કરી શકાય તે અંગે કલેકટર,જિલ્લા વિકાસ અધિકારી તેમજ રાજ્ય સરકારને રજુઆત કરી હોવાનું જણાવી રહ્યા છે. જેમાં ગ્રામજનોએ નિરમા કંપની દ્વારા પુલુંપુરા ગામની જમીન નામે કરી કરવાનો ગ્રામજનો આરોપ સાથે 1953મા મૉરિયા ગ્રામના પીલું પરાના નામે જમીનના પુરવા તેમજ 1955મા લાલભાઈ કસ્તુરભાઈના નામે જમીન દાખલ કર્યા પુરાવા અને 1957મા શરતફેર કરીને ગૌચર કમી કરીને  કલેકટરે હુકમ કર્યો હોવાનું પુરવા સાથે રજુઆત કરી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે. આજે એકઠા થયેલા ગ્રામજનોએ જિલ્લા પંચાયતના સદસ્ય ભરત ગોહિલને સમગ્ર મુદે રજૂઆત કરીને ગ્રામના ગૌચર નિકાલ અંગે જિલ્લા પંચાયતમાં રજુઆત માટે ભલામણ કરી હતી. 

કેમ અધિકારીઓ રજૂઆતો પર એક્શન નથી લેતા?
આમતો ગામના ગૌચર અંગે ગ્રામજનો આકરા પાણીએ છે. ત્યારે આજે એકઠા થયેલા ગ્રામજનોએ સમસ્યા નિરાકરણ થાય તે અંગે ફરીએકવાર રજુઆત તંત્રને કરવા માટે તૈયારી દર્શવી તેમજ જો સમસ્યા ઉકેલ ન આવે તો સમગ્ર ગ્રામજનોએ નિરમાં કંપની સામે મોરચો માંડીને ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે હવે જોવુએ રહેશે ગ્રામજનો સમસ્યા ક્યારે અંત આવે છે


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ